News Continuous Bureau | Mumbai
Mansukh Mandaviya: કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો તથા રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં રોજગારીના ( Employment ) આંકડા પર આંતર-મંત્રાલય ગોળમેજી પરિષદની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વિવિધ મંત્રાલયો/વિભાગોમાં સમન્વય સ્થાપિત કરીને યોજનાઓ/કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સના પરિણામ સ્વરૂપે રોજગારી પર નિયમિત ડેટા રેકોર્ડ કરવા વ્યવસ્થિત અભિગમ અપનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ ( Piyush Goyal ) પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આંતર-મંત્રાલય પરામર્શનું ( Inter-Ministerial Round Table Conference ) આયોજન કરવા માટે શ્રમ અને રોજગાર મંત્રાલયનાં ( Ministry of Labor and Employment ) પ્રયાસોની પ્રશંસા કરી હતી તથા એ બાબત પર ભાર મૂક્યો હતો કે, આ એક નિયમિત કવાયત હોવી જોઈએ.
કેન્દ્રીય બજેટ 2024-25 ( Union Budget 2024-25 ) યુવા અને રોજગાર-કેન્દ્રિત હોવાનું જણાવતાં ડો. માંડવિયાએ બજેટમાં જાહેર કરવામાં આવેલા વિસ્તૃત અને નવીન રોજગાર સાથે સંબંધિત પ્રોત્સાહન (ઇએલઆઇ) પેકેજ પર વિસ્તૃત વર્ણન કર્યું હતું, જેમાં નોકરીદાતાઓ અને કર્મચારીઓને લાભ આપવા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે ત્રણ યોજનાઓનો સમાવેશ થાય છે. તેમણે અંદાજપત્રમાં જાહેર કરાયેલા વિવિધ શ્રમ સુધારાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમ કે ઇ-શ્રમ પોર્ટલનું અપગ્રેડેશન અને સમાધાન અને શ્રમ સુવિધા પોર્ટલનાં નવીનીકરણનો સમાવેશ થાય છે.

Dr. Mansukh Mandaviya chaired an inter-ministerial roundtable on employment information
ડૉ. માંડવિયાએ પોતાનાં સંબોધનમાં ભારત સરકારમાં પ્રવર્તમાન રોજગારીનાં સર્જન પર વિવિધ ડેટા સ્રોતોને સંકલિત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે વિવિધ મંત્રાલયો અને વિભાગો અસંખ્ય યોજનાઓ અને પ્રોજેક્ટ્સનો અમલ કરી રહ્યા છે, જે મોટા પાયે રોજગાર સર્જન તરફ દોરી જાય છે, પરંતુ હાલમાં આ ડેટા સાઇલોમાં અસ્તિત્વમાં છે.
આ સમાચાર પણ વાંચો : Crocodile in BKC: મુંબઈની મીઠી નદીમાં 8 ફૂટનો મગર; શહેરીજનોનું ટેન્શન વધ્યું..
ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે, “રોજગારના વિવિધ ડેટા સ્ત્રોતો વચ્ચે જોડાણો બનાવવાની જરૂર છે, તેમને આત્મસાત કરવા અને સંકલિત કરવાની જરૂર છે, જેથી દેશમાં રોજગાર નિર્માણનું સર્વગ્રાહી ચિત્ર રજૂ કરે તેવી સિસ્ટમ વિકસાવી શકાય.”
આ લક્ષ્યાંકો હાંસલ કરવા માટે કેન્દ્રીય મંત્રીએ વિવિધ મંત્રાલયો/વિભાગો અને ઉદ્યોગોને સમાવતા કોર ગ્રૂપની રચના કરવાનું સૂચન કર્યું હતું, જે સમન્વય સ્થાપિત કરવા અને હાલ સાઇલોમાં અસ્તિત્વ ધરાવતાં પ્રયાસોને સંકલિત કરવા નિયમિતપણે બેઠક યોજશે.
કુશળ કર્મચારીઓ માટે ઉદ્યોગની માંગને માન્યતા આપીને કેન્દ્રીય મંત્રીએ યુવાનોને તેમની માંગણીઓને પહોંચી વળવા માટે પર્યાપ્ત કૌશલ્ય સેટ અને વ્યાવસાયિક લાયકાત સાથે તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઔદ્યોગિક સંસ્થાઓને યુવાનોને ઓળખવા અને તેમને ઇન્ટર્નશિપની તકો ઓફર કરવા પણ વિનંતી કરી હતી, જેથી નોકરીઓ સુરક્ષિત થાય અને જીવન સુધારવા માટે સરકારમાં જોડાય.

Dr. Mansukh Mandaviya chaired an inter-ministerial roundtable on employment information
આ ઉચ્ચ-સ્તરીય બેઠક દરમિયાન ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી) અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) જેવા ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે 19 વિવિધ મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સઘન વિચારમંથન સત્રમાં સામેલ થયા હતા અને મૂલ્યવાન સૂચનો અને આંતરદૃષ્ટિ વહેંચી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Navi Mumbai Building Collapse: નવી મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, અનેક લોકો ફસાયા હોવાની આશંકા, બચાવ કાર્ય ચાલુ.. જુઓ વિડીયો