ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 ઓગસ્ટ 2020
જો તમે 1લી સપ્ટેમ્બર પછી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે ફ્લાઇટ ટિકિટ પર પહેલા કરતાં 10 રૂ. વધુ ચૂકવવા પડશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય આગામી મહિનાથી ઘરેલું અને આંતરરાષ્ટ્રીય મુસાફરો પાસે ઉડ્ડયન સેવા કર (એ.એસ.એફ) વધુ લેશે. ઘરેલુ મુસાફરો પાસેથી એ.એસ.એફ- જે હાલમાં રૂ .150 છે, તે વધારીને 160 કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે હાલમાં $ 4.85 ડોલરથી વધારીને $ 5.2 કરવામાં આવશે.
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટિકિટો પર વધેલા એએસએફનો અમલ આવતા મહિનાની 1લી સપ્ટેમ્બર થી કરવામાં આવશે. એરલાઇન્સ દ્વારા લેવામાં આવતી એ.એસ.એફ ફી મુસાફરો પાસેથી લઈને સરકારને આપવામાં આવે છે. ત્યારબાદ સરકાર આ રકમ નો ઉપયોગ ભારતભરના એરપોર્ટ્સ પર સુરક્ષા ભંડોળ પૂરું કરવા માટે કરે છે.
આ ભાડાં વધારો એવા સમયે આવ્યો છે, જ્યારે કોરોનાને કારણે મુસાફરી પર પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે. જેને કારણે ઉડ્ડયન ઉદ્યોગ ભારે નુકસાન વેઠી રહ્યું છે. વૈશ્વિક ઉડ્ડયન સંસ્થા, ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઈ.એ.ટી.એ) એ આગાહી કરી હતી કે, 2020 માં કોરોના વાયરસના પ્રતિબંધને કારણે એરલાઇનની આવકમાં 55 ટકા અતાર્થ 314 અબજ ડોલર જેટલો ઘટાડો નોંધાશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com