Delhi Air Pollution: દિલ્હી વાયુ પ્રદૂષણ મામલે સરકાર ગંભીર! પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ ડૉ. PK મિશ્રાએ ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની બેઠકની કરી અધ્યક્ષતા.

Delhi Air Pollution: પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ દિલ્હીમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની બેઠકની અધ્યક્ષતા કરી. દિલ્હીમાં હવાના પ્રદૂષણને રોકવા અને ઘટાડવા માટે હાથ ધરવામાં આવેલા ટૂંકા ગાળાના અને લાંબા પગલાંની સમીક્ષા કરી. દિલ્હીમાં લેન્ડ ફિલ સાઇટ્સની મંજૂરીની ધીમી ગતિ અને એમસીડી દ્વારા વેસ્ટ ટુ એનર્જી યોજનાઓના અમલીકરણમાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી

by Hiral Meria
Dr. P. K. Mishra chaired a meeting of a high-level task force to tackle air pollution in Delhi

 News Continuous Bureau | Mumbai

Delhi Air Pollution: પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ હવાના પ્રદૂષણ સામે લડવા માટે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં દિલ્હી સરકાર અને અન્ય હિતધારકોની દિલ્હીમાં વાયુ પ્રદૂષણને ઓછું કરવા માટે તાત્કાલિક અને લાંબા ગાળાનાં પગલાંનો અમલ કરવાની તત્પરતાનું મૂલ્યાંકન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રાલયો અને દિલ્હી વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓની બનેલી ટાસ્ક ફોર્સે ( High Level Task Force Meeting ) વર્તમાન વ્યૂહરચનાઓની સમીક્ષા કરી હતી અને પ્રદૂષણના પડકારને પહોંચી વળવા વધારાના નવીન પગલાઓની ચર્ચા કરી હતી. 

દિલ્હીના મુખ્ય સચિવે ( Dr PK Mishra ) , 2024 માટે શહેરના હવા ગુણવત્તા વ્યવસ્થાપન પ્રયત્નો પર એક વ્યાપક અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાંધકામ સંબંધિત ધૂળ, બાયોમાસ બર્નિંગ અને વાહનોના ઉત્સર્જનમાં મુખ્ય ફાળો આપવાનું ચાલુ રહે છે, ખાસ કરીને શિયાળાના મહિનાઓમાં જ્યારે સ્થિર હવામાનની સ્થિતિએ પરિસ્થિતિને વધુ ખરાબ કરી છે. તેમણે ઇલેક્ટ્રિક બસના કાફલામાં વધારો કરવા અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરવા, મિકેનાઇઝ્ડ રોડની સફાઇ, ધૂળને દબાવવા અને કચરો અને બાયોમાસને બાળતા અટકાવવાના પ્રયાસો સહિત કેટલાક ચાલુ પગલાંની પણ વિસ્તૃત વિગતો આપી હતી.

બેઠક દરમિયાન ડો.મિશ્રાએ સતત હવા ગુણવત્તાના મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી અને હાલના કાયદાઓના કડક અમલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, માર્ગો અને બાંધકામની પ્રવૃત્તિઓ એમ બંનેમાંથી ધૂળ નિયંત્રણ માટે પર્યાપ્ત પગલાં લેવાની જરૂર છે. ડૉ. મિશ્રાએ સડકોના કેન્દ્રીય કિનારાઓને હરિયાળા બનાવવા અને માર્ગોને મોકળા કરવા/હરિયાળા બનાવવા, ધૂળનું ઉત્પાદન ઓછું કરવા માટે રસ્તાની બાજુમાં ખુલ્લા વિસ્તારો માટે મિશન-મોડ અભિગમ અપનાવવાની વિનંતી કરી હતી. મિકેનાઇઝ્ડ રોડની સફાઇ, પૂરતી સંખ્યામાં એન્ટિ-સ્મોગ ગનનો ઉપયોગ અને નિયમિત પાણીના છંટકાવને પણ વધારવો જરૂરી છે, ખાસ કરીને ઉચ્ચ પ્રદૂષણવાળા હોટસ્પોટ્સમાં અને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી) હેઠળના સમયગાળા દરમિયાન. તેમણે બાંધકામ અને ડિમોલિશન સાઇટ્સ પર ધૂળ નિયંત્રણના પગલાંની દેખરેખ વધારવા અને કડક અમલ કરવા તેમજ બાંધકામ સામગ્રી અને કાટમાળનું પરિવહન એવી રીતે કરવામાં આવે છે કે જેથી રસ્તાઓ પર ધૂળના પ્રદૂષણને અટકાવી શકાય તે સુનિશ્ચિત કરવામાં આવે.

આ ચર્ચામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને પણ મુખ્યત્વે દર્શાવવામાં આવ્યું હતું, જેમાં ડો.મિશ્રાએ મ્યુનિસિપલ ઘન કચરો અને બાયોમાસને ખુલ્લેઆમ સળગતો અટકાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જે શિયાળાના મહિનાઓમાં હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર ફાળો આપે છે. પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવે દિલ્હીમાં ( Air Pollution ) જમીન ભરવાનાં સ્થળોની મંજૂરીની ધીમી ગતિ અને એમસીડી દ્વારા વેસ્ટ ટુ એનર્જી યોજનાઓનાં અમલીકરણમાં થઈ રહેલા વિલંબ પર ચિંતા વ્યક્ત કરી હતી. ડૉ. મિશ્રાએ ખાસ કરીને ઇએફએન્ડસીસી મંત્રાલય, એમઓએચયુએ અને એમસીડીને આ સમસ્યાઓનું સમાધાન કરવા અને વિવિધ શમન પગલાંનાં અમલીકરણને સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપી હતી.

આ સમાચાર પણ વાંચો :  PM Modi East Asia Summit: PM મોદીએ 19મી પૂર્વ એશિયા સમિટમાં આપી હાજરી, ઈન્ડો-પેસિફિકમાં આ મહત્વ મુદ્દાઓ પર વિચારોનું કર્યું આદાન-પ્રદાન

દિલ્હી ( Delhi ) અને પડોશી રાજ્યોમાં મોસમી વાયુ પ્રદૂષણનો ( Delhi Air Pollution ) મોટો સ્ત્રોત, કૃષિ પરાળ સળગાવવાની કામગીરી પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. દિલ્હીમાં ડાંગરનો વિસ્તાર પ્રમાણમાં નાનો હોવા છતાં, ડો. મિશ્રાએ આસપાસના વિસ્તારો માટે નમૂનારૂપ તરીકે શહેરમાં પરાળ સળગાવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે નાબૂદ કરવાની હાકલ કરી હતી.

ડો. મિશ્રાએ ઇલેક્ટ્રિક ગતિશીલતા તરફના સ્થળાંતરને વેગ આપવાનું પણ નિર્દેશ આપ્યું હતું. તેમણે ભવિષ્યની નોંધણીઓ ઇલેક્ટ્રિક વાહનોને પ્રાથમિકતા આપે તે સુનિશ્ચિત કરવા સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવા અપીલ કરી હતી, ખાસ કરીને વાણિજ્યિક કાફલાઓ, સરકારી સેવાઓ અને જાહેર પરિવહન માટે. આ પ્રયાસ, ઇલેક્ટ્રિક બસના કાફલાના વિસ્તરણ સાથે – 2026 સુધીમાં 8,000 સુધી પહોંચવાનો છે – અને 2025-26 સુધીમાં 18,000 વાહન ચાર્જિંગ સ્ટેશનોની સ્થાપના, વાહનોના પ્રદૂષણને ઘટાડવામાં એક નિર્ણાયક પગલું હશે.

ઉપરોક્ત પગલાં ઉપરાંત, દિલ્હીમાં અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવાના મહત્ત્વ પર પણ ચર્ચા કરવામાં આવી હતી, જેથી ડીઝલ જનરેટર્સ પરની નિર્ભરતા ઘટાડી શકાય, જે હવાના પ્રદૂષણમાં ફાળો આપે છે, ખાસ કરીને વીજ કાપ દરમિયાન. ડો. મિશ્રાએ અધિકારીઓને ડીજી સેટ્સ માટે નિર્ધારિત ઉત્સર્જન નિયંત્રણ પગલાંનું પાલન સુનિશ્ચિત કરવા ઉદ્યોગો અને વ્યાપારી મથકોની નિરીક્ષણ વધારવા નિર્દેશ આપ્યો. તદુપરાંત, જીઆરએપી (GRAP) પગલાંના સખત અમલીકરણ, જે હવાની ગુણવત્તાની કથળતી જતી સ્થિતિને ગતિશીલ રીતે પ્રતિભાવ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે, તેના પર ઉચ્ચ પ્રદૂષણ ધરાવતા શિયાળાના મહિનાઓ દરમિયાન આવશ્યક તરીકે ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકનું સમાપન દિલ્હીમાં હવાના પ્રદૂષણને રોકવા માટે સંકલિત અને ટકાઉ રીતે કામ કરવા માટે તમામ હોદ્દેદારોની દ્રઢ પ્રતિબદ્ધતા સાથે કરવામાં આવ્યું હતું. ડો. મિશ્રાએ આ પ્રયાસો અસરકારક રહે તે સુનિશ્ચિત કરવા માટે ક્ષેત્ર સ્તરે સતત દેખરેખ, નિયમિત સમીક્ષાઓ અને અનુકૂલનશીલ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ ટાસ્ક ફોર્સ, જેમાં દિલ્હી સરકાર, કેન્દ્રીય મંત્રાલયોના પ્રતિનિધિઓ સામેલ છે, જેમાં સચિવ એમઓએચયુએ, સચિવ એમઓઇએફસીસી, દિલ્હી પોલીસ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી), દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ), નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (એનડીએમસી) અને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ) સામેલ છે, ખાસ કરીને આગામી શિયાળાની ઋતુમાં દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઓછું કરવાના તેમના સામૂહિક સંકલ્પની પુષ્ટિ કરી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Paetongtarn Shinawatra: PM મોદીએ પૂર્વ એશિયા સમિટમાં થાઈલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત, વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની કરી ચર્ચા

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More