News Continuous Bureau | Mumbai
Earthquake: ગઈકાલે રાત્રે નેપાળ (Nepal) માં ભૂકંપ (Earthquake) નો મોટો ઝટકો આવ્યો હતો. જેના કારણે દિલ્હી (Delhi) -ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) સહિત ઘણા રાજ્યોમાં તેની અસર જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળ હતું. ત્યારે ભૂકંપની તીવ્રતા 6.4 હતી, આ ભુકંપે સમગ્ર નેપાળમાં હલચલ મચાવી દીધી છે. આ ભૂકંપના કારણે નેપાળમાં અત્યાર સુધીમાં 128 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. નેપાળમાં એક મહિનામાં આ ત્રીજી વખત આવો ભૂકંપ આવ્યો છે.
રાત્રે લગભગ 11 કલાક 32 મિનિટે આવેલા આ ભૂકંપના ઝટકાથી દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતના ઘણા ભાગમાં અસર થઈ છે. જેવો લોકોએ ભૂકંપના ઝટકાનો અનુભવ કર્યો કે લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા. હાલમાં ચારે તરફ ભયનો માહોલ છે.
આ સમાચાર પણ વાંચો : World Cup 2023: વર્લ્ડ કપ જીતવા માટે સિક્સર નો સહારો…. દક્ષિણ આફ્રિકાની આ સ્ટેટજી ભારત માટે ખતરનાક… વાંચો વિગતે અહીં..
ભૂકંપના લીધે અત્યાર સુધી 128 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા…
નેપાળમાં આવેલા આ ભૂકંપના લીધે અત્યાર સુધી 128 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે મોટા પ્રમાણમાં લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા મુજબ જજરકોટ જિલ્લામાં 17, રૂકુમ જિલ્લામાં 36 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ઘણુ નુકસાન પણ પહોંચ્યુ છે. આ દુર્ઘટના પર નેપાળના વડાપ્રધાન પુષ્પ દહલ પ્રચંડે દુ:ખ વ્યક્ત કર્યુ છે. હાલમાં બંને જિલ્લામાં બચાવ કામગીરી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે નેપાળમાં છેલ્લા 1 મહિનામાં આ પ્રકારનો ત્રીજો ભૂકંપનો ઝટકો આવ્યો છે અને ત્રણેય વખતની તીવ્રતા 6 કરતા વધારે રહી છે. ભૂકંપના કારણે દેશમાં ભૂસ્ખલન અને મકાન પડવાની ઘટનાઓ પણ ઘણી સામે આવી છે.