E20 Fuel Row પેટ્રોલ પંપ પર ઇથેનોલ મિશ્રણ દર્શાવવાની માંગ, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો સ્પષ્ટ ઇનકાર

E20 Fuel Row સુપ્રીમ કોર્ટે (Supreme Court) પેટ્રોલ પંપો પર વેચાતા ઇંધણમાં ઇથેનોલ (Ethanol) નું પ્રમાણ દર્શાવવા અંગેની અરજી ફગાવી દીધી છે.

by Mayuri Jabar
E20 Fuel Row  પેટ્રોલ પંપ પર ઇથેનોલ મિશ્રણ દર્શાવવાની માંગ, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો સ્પષ્ટ ઇનકાર

 

News Continuous Bureau | Mumbai

E20 Fuel Row સુપ્રીમ કોર્ટે પેટ્રોલ પંપો પર ગ્રાહકોને અપાતા બિલમાં ઇથેનોલ ની ચોક્કસ ટકાવારી લખવાના નિર્દેશ આપવાની માગ કરતી અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

E20 Fuel Row – જસ્ટિસ એમએમ સુંદેશ અને પીબી વરાલેની બેન્ચનો મહત્વનો નિર્ણય

દેશમાં ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (Ethanol blended petrol) ના વેચાણને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ એમએમ સુંદેશ (Justice MM Sundresh) અને પીબી વરાલે (Justice PB Varale) ની બેન્ચે આ મામલે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. અદાલતના આ વલણથી અરજદારને રાહત મળી નથી, જેઓ ગ્રાહકોના અધિકારો અને ઇંધણની શુદ્ધતા અંગે સ્પષ્ટતા ઇચ્છતા હતા.

E20 Fuel Row – વકીલની દલીલ: “મને ઇથેનોલ ની ટકાવારી જાણવાનો અધિકાર છે”

સુનાવણી દરમિયાન અરજદારના વકીલ એ કોર્ટમાં રસીદ રજૂ કરતા દલીલ કરી હતી કે પેટ્રોલ પંપ પરથી અપાતી રસીદ (Receipt) માં ઇથેલૉનનું પ્રમાણ કેટલું છે તેનો કોઈ જ ઉલ્લેખ હોતો નથી. તેમણે જણાવ્યું કે એક ગ્રાહક તરીકે વાહનચાલકોને પૂરો અધિકાર છે કે તેઓ જે પેટ્રોલ ખરીદી રહ્યા છે તેમાં ઇથેનોલ (Ethanol percentage) ની ચોક્કસ ટકાવારી કેટલી છે તે જાણી શકે.

E20 Fuel Row – ગ્રાહકોના અધિકારો અને ઇંધણ મિશ્રણ અંગેના પડકારો

સરકાર દ્વારા વાહનોમાં પ્રદૂષણ ઘટાડવા અને આયાતી ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઓછી કરવા માટે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ (Fuel blending) નીતિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જો કે, બિલમાં ઇથેલૉનની ટકાવારી દર્શાવવા બાબતે કાનૂની સ્પષ્ટતા ન હોવાને કારણે આ મામલો અદાલત સુધી પહોંચ્યો હતો. કોર્ટના આ ઇનકાર બાદ આગામી સમયમાં આ મુદ્દે ઓટોમોબાઈલ અને ઇંધણ ક્ષેત્રે નવી ચર્ચાઓ જાગવાની પૂરી સંભાવના છે.

👉 આ સમાચાર વાચો:
Stock market Block and Bulk Deals દલાલ સ્ટ્રીટમાં મોટા સોદાઓની ભરમાર ૮૦,૦૦૦ કરોડને વટાવી ગયા બ્લોક અને બલ્ક ટ્રેડ, જબરદસ્ત ઉછાળો નોંધાયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More