ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર.
પીનાકા રોકેટ લોન્ચર પ્રણાલીની ક્ષમતામાં વધારો કરતાં DRDO એ શનિવારે તેનું એક નવું વર્ઝન પીનાકા ERનું સફળ પરીક્ષણ કર્યું છે.
DRDOએ પોખરણ રેન્જમાં પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમના નવા વેરિઅન્ટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
DRDO એ તેને પૂણેની IRDE અને હાઇ એનર્જી મટિરિયલ રિસર્ચ લેબોરેટરી સાથે મળીને ડિઝાઇન કર્યું છે.
આ સિસ્ટમને નવી ટેક્નોલોજી સાથે ઉભરતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
આ ટેકનિકને ભારતીય ઉદ્યોગ ક્ષેત્રને સોંપવામાં આવી હતી અને જાણકારી અનુસાર ER પીનાકા છેલ્લા એક દશકથી સેનામાં સેવા આપી રહી છે અને તેનું આ બેસ્ટ વર્ઝન છે.
તાજેતરમાં, ચીન સાથેના તણાવ વચ્ચે, ભારતે તેની બાહુબલી ‘પિનાક’ રોકેટ સિસ્ટમને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તૈનાત કરી છે.
ભગવાન શિવના ધનુષ ‘પિનાક’ના નામ પરથી આ મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર સંપૂર્ણપણે સ્વદેશી છે, જેને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.