Site icon

Double Whammy for Nainital: નૈનીતાલમાં ‘બ્લેકઆઉટ’: ગેસ સંકટ બાદ વીજળી પણ ગઈ, ૮૦ હજારની વસ્તી પરેશાન; ટૂરિઝમ સેક્ટરને મોટો ઝટકો.

વાવાઝોડા અને કરાના વરસાદથી વીજ લાઈનો ક્ષતિગ્રસ્ત: ૪૮ કલાક સુધી અંધારપટ બાદ વીજળી તો આવી પણ ગેસની અછતે હોટલ-ઢાબાના શટર પાડ્યા; રોજગારી પર સંકટના વાદળો.

Double Whammy for Nainital Power Outage and LPG Crisis Hit 80,000 People Tourism and Local Businesses Struggle

Double Whammy for Nainital Power Outage and LPG Crisis Hit 80,000 People Tourism and Local Businesses Struggle

News Continuous Bureau | Mumbai

પહાડોની રાણી ગણાતા નૈનીતાલની રફ્તાર અત્યારે થંભી ગઈ હોય તેવું લાગે છે. એક તરફ રસોઈ ગેસની અછત લોકોને પરેશાન કરી રહી છે, તો બીજી તરફ તાજેતરમાં આવેલા ભીષણ વાવાઝોડા અને કરાના વરસાદે વીજળી વ્યવસ્થાને એવો ફટકો આપ્યો છે કે સમગ્ર શહેર બે દિવસ સુધી અંધકારમાં ડૂબેલું રહ્યું હતું. પર્યટકોથી ઉભરાતા આ શહેરમાં વીજળી અને ગેસના સંકટને કારણે સ્થિતિ ગંભીર બની ગઈ છે.વીજળી વિભાગને આ કુદરતી આપદાથી અંદાજે ૫૦ થી ૬૦ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

Join Our WhatsApp Community

૮૦ હજારની વસ્તી અંધારપટમાં

વાવાઝોડા દરમિયાન મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થવાથી વીજ લાઈનો તૂટી ગઈ હતી. જેના કારણે નૈનીતાલ, પદમપુરી, ઓખલકાંડા અને સુખાતાલ જેવા વિસ્તારોમાં રહેતી ૮૦ હજારની વસ્તી ૪૮ કલાક સુધી વીજળી વગર રહી હતી. મોબાઈલ નેટવર્કથી લઈને પાણીના પુરવઠા સુધીની તમામ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. જોકે, ઉત્તરાખંડ પાવર કોર્પોરેશનની ટીમોએ સતત મહેનત કરીને વીજળી બહાલ કરી દીધી છે, પણ જનજીવન હજુ પૂરેપૂરું પાટા પર આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો :  “No Nukes for Madmen”:પરમાણુ હથિયાર પર ટ્રમ્પનું મોટું નિવેદન: ઈરાન પર હુમલા વધુ તેજ કરવાની આપી ચેતવણી, જંગ રોકવા માટે સમયમર્યાદા નક્કી કરી

LPG ની અછતથી હોટલ-ઢાબા બંધ

વીજળી બાદ હવે ગેસની અછત મોટું સંકટ બનીને ઉભરી છે. ખાસ કરીને મલ્લીતાલ વિસ્તારમાં અનેક રેસ્ટોરન્ટ અને ઢાબા ગેસ ન હોવાને કારણે બંધ થઈ ગયા છે. પર્યટન સીઝન શરૂ થતા પહેલા જ આ પ્રકારનું સંકટ સ્થાનિક વેપારીઓ માટે મોટો ફટકો છે. હોટલ એસોસિએશને પ્રશાસનને અપીલ કરી છે કે ગેસ સપ્લાય તાત્કાલિક સામાન્ય કરવામાં આવે, નહીંતર સેંકડો કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ જશે.

આંતરરાષ્ટ્રીય તણાવની અસર

સૂત્રોના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા તણાવ (ઈરાન-અમેરિકા સંઘર્ષ) ને કારણે ગેસ સપ્લાય પ્રભાવિત થયો છે, જેની અસર દેશના અનેક ભાગોમાં જોવા મળી રહી છે. નૈનીતાલ સિવાય રામનગર, મુક્તેશ્વર અને હલ્દ્વાની જેવા વિસ્તારોમાં પણ કોમર્શિયલ ગેસના પુરવઠા પર હંગામી રોક લગાવવામાં આવી હોવાના સમાચાર છે. પર્યટન પર નભતા આ શહેરની અર્થવ્યવસ્થા અત્યારે અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે.

 

LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Oil Wells in India: ભારતમાં ક્યાં ક્યાંથી નીકળે છે ‘કાળું સોનું’? આસામથી ગુજરાત સુધી ફેલાયેલા તેલના કૂવાઓનો સંપૂર્ણ નકશો અને ઈતિહાસ.
Iran War: ભારત માટે ખતરાની ઘંટડી! ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં કતરનો ગેસ પ્લાન્ટ લપેટાયો, અડધોઅડધ ગેસ સપ્લાય અટકતા હાહાકાર
Braving Missiles & Mines: મોત સામે જંગ જીત્યા ભારતીય નાવિકો! હોર્મુઝની ખાડીમાં બારૂદી સુરંગો વચ્ચેથી LPG જહાજ સુરક્ષિત લાવ્યા, દેશભરમાં થઈ રહ્યા છે વખાણ.
Exit mobile version