News Continuous Bureau | Mumbai
ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 માપવામાં આવી છે. આ ભૂકંપમાં કોઈપણ પ્રકાર્ના નુકસોનના સમાચાર સામે આવ્યા નથી. સવારે 5 વાગીને 1 મિનિટ ભૂકંપનો ચકો અનુભવાયો હતો. આ ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હોવાનું કહેવાય છે. ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી 32 કિમી દૂર નેપાળ બોર્ડર પર હોવાનું જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાન્યુઆઁરી મહિનાની શરૂઆતમાં ઉત્તર પશ્ચિમ પિથોરાગઢમોં 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર ભુજ 46.3 ડીગ્રી તાપમાન, સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી, જાણો ગુજરાતના બીજા શહેરોમાં તાપમાન કેટલું છે.
