News Continuous Bureau | Mumbai
Padma Shri: ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના ડૉ. રઘુવીર ચૌધરી, શ્રી હરીશ નાયક (મરણોપરાંત), ડૉ. શૈલેષ નાયક અને ડૉ. દયાલ એમ. પરમારને આજે નવી દિલ્હીમાં યોજાયેલા સિવિલ ઇન્વેસ્ટીચર સેરેમનીમાં પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ડૉ. રઘુવીર ચૌધરી અને શ્રી હરીશ નાયક (મરણોપરાંત)ને સાહિત્ય અને શિક્ષણમાં સન્માનિત કરાયા અને ડૉ. શૈલેષ નાયકને સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ ક્ષેત્રે પદ્મશ્રી અને મેડીસીન ક્ષેત્રે ડૉ. દયાલ એમ. પરમારને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
Padma Shri: પારિતોષિક વિજેતાઓના જીવન અને કાર્યોની સંક્ષિપ્ત માહિતી નીચે મુજબ છેઃ
ડૉ. રઘુવીર ચૌધરી ( Dr. Raghuveer Chaudhary ) , પદ્મશ્રી

Dr. Raghuveer Chaudhary, Mr. Harish Nayak (posthumous), Sailesh Nayak, Dr. Dayal M. Parmar awarded Padma Shri by President of India.
ડૉ. રઘુવીર ચૌધરી એક નવલકથાકાર, કવિ અને વિવેચક છે, તેમજ સમકાલીન ગુજરાતી સાહિત્યમાં એક પ્રખ્યાત વ્યક્તિ છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીની પોસ્ટ ગ્રેજ્યુએટ લેંગ્વેજ સ્કૂલમાં હિન્દી વિભાગના પ્રોફેસર અને વડા હતા. તેઓ એક સાચા ભારતીય લેખક છે. સામાજિક ચેતનાથી ભરપૂર, માનવતામાં ખૂબ વિશ્વાસ અને પ્રકૃતિ પ્રત્યે અપાર પ્રેમ ધરાવતા લેખક છે. તેઓ સમકાલીન ગુજરાતી સાહિત્યિક પરિદ્રશ્યમાં સૌથી રસપ્રદ લેખક તરીકે તેઓ પ્રખ્યાત અને આદરણીય છે અને તેમના વાચક અને વિવેચક બંને દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવે છે.
05 ડિસેમ્બર, 1938નાં રોજ જન્મેલા ડૉ. રઘુવીર અત્યંત સહાનુભૂતિ ધરાવતા લેખક છે, જેઓ આધ્યાત્મિકતા અને વિજ્ઞાન, વાસ્તવિકતા અને લાગણી, વિચારશીલતા અને ભાવુકતામાં વિશ્વાસ રાખે છે. તેમણે 125થી વધુ પુસ્તકો લખ્યા છે, જેમાં 44 નવલકથા, 12 લઘુ કથા સંગ્રહ, 8 કાવ્ય સંગ્રહ ઉપરાંત નાટક, યાત્રા વૃત્તાંત, જીવનચરિત્ર આકૃતિ, આલોચના વગેરેના સંગ્રહનો સમાવેશ થાય છે.
ડૉ. રઘુવીર ‘ગ્રામભારતી ગ્રામવિદ્યાપીઠ’, ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’ના મેનેજિંગ ટ્રસ્ટી, ‘આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ’ના ચેરમેન અને ટ્રસ્ટી તેમજ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના ટ્રસ્ટી છે.
ડૉ. રઘુવીરને 2013માં સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી અને 2015 તેમને 51મો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને 1977માં તેમની નવલકથા ‘ઉપર્વાસ કથાત્રે’ માટે સાહિત્ય અકાદમીના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાત રાજ્ય દ્વારા પ્રદાન કરવામાં આવેલ પુરસ્કાર (1965-1970), ઓડિયન્સ ફાઉન્ડેશન એવોર્ડ (1995), કે. એમ. મુનશી ગોલ્ડ મેડલ, ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર (2002), ગુજરાત રાજ્ય હિન્દી સાહિત્ય અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર (2007), મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો કવિ નર્મદ એવોર્ડ (2010), કેન્દ્રીય હિન્દી સંસ્થાના મહાપંડિત રાહુલ સંકૃત્યાયન પુરસ્કાર (2014), અને ગોવર્ધનરામ એવોર્ડ (2017)નો સમાવેશ થાય છે.
( Lakshmi Harish Nayak ) લક્ષ્મી હરીશ નાયક (મરણોપરાંત), પદ્મશ્રી

Dr. Raghuveer Chaudhary, Mr. Harish Nayak (posthumous), Sailesh Nayak, Dr. Dayal M. Parmar awarded Padma Shri by President of India.
શ્રી હરીશ નાયક ગુજરાતી બાળસાહિત્યના ખ્યાતનામ લેખક અને રસપ્રદ વાર્તાકાર હતા.
28 ઓક્ટોબર, 1926નાં રોજ ગુજરાતના સુરતમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા શ્રી નાયકે 1943માં મેટ્રિક કર્યું અને પછી લેખન કાર્યનો પ્રારંભ કર્યો. તેઓ ક્યારેય અટક્યા નહીં અને જીવનના અંતિમ દિવસોમાં પણ બાળકો માટે ઉત્સાહપૂર્વક લખવાનું ચાલુ રાખ્યું.
શ્રી નાયકે 500થી વધુ પુસ્તકોમાં 2000 વધુ વાર્તાઓ લખી છે. તેમના લેખન કાર્યમાં પ્રાણીઓ, ક્રિયા અને સાહસ, યુદ્ધ, સંગીત જેવા વિવિધ વિષયો પર વાર્તાઓ અને નાટકો, ધર્મ અને પૌરાણિક કથાઓ, વિજ્ઞાન અને અવકાશ, જીવનચરિત્ર, કોમેડી, રેડિયો ડ્રામા, ભવાઈ, બાળગીતો અને હાલરડા, પરીકથાઓ અને આંતરરાષ્ટ્રીય સાહિત્યના રુપાંતરણોનો સમાવેશ થાય છે. તેમણે ઝગમગ (જ્યાં તેમની વાર્તાઓ હજી પણ છાપવામાં આવે છે), બાળ સંદેશ અને રમકડું જેવા બાળ સામયિકોમાં લખ્યું છે. જેમાં, તેમણે ઘણાં યાદગાર કાલ્પનિક પાત્રો બનાવ્યાં અને વાસ્તવિક જીવનના નાયકો અને સૈનિકો વિશે પણ લખ્યું. તેમણે પોતાનું પ્રકાશન શરૂ કર્યું અને 1980 તેમણે “નાયક” નામથી એક માસિક સામયિક પ્રકાશિત કર્યું હતું. તેમણે વાંચવાનું શીખતા બાળકો અને પ્રૌઢ શિક્ષણ માટે “જોડાક્ષર” વિના મોટા ફોન્ટમાં પુસ્તકો પ્રકાશિત કર્યા છે. પુસ્તકો એક રૂપિયાના નજીવા ભાવે વેચવામાં આવ્યા હતા. હરક્યૂલિસની વાર્તાઓ અને જૂલ્સ વર્નેની ક્લાસિક વિજ્ઞાન કથાઓ જેવાં તેમના રુપાંતરણોએ ગુજરાતી વાચકો માટે સુલભ બનાવ્યું. તેમની રચનાઓને મરાઠી, હિન્દી, સિંધી અને અન્ય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: PBKS vs RCB: મુંબઈ પછી પંજાબ પણ IPLમાંથી બહાર, વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શન બાદ બેંગલુરુની આશા હજી અકબંધ.
શ્રી નાયક એક પ્રખર કથાવાચક પણ હતા. 1979માં વિશ્વ બાળ વર્ષ દરમિયાન, તેમણે અમદાવાદમાં 400 મ્યુનિસિપલ શાળાઓ અને 100 ખાનગી શાળાઓમાં 5 લાખથી વધુ બાળકોને વાર્તાઓ સંભળાવી હતી. તેમણે બાળકોના કેન્સર વોર્ડ, માનસિક અને શારીરિક રીતે અશક્ત બાળકોના વોર્ડ, અનાથાશ્રમો અને ઝૂંપડપટ્ટીઓમાં એક વાર્તાકાર તરીકે સ્વૈચ્છિક સેવા આપી હતી. તેઓ તમામ બાળકોને આનંદિત, પ્રોત્સાહિત કરવા અને તેમનું ઉત્થાન કરવા માંગતા હતા.
શ્રી નાયકને તેમના પુસ્તકો માટે 1960થી 1981 સુધી ગુજરાત સરકાર દ્વારા 6 વખત ગુજરાત સાહિત્ય પરિષદ સર્વશ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર અને ત્યારબાદ સાહિત્ય અકાદમી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 40 વર્ષ સુધી બાળ લેખન અને 25 વર્ષ સુધી કથાવાર્તા માટે 1985માં નેશનલ કૉન્ફરન્સ ઓન ચિલ્ડ્રન એજ્યુકેશન દ્વારા લોંગ એન્ડ્યુરન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, 1989માં અખિલ ભારતીય બાળ કુમાર સભા (મરાઠી, પુણે) દ્વારા સન્માનિત કરવામાં આવ્યા, 1990માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગિજુભાઈ બધેકા એવોર્ડ, 1993માં પ્રેરણાદાયી રાષ્ટ્રની વાર્તાઓ માટે એનસીઇઆરટી એવોર્ડ, 1997માં નેશનલ એજ્યુકેશન રિસર્ચ સેન્ટર એવોર્ડ અને 1998માં મરાઠી બાળકુમાર સાહિત્ય સભા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને 2007માં તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના હસ્તે રાષ્ટ્રપતિ સન્માન મળ્યું, 2008માં નર્મદ સાહિત્ય સભા ફ્રેનીબેન એવોર્ડ, 2016માં બાળસાહિત્ય માટે ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 2017માં સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
શ્રી નાયકનું 24 ઓક્ટોબર, 2023ના રોજ નિધન થઈ ગયું.
ડૉ. શૈલેષ નાયક ( Dr. Sailesh Nayak ) , પદ્મશ્રી

Dr. Raghuveer Chaudhary, Mr. Harish Nayak (posthumous), Sailesh Nayak, Dr. Dayal M. Parmar awarded Padma Shri by President of India.
ડૉ. શૈલેષ નાયક આબોહવા પરિવર્તન, હવામાન સેવાઓ, ધ્રુવીય વિજ્ઞાન, ભૂ-વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન અને મૉડેલિંગ, મહાસાગર સર્વેક્ષણ, સંસાધનો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે ઓળખાય છે. વર્તમાનમાં સંશોધન માટે તેમની રુચિના વિષયોમાં વાદળી અર્થતંત્ર, સાતત્યપૂર્ણ વિકાસ અને વિજ્ઞાન મુત્સદ્દીગીરી માટેની વ્યૂહરચનાના નિર્માણનો સમાવેશ થાય છે.
ડૉ. નાયકનો જન્મ 21 ઓગસ્ટ, 1953નાં રોજ થયો હતો. તેમણે 1980માં એમ. એસ. યુનિવર્સિટી, બરોડાથી ભૂસ્તરશાસ્ત્રમાં પીએચડી કર્યું. તેઓ 1978 ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં વૈજ્ઞાનિક બન્યા, અને બાદમાં બઢતી મેળવીને દરિયાઇ અને જળ સંસાધન જૂથના નિયામક બન્યા. હાલમાં, તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ, બેંગલુરુના ડાયરેક્ટર, ટી.ઈ.આર.આઈ. સ્કૂલ ઓફ એડવાન્સ સ્ટડીઝ, દિલ્હીના ચાન્સેલર, જર્નલ ઓફ ધ ઇન્ડિયન સોસાયટી ઓફ રિમોટ સેન્સિંગના એડિટર-ઇન-ચીફ, ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હીના આજીવન ટ્રસ્ટી છે. તેઓ અર્થ સિસ્ટમ સાયન્સ ઓર્ગેનાઇઝેશન (ઇએસએસઓ)ના અધ્યક્ષ હતા અને ઓગસ્ટ 2008થી 2015 સુધી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (એમ.ઓ.ઈ.એસ.), ભારત સરકારના સચિવ હતા. તેમનું મુખ્ય યોગદાન સમુદ્રના રંગો, સંકલિત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ, બરફ અને ગ્લેશિયર અધ્યયન અને જળ સંસાધન પર ઉપગ્રહ પ્રાપ્ત કરેલા ડેટાના ઉપયોગથી સંબંધિત કેટલાક રાષ્ટ્રીય કક્ષાના પ્રોજેક્ટ્સની સંકલ્પના, આયોજન અને અમલીકરણમાં હતું. ભારતીય દરિયાકિનારા પર વિસ્તૃત માહિતીનું સર્જન કોસ્ટલ એક્ટિવિટી રેગ્યુલેશને કોસ્ટલ ઝોન ઝોનિંગ પોલિસીના વિકાસને પ્રભાવિત કર્યો છે તથા પર્યાવરણ અને વન મંત્રાલય, ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોસ્ટલ ઝોન રેગ્યુલેશન નોટિફિકેશન તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ડૉ. નાયકને મે 2006માં ભારતીય રાષ્ટ્રીયમાં સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ (INCOIS), હૈદરાબાદના ડાયરેક્ટર પદે નિમણૂંક કરવામાં આવ્યા હતા. ESSO-INCOISમાં તેમણે હિંદ મહાસાગરમાં સુનામી અને તોફાનના કારણે ઉછળતા મોટા મોજાઓ માટે અત્યાધુનિક પ્રારંભિક ચેતવણી પ્રણાલીની સ્થાપના કરી. તેમણે મરીન જીઆઇએસની વિભાવના આપી અને તેના વિકાસમાં ભૂમિકા ભજવી. તેમણે માછીમારી માટેનાં સંભવિત વિસ્તારો, ઓશન સ્ટેટ ફોરકાસ્ટિંગ અને ઇન્ડિયન એગ્રિકલ્ચર પ્રોજેક્ટ પર પરામર્શ સેવાઓને સુધારવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે. તેઓ ઈન્ડિયન સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (ઈન-સ્પેસ), ફાઉન્ડેશન ફોર ઈકોલોજિકલ સિક્યુરિટી, આણંદ અને નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ, ચેન્નાઈના ગવર્નિંગ બોર્ડના સભ્ય છે. તેઓ રાષ્ટ્રીય બ્લૂ ફ્લેગ સમિતિ, ઇએસએસઓ -નેશનલ એન્ટાર્કટિક એન્ડ ઓશન રિસર્ચ મધ્ય, ગોવાની સંશોધન સલાહકાર સમિતિ, ઇએસએસઓ-નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ, ચેન્નાઈ, વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન ભૂસ્તરશાસ્ત્ર, દહેરાદૂનની જ્યુરીના અધ્યક્ષ છે.
આ સમાચાર પણ વાંચો: BPCL: મહારત્ન ઓઈલ કંપનીએ પાંચમી વખત બોનસ આપવાની તૈયારીમાં, શેરમાં આવ્યો ઉછાળો..
ડૉ. નાયક ઇન્ડિયન જિયોફિઝિકલ એસોસિએશન, હૈદરાબાદ અને ઇન્ડિયન મેન્ગ્રોવ સોસાયટીના પ્રમુખ છે. તેઓ 2015-2017 દરમિયાન આંતરરાષ્ટ્રીય જિયોલોજિકલ કોંગ્રેસના પ્રમુખ હતા. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય જર્નલમાં તેમના લગભગ 190 પેપર પ્રકાશિત થયા છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના આમંત્રણ પર લગભગ 200 વ્યાખ્યાન આપ્યા છે. તેઓ ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી, નવી દિલ્હી, ભારતીય વિજ્ઞાન એકેડેમી, બેંગાલુરુ, રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડેમી, ભારત, અલ્હાબાદ, ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ફોટોગ્રામેટ્રી એન્ડ રિમોટ સેન્સિંગ (ISPRS) અને શિક્ષણવિદો ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ એસ્ટ્રોનોટિક્સ, પેરિસના ફેલો છે.
આંધ્ર યુનિવર્સિટી દ્વારા ડૉ. નાયકને 2011માં, આસામ યુનિવર્સિટી દ્વારા 2013માં અને એમિટી યુનિવર્સિટીની દ્વારા 2015માં ડૉક્ટર ઓફ સાયન્સની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ. નાયકે આઈ.જી.યુ.-હરિ નારાયણ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ ઈન જીઓસાયન્સિસ-2013માં, આઈએસસીએ વિક્રમ સારાભાઈ સ્મારક પુરસ્કાર 2012, રિમોટ સેન્સિંગ સોસાયટી ઓફ ઇન્ડિયા, દહેરાદૂન દ્વારા 2009 માટે ભાસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ડો. દયાલ પરમાર, પદ્મશ્રી

Dr. Raghuveer Chaudhary, Mr. Harish Nayak (posthumous), Sailesh Nayak, Dr. Dayal M. Parmar awarded Padma Shri by President of India.
“દયાલમુનિજી” તરીકે જાણીતા ડૉ. દયાલ એમ. પરમારજી સંસ્કૃતના પ્રખર વિદ્વાન, આયુર્વેદ ચિકિત્સક, પ્રોફેસર, લેખક અને સમર્પિત અનુવાદક છે.
ટંકારા, ગુજરાતના એક અત્યંત સામાન્ય નિમ્ન મધ્યમવર્ગીય પરિવારમાં 28 ડિસેમ્બર, 1934નાં રોજ જન્મેલા ડૉ. પરમારે પ્રાથમિક શિક્ષણ વર્ષ 1947માં ટંકારામાં પૂર્ણ કર્યું હતું. તેઓ આર્ય સમાજમાં સંસ્કૃત શીખ્યા અને તેમાં અસાધારણ નિપુણતા દર્શાવતા, મહર્ષિ દયાનંદે વિવિલાક્ષી વિદ્યાલયમાં શિક્ષક તરીકે પોતાની સેવાઓ પૂરી પાડી હતી. જે બાદ, વર્ષ 1968માં શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદ કોલેજમાંથી તેમણે આયુર્વેદમાં બીએસએએમની પદવી મેળવી હતી.
ડૉ. પરમારશ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદ કોલેજમાં ડિરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરતા, સેવાનિવૃત્ત થયા ત્યાં સુધી તેઓ ફિઝિયોલોજી વિભાગના ચેરમેનના હોદ્દા પર રહ્યા હતા. આ સમય દરમિયાન તેમણે આયુર્વેદના પ્રાધ્યાપકનું પદ સંભાળ્યું અને એક પ્રખર લેખક અને સંશોધક તરીકેની તેમની યાત્રા ચાલુ રાખી. તેમણે આયુર્વેદ પર 18 પુસ્તકો લખ્યા છે જેને આયુર્વેદિક યુનિવર્સિટીઓમાં સંદર્ભ પુસ્તકો તરીકે માન્યતા આપવામાં આવી છે. તેમની નોંધપાત્ર કૃતિઓમાં ચરક સંહિતા અને અન્ય મૂળ ગ્રંથોના વિગતવાર અર્થઘટનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સેવાનિવૃત્તિ બાદ તેમણે તેમના જીવનના 20 મૂલ્યવાન વર્ષો આર્ય સમાજ ટંકારાની આયુર્વેદિક હોસ્પિટલમાં માનદ સેવા તરીકે અર્પણ કર્યા હતા. તેમણે હજારો દર્દીઓની સારવાર કરી અને તેમની સેવાથી અન્ય ઘણા લોકોના જીવનમાં સુધારો થયો છે.
ડો. પરમારની સાહિત્યિક સિદ્ધિઓમાં તમામ ચારેય વેદોને સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદિત કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય સામેલ હતું, જેમાં 20,000થી વધુ મંત્ર અને 700,000થી વધુ શબ્દો સામેલ છે. તેઓ શ્રી આચાર્ય જ્ઞાનેશ્વરજી, વાનપ્રસ્થ સાધક આશ્રમ, રોજડથી ખૂબ જ પ્રેરિત હતા. તેમણે 50થી વધુ પુસ્તકો લખ્યા, જેમાં ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત આયુર્વેદ અંગેના 18 સંદર્ભ પુસ્તકોનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો: Western Railway Special Block : પશ્ચિમ રેલવેના મુસાફરો માટે મોટા સમાચાર! આ બ્રિજના તોડકામ માટે શનિવારે મધ્યરાત્રિના રહેશે વિશેષ બ્લોક, કેટલીક લોકલ ટ્રેન થશે રદ્દ.
ડો.પરમારને અસંખ્ય સન્માનો અને પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. વર્ષ 2007માં, તેમને ગુજરાતના રાજ્યપાલ દ્વારા આયુર્વેદ ચૂડામણી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ પછી વર્ષ 2009માં રાજ્યુકોન દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અને 2010માં આર્ય સમાજ, મુંબઇ દ્વારા આર્ય કર્મયોગી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 2015માં, ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીએ તેમને ડોક્ટર ઓફ લિટરેચર (આયુર્વેદ)ની પદવી એનાયત કરી હતી અને વર્ષ 2020માં તેમને ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.