News Continuous Bureau | Mumbai
Doordarshan Logo: રાષ્ટ્રીય પ્રસારણકર્તા દૂરદર્શને તેના ઐતિહાસિક લોગોનો રંગ ( Logo color ) લાલથી બદલીને હવે કેસરી રંગ કરી દીધો છે. ડીડી ન્યૂઝના સત્તાવાર એક્સ હેન્ડલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. હવે આને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે. વિપક્ષી છાવણી આ નવા લોગોના રંગની હવે ટીકા કરી રહી છે. દૂરદર્શનની અંગ્રેજી ન્યૂઝ ચેનલ ડીડી ન્યૂઝે તાજેતરમાં X પર એક નવો પ્રમોશનલ વીડિયો શેર કરતી વખતે તેના લોગોનો નવો રંગ જાહેર કર્યો હતો.
વીડિયોની સાથે, DD News એ લખ્યું, અમારા મૂલ્યો યથાવત્ છે અને તે જ રહેશે. બસ અમે હવે નવા અવતારમાં છીએ. નવા રંગના લોગો સાથે નવીનતમ સમાચારનો અનુભવ કરો. જો કે વિપક્ષ આ ફેરફારથી નારાજ જોવા મળી રહ્યો છે. આ પગલાની રાજ્યસભાના સભ્ય અને પ્રસાર ભારતી (DD, AIR)ના ભૂતપૂર્વ CEO જવાહર સરકાર ( Jawhar Sircar ) દ્વારા પણ ટીકા કરવામાં આવી રહી છે.
When #Doordarshan was launched in 1959, it had a saffron logo. Now, as the government reintroduces the original logo, liberals and #Congress are outraging over it.
It’s blatantly obvious they harbor hate against ‘Bhagwa’ and Hindus. pic.twitter.com/yXo7ps09dJ
— Vishnu Vardhan Reddy (Modi ka Parivar) (@SVishnuReddy) April 19, 2024
Doordarshan Logo: લોગોનો રંગ બદલવો એ સરકાર દ્વારા સરકારી સંસ્થાઓને કબજે કરવાનો પ્રયાસ છે…
જવાહર સરકારે કહ્યું કે તેમણે આ દુરદર્શનને લીધેલા પગલાને જોયું ભારતના રાષ્ટ્રીય પ્રસારણકર્તાએ તેના બ્રાન્ડિંગ માટે ભગવા રંગને ( Saffron color ) જ પસંદ કર્યું છે. તે જોવું અયોગ્ય અને દુઃખદાયક છે. તેમણે વધુમાં કહ્યું કે દૂરદર્શને તેના ઐતિહાસિક ફ્લેગશિપ લોગોને હવે ભગવા રંગમાં રંગી દીધો છે. ભૂતપૂર્વ CEO તરીકે, હું તેના આ ભગવાકરણને ચિંતાથી જોઈ રહ્યો છું. મને એમ પણ લાગે છે કે આ હવે પ્રસાર ભારતી નથી, પણ પ્રચાર ભારતી બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, જવાહર સરકાર 2012 થી 2014 વચ્ચે પ્રસાર ભારતીના સીઈઓ રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Fan Speed: શું ઉનાળામાં પંખાની સ્પીડ ઘટી જાય છે? કેવી રીતે વધારી શકો છો પંખાની સ્પીડ.
While our values remain the same, we are now available in a new avatar. Get ready for a news journey like never before.. Experience the all-new DD News!
We have the courage to put:
Accuracy over speed
Facts over claims
Truth over sensationalismBecause if it is on DD News, it… pic.twitter.com/YH230pGBKs
— DD News (@DDNewslive) April 16, 2024
જોકે, પ્રસાર ભારતીના વર્તમાન સીઈઓ જવાહર સરકાર સાથે અસંમત છે. તેમણે આ પગલાને દ્રશ્ય સૌંદર્ય શાસ્ત્રને અનુરૂપ જરૂરી ગણાવ્યું હતું. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે રંગ કેસરી છે ભગવો નહીં. મિડીયા સાથે વાત કરતા, વર્તમાન સીઈઓએ જણાવ્યું હતું કે, તેજસ્વી, આકર્ષક રંગોનો ઉપયોગ ચેનલના બ્રાન્ડિંગ અને દ્રશ્ય સૌંદર્યલક્ષી પર આધારિત છે. તેમણે એમ પણ કહ્યું કે માત્ર લોગો જ નહીં, ચેનલે નવા લાઇટિંગ અને સાધનો સહિત તેના દેખાવ અને અનુભૂતિને પણ અપગ્રેડ કર્યો છે.
આ અંગે કોંગ્રેસના ( Congress ) મનીષ તિવારીએ આરોપ લગાવ્યો હતો કે, લોગોનો રંગ બદલવો એ સરકાર દ્વારા સરકારી સંસ્થાઓને કબજે કરવાનો પ્રયાસ છે. ઉલ્લેખનીય છે કે, મનીષ તિવારી પોતે 2012 થી 2014 સુધી માહિતી અને પ્રસારણ મંત્રી રહ્યા હતા. મિડીયા સાથેની વાતચીતમાં, મનીષ તિવારીએ જણાવ્યું હતું કે, સરકારી સંસ્થાઓને ભગવા બનાવવા અને કબજે કરવાનો સરકાર તરફથી આ એક પ્રયાસ છે. આ પગલું સ્પષ્ટપણે ભારતના જાહેર પ્રસારણકર્તાની તટસ્થતા અને વિશ્વસનીયતાને નબળી પાડે છે.
As ex CEO of Prasar Bharati it hurts to see the saffronisation of Doordarshan’s logo
— just before elections!
It will influence voters, by overlaying the colour one religion and Sangh parivar colour with a ‘neutral’ Public Broadcaster and a biassed Govt/Regime! pic.twitter.com/g7m0PH9nMf— Jawhar Sircar (@jawharsircar) April 20, 2024
Doordarshan Logo: 1959માં જ્યારે દૂરદર્શન પહેલીવાર મુખ્ય પ્રવાહમાં આવ્યું ત્યારે તેનો લોગો નારંગી કે કેસરી જ હતો..
દરમિયાન આ સંદર્ભે, દુરદર્શનના અધિકારીઓ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 1959માં જ્યારે દૂરદર્શન પહેલીવાર મુખ્ય પ્રવાહમાં આવ્યું ત્યારે તેનો લોગો નારંગી કે કેસરી જ હતો. આ પછી લોગોમાં વાદળી, પીળો અને લાલ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ આ લોગોની ડિઝાઈનના કેન્દ્રમાં રહેલી ઈમેજ સાથે આજદિન સુધી ચેડા કરવામાં આવ્યા નથી. દૂરદર્શનના લોગોમાં ઘણા વર્ષોથી ‘સત્યમ શિવમ સુંદરમ’ શબ્દો પણ અગાઉ સામેલ હતા. સમય જતાં, તે પણ દૂર કરવામાં આવ્યા હતા. તેથી સમય સાથે બદલાવ એ નિયમ છે.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election: ચૂંટણીમાં મતદાન કરતી વખતે તમારી આંગળી પર જે શાહી લગાવાય છે તે ક્યાંથી આવે છે
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)