ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 ઓગસ્ટ 2020
હવે રામ મંદિરના નિર્માણ માટે દાન આપવા ઇચ્છતા દાતાઓ દિલ ખોલીને દાન કરી શકશે.. મંદિરના નિર્માણ માટે મોટી રકમ આપનારાઓ માટે ખુશખબરી છે. અયોધ્યા સ્થિત ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ’ માં દાન આપનારને આઈકર વિભાગ મોટી છૂટ આપવા જઈ રહ્યું છે. નાણાકીય વર્ષ 2020- 21 માટે સરકારે દાન આપનારને ટેક્સમાં નિશ્ચિત ટકા સુધીની રાહત આપવાની ઘોષણા કરી છે.. નોંધપાત્ર વાત એ છે કે ટ્રસ્ટની આવકને પહેલાથી જ ઇન્કમટેક્સ એક્ટના સેકશન 11 અને 12 હેઠળ છૂટ આપવામાં આવી છે..
જો કે દાન આપનાર દાતા એ કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. દાન આપનાર વ્યક્તિ એ રસીદ લેવી ફરજીયાત રહેશે. આ રસીદમાં ટ્રસ્ટનું નામ, સરનામું, ફોન-નંબર, દાન આપનાર નું નામ અને દાનની રકમ જરૂર લખેલી હોવી જોઈએ.
નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ આ નિયમ આવકવેરાનું 1961 ની કલમ 80G મુજબ છૂટ અપાશે.. આ નિયમ મુજબ કોઈપણ વ્યક્તિ, HUF, કંપની– કોઈ ફંડ કે ચેરીટેબલ સંસ્થાને આપવાના આવેલા દાન પર ટેક્સમાં છૂટ મેળવી શકે છે. દાતાઓ આ દાન રોકડ અથવા તો ચેક એમ બંને સ્વરૂપે આપી શકે છે. આમ અત્યાર સુધી જે લોકો મોટી રકમ રામ મંદિરના નિર્માણ માટે દાનમાં આપવા ઇચ્છતા હતા, પરંતુ, અવઢવમાં હતા એ લોકોને આયકર વિભાગે રાહત કરી આપી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com