News Continuous Bureau | Mumbai
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન એટલે કે ડી.આર.ડી.ઓ(DRDO) અને ભારતીય નૌકાદળે (Indian Navy) મંગળવારે ઓડિશાના કિનારે (Coast of Odisha) ચાંદીપુર ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ(Chandipur Integrated Test Range) પરથી વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ(Vertical launch short range surface-to-air missile) (જમીનથી હવામાં મારણ કરનારી મિસાઇલ)નું સફળતાપૂર્વક પરીક્ષણ (Tested successfully) કર્યું છે. મિસાઇલોએ ચોકસાઇ પૂર્વક પ્રહાર કર્યો અને લક્ષ્યોને સફળતાપૂર્ણ નષ્ટ કરી દીધા હતા.
ભારતીય નૌકાદળના જહાજ પરથી હાઇ સ્પીડ માનવરહિત હવાઈ લક્ષ્યની સામે મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યો હતો. સ્વદેશી રેડિયો ફ્રીક્વન્સીને(indigenous radio frequencies) કેપ્ચર કરવાની ક્ષમતાથી સજ્જ મિસાઇલોએ ઉચ્ચ ચોકસાઈ સાથે લક્ષ્યને ભેદવામાં સફળ રહી હતી. વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ(Vertical Launch Short Range Surface-to-Air Missile System) ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO) દ્વારા સ્વદેશી રીતે ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતાની બબીતાજીનું વર્ષો જૂનું દર્દ આવ્યું બહાર-સોશિયલ મીડિયા પર ચાલેલા અભિયાન દરમિયાન જણાવી હતી પોતાની આપવીતી
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં ડીઆરડીઓએ બીજું સફળ પરીક્ષણ કર્યું છે. આ પહેલા ૪ ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના અહમદનગર (Ahmednagar) ખાતે ભારતીય સેના(Indian Army) દ્વારા KK રેન્જમાં સ્વદેશી રીતે વિકસિત લેઝર-ગાઈડેડ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ(Developed laser-guided anti-tank guided missile) અને આર્મર્ડ મેઈન બેટલ ટેન્ક અર્જુનનું(Armored Main Battle Tank Arjun) સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન મુખ્ય કેન્દ્ર અને શાળાના સહયોગથી સફળતાપૂર્વક પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.