ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
23 જુન 2020
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ 1-બી વિઝા પર ફરી પ્રતિબંધો જાહેર કર્યા છે, કારણકે કોરોનાની કટોકટી વચ્ચે યુ.એસ. માં બેરોજગારીના દર વધી રહ્યો છે. પરંતુ આ નિર્ણયથી ભારતને મોટો ફટકો પડયો છે. અમેરિકાએ 31 ડિસેમ્બર 2020 સુધી H1B વિઝા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના આ નિર્ણયથી દુનિયાભરમાંથી અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોનારા લગભગ 2.5 લાખ લોકોને આંચકો લાગ્યો છે. આનાથી સૌથી વધુ નુકસાન ભારતીય વ્યાવસાયિકોને થશે. ભારતીય આઇટી પ્રોફેશનલ્સની સંખ્યા સૌથી વધારે છે જેને અમેરિકામાં કામ કરવા માટે એચ 1-બી વિઝા મળે છે. આવી સ્થિતિમાં વિઝા પ્રતિબંધનું સૌથી મોટું નુકસાન ભારતીયોને થવાનું છે.. જો કે, એવું માનવામાં આવે છે કે નવી વિઝા નિતિઓની, હાલ યુ.એસ.માં કામ કરતા લોકો પર કોઈ અસર પડશે નહીં.
*શુ છે H1B વિઝા?? અને લોકોમાં આના વિષે આના બદલ આટલું આકર્ષણ તેમ છે??
1) અમેરિકામાં કામ કરતી કોઈપણ કંપનીઓ દ્વારા વિદેશી નાગરિકોને પોતાને ત્યાં કામ કરવા માટે રાખવા બદલ આપવામાં આવે છે.
2) એચ-વન બી વિઝા ત્રણ વર્ષના હોય છે જેને મહત્તમ છ વર્ષ સુધી લંબાવી શકાય છે.
3) એચ1બી વિઝા પુરા થયા બાદ આવેદકને ગ્રીનકાર્ડ મળી શકે છે. સાથે જ તે અમેરિકામાં કામ કરવા ઉપરાંત કાયમી વસવાટ માટે અપાય છે.
4) એચ-વન બી વિઝા માટે કોઈપણ આવેદન કરી શકે છે. આના હેઠળ વિઝા ધારક પોતાની પતિ/પત્ની અને બાળકોને અમેરિકા બોલાવી શકે છે.
5) એચ-વન બી વિઝા માટે કોઈ વધુ ગૂંચવણો નથી. માત્ર જે તે ક્ષેત્રની બેચલર ડિગ્રી અને અમેરિકન કંપનીનો જોબ ઓફર લેટર હોવો જોઈએ….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com