Developed India Youth Parliament 2025: ડૉ. મનસુખ માંડવિયાએ કર્યું વિકસિત ભારત યુવા સંસદ 2025નું ઉદઘાટન,માંડવિયાએ યુવાનોને ભારતના ભવિષ્યને ઘડવા કહી આવી વાત

Developed India Youth Parliament 2025: ડો.મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં 2 દિવસીય વિકસિત ભારત યુવા સંસદ મહોત્સવ 2025ના રાષ્ટ્રીય રાઉન્ડનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા ખડસે પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

by Zalak Parikh
Dr. Mansukh Mandaviya inaugurated the Developed India Youth Parliament 2025

News Continuous Bureau | Mumbai

ડો.મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં 2 દિવસીય વિકસિત ભારત યુવા સંસદ મહોત્સવ 2025ના રાષ્ટ્રીય રાઉન્ડનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા ખડસે પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ભવ્ય કાર્યક્રમની યાત્રા 16 માર્ચ 2025થી 27 માર્ચ, 2025 સુધી જિલ્લા યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે શરૂ થઈ હતી. જિલ્લા યુવા સંસદ-2025ના વિજેતાઓએ 23થી 31 માર્ચ, 2025 સુધી રાજ્યની યુવા સંસદમાં ભાગ લીધો હતો, જેનું આયોજન ઘણી રાજ્ય વિધાનસભાઓમાં કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી કુલ 105 રાજ્ય કક્ષાના વિજેતાઓએ રાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન મેળવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ તેમના ઉદઘાટન પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ વર્ષની યુવા સંસદને વિક્સિત ભારતના વિઝન સાથે સંકલિત કરવામાં આવી છે. તેમણે યુવાનોના ઉત્સાહ પર ભાર મૂક્યો હતો અને નોંધ્યું હતું કે, 75,000થી વધુ યુવાનોએ આ પહેલનો ભાગ બનવા માટે એક મિનિટના વીડિયો સબમિટ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લા અને રાજ્ય સ્તરે આકરી પસંદગી કર્યા પછી, સહભાગીઓને આખરે પ્રતિષ્ઠિત સંસદમાં એકઠા કરવામાં આવે છે, આ એક એવું સ્થળ છે જ્યાં નેતાઓ અને નીતિ ઘડવૈયાઓએ ભારતના વર્તમાનને આકાર આપ્યો છે.ડૉ. માંડવિયાએ યુવા સહભાગીઓને તેમના વ્યવસાયને ધ્યાનમાં લીધા વિના ‘નેશન ફર્સ્ટ’ માનસિકતા અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વિકસિત ભારત યુવા સંસદ વિશે વાત કરી હતી, જે ભવિષ્યનાં નેતાઓને પ્રોત્સાહન આપે છે, જે યુવાન વ્યક્તિઓને અર્થપૂર્ણ ચર્ચાવિચારણામાં જોડાવાની તક આપે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકશાહી દલીલો પર નહીં પરંતુ રચનાત્મક વાતચીત દ્વારા નાગરિકોનાં દિલ જીતવા પર ખીલે છે.

કેન્દ્રીય મંત્રીએ ભારતની વિવિધતાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, મતભેદો હોવા છતાં, સંસદ એકતાના પ્રતીક તરીકે ઉભી છે. ભવિષ્ય માટે આશા વ્યક્ત કરતાં તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે, આજે ઉપસ્થિત ઘણાં યુવાનો સંસદ સભ્ય કે મંત્રી તરીકે સંસદમાં પરત ફરે. તેમણે લોકશાહીની તાકાત પર પણ ભાર મૂક્યો હતો, જે તમામને સમાન તકો પૂરી પાડે છે અને નોંધ્યું હતું કે, ભારતમાં સાધારણ પૃષ્ઠભૂમિમાંથી આવતી વ્યક્તિ પણ પ્રધાનમંત્રી બની શકે છે.ડો.માંડવિયાએ યુવાનોને સલાહ આપી હતી કે તેઓ વિકસિત ભારત પ્રત્યે પ્રતિજ્ઞા લેવા અને પરિણામોની ચિંતા કર્યા વિના આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરે. તેમના સંબોધનના સમાપનમાં, તેમણે સહભાગીઓને શીખવા માટે ખુલ્લા રહેવા પ્રોત્સાહિત કર્યા, એમ કહીને કે આ બે દિવસ જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત કરવા ઇચ્છુક લોકો માટે ખૂબ જ સમૃદ્ધ રહેશે.કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા ખડસેએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત યુવા સંસદ 2025 દરમિયાન આ યુવાનોના નેતૃત્વમાં સંવાદો ભારતના ભવિષ્યનો માર્ગ મોકળો કરશે. તેમણે આ વર્ષની યુવા સંસદનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જે પ્રધાનમંત્રી મોદીનાં ભારતને વિકસિત ભારત બનાવવાનાં વિઝન સાથે સુસંગત છે, જેમાં યુવાનો દેશને પ્રગતિ માટે પ્રદાન કરવાની સાથે-સાથે દેશને પ્રગતિ તરફ દોરી પણ જશે.

યુવા બાબતોના વિભાગના સચિવ શ્રીમતી મીતા રાજીવલોચને તેમના સ્વાગત પ્રવચનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકસિત ભારત યુવા સંસદ 2025 લોકશાહી પ્રત્યેની આપણી સામૂહિક પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે અને એક એવા મંચ તરીકે કામ કરે છે, જ્યાં દેશભરના યુવાનો જાહેર નીતિમાં સક્રિયપણે પ્રદાન કરી શકે છે.દિવસની શરૂઆત શક્તિશાળી ઉદઘાટન સમારંભથી થઈ હતી, ત્યારબાદ સહભાગીઓ દ્વારા પ્રારંભિક ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેને સંસદ સભ્ય ડો. મનસુખ માંડવિયા અને સુશ્રી શંભવી ચૌધરીની બનેલી જ્યુરી દ્વારા જજ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ બે પ્રશ્નોત્તરીકાળ સત્રો સાથે આગળ વધ્યો હતો, જેણે યુવા સંસદને મળેલા અનુભવનું હાર્દ રજૂ કર્યું હતું. દરેક પ્રશ્નકાળના સત્રમાં 18 ટીમોએ ભાગ લીધો હતો: સાંસદોનું પ્રતિનિધિત્વ કરતી 9 ટીમો અને મંત્રીઓનું પ્રતિનિધિત્વ કરતી 9 ટીમો. યુવા સાંસદોએ સમજદાર, નીતિ-આધારિત પ્રશ્નો ઉઠાવ્યા હતા, અને મંત્રીઓએ માળખાગત અને વિગતવાર જવાબ આપ્યો હતો.

પ્રશ્નોત્તરીકાળ 1 દરમિયાન, ટીમોએ વન નેશન, વન ઇલેક્શન (ઓએનઓઇ) પર ચર્ચા કરી હતી, જેમાં શાસન, વહીવટી શક્યતા, રાજકીય સ્થિરતા અને કાનૂની પડકારોની તપાસ કરવામાં આવી હતી, જેમાં યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા ખડસે અને સાંસદ ડો. ભાગવત કિશનરાવ કરાડ સહિત વિશિષ્ટ જ્યુરીની આંતરદૃષ્ટિનો સમાવેશ થાય છે. પ્રશ્નકાળ 2 માં વિકસિત ભારત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જ્યાં યુવા સાંસદોએ યુવા સશક્તિકરણ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ટકાઉપણા પર ચર્ચા કરી હતી, સાંસદો શ્રી સતનામ સિંહ સંધુ, શ્રી ધવલ લક્ષ્મણભાઈ પટેલ, અને યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી નીતેશ કુમાર મિશ્રાની બનેલી જ્યુરી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.આ પછી સંસદસભ્ય ડૉ.સુધાંશુ ત્રિવેદી દ્વારા વકતૃત્વ કૌશલ્ય પર એક સમજદાર માસ્ટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માસ્ટર ક્લાસે સહભાગીઓને અસરકારક જાહેર ભાષણની કળા, નેતૃત્વ અને સંસદીય ચર્ચાઓ માટે નિર્ણાયક કૌશલ્ય વિશે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરી હતી.

પ્રથમ દિવસે વિકસિત ભારત યુવા સંસદને પ્રચંડ સફળતા મળી હતી, જેણે એક પ્રેરણાદાયી નોંધ પર સમાપન કર્યું હતું, જેણે ચર્ચા, ચર્ચાઓ અને નીતિ નિર્માણની કવાયતના બીજા દિવસ માટેનો આકર્ષક અને અસરકારક રીતે મંચ તૈયાર કર્યો હતો.બીજા દિવસ પછી નવા સંસદ ભવનની મુલાકાત લેવામાં આવશે, જ્યાં તેઓ જીવંત કાર્યવાહીના સાક્ષી બનશે અને કાયદાકીય પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ કરશે. આ પછી એક રાષ્ટ્ર, એક ચૂંટણી, તેના સંભવિત અમલીકરણ મોડેલો, ચૂંટણીની ગતિશીલતા અને કેન્દ્ર-રાજ્ય સંબંધો માટે સૂચિતાર્થોની તપાસ કરવા પર કેન્દ્રિત ચર્ચા કરવામાં આવશે. આ એજન્ડામાં કાયદા અને ન્યાય મંત્રાલયનું પ્રતિનિધિત્વ કરતી એક ટીમની આગેવાનીમાં વિચાર-વિમર્શ સત્રનો પણ સમાવેશ થાય છે, જે મતદાન માટે ગૃહમાં પ્રસ્તાવ શરૂ કરશે. દિવસના અંતે, 2021-22 અને 2022-23 ના વર્ષ માટેના રાષ્ટ્રીય યુવા પુરસ્કારો એનાયત કરવામાં આવશે, જેમાં વિકસિત ભારત યુવા સંસદ પુરસ્કારો, 2025 ની સાથે યુવા નેતૃત્વમાં અસાધારણ યોગદાનની ઉજવણી કરવામાં આવશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More