News Continuous Bureau | Mumbai
Doda Terror Attack: છેલ્લા કેટલાક દિવસથી જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવવિધિઓમાં વધારો થયો છે. માત્ર 72 કલાકમાં ત્રણ અટકી હુમલા થયા છે. આ હુમલામાં ઘણા જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે હવે સુરક્ષાદળોએ કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. આ જ ક્રમમાં જમ્મુ અને કાશ્મીર પોલીસે ડોડા જિલ્લામાં બે હુમલામાં સામેલ ચાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ સાથે આતંકવાદીની માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી જાહેરાત કરી છે.
Doda Terror Attack: આતંકવાદીઓની હાજરી અને હિલચાલ વિશે માહિતી આપવા અપીલ
મીડિયા રિપોર્ટ મુજબ પોલીસ પ્રવક્તાએ કહ્યું કે ‘જમ્મુ અને કાશ્મીર પોલીસે 4 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે, જેઓ ભદરવાહ, થાથરી, ગંડોહના ઉપરના વિસ્તારોમાં હાજર હોવાનું માનવામાં આવે છે અને આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓને અંજામ આપે છે. એટલું જ નહીં દરેક આતંકવાદી માટે લાખની જાહેરાત પણ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે લોકોને આ આતંકવાદીઓની હાજરી અને હિલચાલ વિશે માહિતી આપવા માટે અપીલ કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ આતંકવાદીઓ સાથે જોડાયેલી માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કર્યું છે. માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં મળી કારમી હાર, હવે અજિત પવાર આ નજીકના વ્યક્તિને રાજ્યસભામાં મોકલશે..
મહત્વનું છે કે મંગળવારે ભદરવાહના છત્તરગલ્લામાં આતંકવાદીઓએ 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચોકી પર ગોળીબાર કર્યો હતો. બુધવારે જિલ્લાના ગંડોહ વિસ્તારમાં સર્ચ પાર્ટી પર હુમલો થયો હતો, જેમાં એક પોલીસકર્મી સહિત સાત સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.