News Continuous Bureau | Mumbai
Mansukh Mandaviya: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ એમવાય ભારત પોર્ટલની ( MY Bharat Portal ) અસરકારકતા વધારવાનાં પોતાનાં સતત પ્રયાસોમાં નવી દિલ્હીમાં રશિયામાં બ્રિક્સ ( BRICS ) સંગઠનનાં સભ્ય દેશોનાં યુવા શિખર સંમેલનમાં ભાગ લેનારા ભારતીય યુવા પ્રતિનિધિઓ ( Indian Youth Representatives ) સહિત વિવિધ ક્ષેત્રોમાં સંકળાયેલા યુવાનો સાથે એક ઇન્ટરેક્ટિવ સેશનની અધ્યક્ષતા કરી હતી.
આ જોડાણ ડૉ. માંડવિયાએ યુવાનો માટે એમવાય ભારત પ્લેટફોર્મને વન સ્ટોપ સોલ્યુશન બનાવવા માટે દેશભરના યુવા જૂથો સાથે યોજાયેલી શ્રેણીબદ્ધ બેઠકોનો એક ભાગ છે.

Dr. Mansukh Mandaviya interacted with the youth to increase the effectiveness of My Bharat Portal
યુવાનો આપણા દેશમાં જે પ્રચૂર ક્ષમતા અને ઊર્જા લાવે છે તેનો સ્વીકાર કરીને ડી. માંડવિયાએ જણાવ્યું હતું કે, “યુવાનોએ ( Indian Youth ) આપણા દેશની સુધારણામાં પ્રદાન કરવાની જવાબદારી સ્વીકારવી જોઈએ અને વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’નાં વિઝનને સાકાર કરવું જોઈએ.”
કેન્દ્રીય મંત્રીએ પોતાનાં સંબોધનમાં યુવાનો સાથે સુસંગત હોય તેવી પ્રવૃત્તિઓ સાથે માય ઇન્ડિયા પ્લેટફોર્મને સુસંગત કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને તેમને લાભ પ્રદાન કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રવૃત્તિઓ તેમની અસરને મહત્તમ બનાવવા માટે માય ભારત પ્લેટફોર્મ પર સ્પષ્ટપણે દર્શાવવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો: Gujarat : ગુજરાતના ગામડાઓની મહિલાઓ બની આત્મનિર્ભર, સખીમંડળની 8500 બહેનોએ ત્રણ મહિનામાં 5 હજાર મે. ટન લીંબોળી એકત્ર કરીને ₹4 કરોડની આવક મેળવી
આ બેઠકે યુવાનોને એમવાય ભારત પોર્ટલની અસરકારકતા વધારવા માટે એમવાય ભારત પોર્ટલ પર તેમનાં સૂચનો અને આંતરદૃષ્ટિ વહેંચવાની તક પ્રદાન કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ સહભાગીઓને માહિતી આપી હતી કે, તેમણે વહેંચેલા અભિપ્રાયો અને સૂચનો એમવાય ભારત પોર્ટલને સુધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રદાન યુવાનો વચ્ચે તેની પહોંચ વધારવા, પ્લેટફોર્મ તેમની જરૂરિયાતોને અસરકારક રીતે પૂર્ણ કરવા સુનિશ્ચિત કરવા અને રાષ્ટ્રીય વિકાસની પહેલોમાં વધારે જોડાણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે.

Dr. Mansukh Mandaviya interacted with the youth to increase the effectiveness of My Bharat Portal
કેન્દ્રીય મંત્રીએ યુવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા સૂચનો અને વિચારોની પ્રશંસા કરી હતી અને સુનિશ્ચિત કર્યું હતું કે, પોર્ટલને વધુ વિસ્તૃત કરવા માટે તેની તપાસ કરવામાં આવશે અને તેના પર કામ કરવામાં આવશે. યુવા બાબતોનાં વિભાગનાં સચિવની સાથે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Interacted with the members of the youth delegation who represented India at the BRICS Youth Summit held in Ulyanovsk, Russia
Had a fruitful discussion with the young friends.
The youth of today are the leaders of tomorrow, and we’re committed to nurturing their talents. pic.twitter.com/tF70HOOUb1
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 28, 2024
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
આ સમાચાર પણ વાંચો: Gujarat Rain: ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર