DRDOના ડિરેક્ટર વિદેશમાં પાકિસ્તાની જાસૂસોને મળ્યા – ATS

અહેવાલ છે કે તે છ મહિનાથી મોબાઈલ ફોન દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર સેવાઓ સાથે સંબંધિત એક મહિલાના સંપર્કમાં હતા.

by Dr. Mayur Parikh
પુણે ડીઆરડીઓના સાયન્ટિસ્ટ બાદ વધુ એક અધિકારી હની ટ્રેપની જાળમાં ફસાયો, એન્ટી ટેરરિઝમ સ્કવોડે કરી આ મોટી કાર્યવાહી..

News Continuous Bureau | Mumbai

ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના ડાયરેક્ટર પ્રદીપ કરુલકરની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ડીઆરડીઓના ડાયરેક્ટર પાકિસ્તાનની ગુપ્તચરોની હની ટ્રેપમાં ફસાઈ ગયા. જે બાદ તેણે પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ ઓપરેશનમાં ભાગ લીધો હતો અને પાકિસ્તાનને માહિતી પૂરી પાડી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે ડાયરેક્ટર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે.

એટીએસને માહિતી મળી છે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના ડિરેક્ટર અને વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકર વિદેશમાં પાકિસ્તાની જાસૂસોને મળ્યા હતા. તેથી, કુરુલકર પાકિસ્તાની ગુપ્તચર દ્વારા હની ટ્રેપમાં ફસાઈ ગયા પછી, તેની વિદેશની મુલાકાતો કેવી રીતે અને ક્યારે થઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

અહેવાલ છે કે તે છ મહિનાથી મોબાઈલ ફોન દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર સેવાઓ સાથે સંબંધિત એક મહિલાના સંપર્કમાં હતો. જેથી ATSએ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ સમાચાર પણ વાંચો : હાશકારો.. WHO ની મોટી જાહેરાત- હવે ખતમ થઈ ગયો કોરોના, કોવિડ હવે નથી રહ્યો વૈશ્વિક મહામારી..

Join Our WhatsApp Community

You may also like