Site icon

EC Issue Advisory: લોકસભાની ચૂંટણીમાં આકરી ગરમીનો પડછાયો! હવામાન વિભાગની ચેતવણી બાદ ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું.. એડવાઈઝરી જારી..

EC Issue Advisory: ચૂંટણી પંચે લૂનો સામનો કરવા માટે NDMA દ્વારા બહાર પાડવામાં આવેલા દિશાનિર્દેશ પણ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે શેર કર્યા છે. ચૂંટણી પંચે 16 માર્ચે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી.

EC Issue Advisory The shadow of severe heat in the Lok Sabha elections! The Election Commission came into action after the warning of the IMD

EC Issue Advisory The shadow of severe heat in the Lok Sabha elections! The Election Commission came into action after the warning of the IMD

News Continuous Bureau | Mumbai 

EC Issue Advisory: દેશમાં આગામી લોકસભા ચૂંટણી ( Lok Sabha Elections ) માટે મતદાન સાત તબક્કામાં થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે 1 જૂને મતદાન થશે. 4 જૂને મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામ પણ જાહેર કરવામાં આવશે. જો કે આ અંગે હવે ભારતીય હવામાન વિભાગે મતદાન દરમિયાન તીવ્ર ગરમી અને હીટ વેવની ચેતવણી જારી કરી છે. IMDના એલર્ટ બાદ ચૂંટણી પંચે હવે સફાળુ બેઠુ થયું છે અને એડવાઈઝરી પણ જારી કરી છે. લોકસભાની ચૂંટણી દરમિયાન તમામ સંજોગોમાં મતદાન મથકો પર પાણી, ORS અને ‘મેડિકલ કીટ’ સહિતની અનેક આવશ્યક સુવિધાઓ પૂરી પાડવા માટે કહેવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

ચૂંટણી પંચે ( Election Commission ) લૂનો સામનો કરવા માટે NDMA દ્વારા બહાર પાડવામાં આવેલા દિશાનિર્દેશ પણ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે શેર કર્યા છે. ચૂંટણી પંચે 16 માર્ચે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. જે બાદ તેમણે પોતાના દરેક CEOને એક પત્ર મોકલ્યો હતો, જેમાં તેમણે મતદાન કેન્દ્ર પર મતદાન સમયે ભીષણ ગરમીથી બચવા માટે જરુરી સુવિધાઓ અંગે પહેલા બહાર પાડેલા નિર્દેશોને યાદ કરાવ્યા હતા.

મતદાતાઓને અપીલ છે કરે રે તેઓ ડિહાઈડ્રેશનથી પોતાને બચાવવા માટે મતદાન કેન્દ્ર પર ભીનું કપડું કે ટુવાલ સાથે લાવે…

ચૂંટણી પંચના જૂન 2023ના નિર્દેશો મુજબ, ગરમીઓ દરમિયાન પ્રત્યેક મતદાન દળને પોતાના ઉપયોગ માટે ORSની આપૂર્તિ કરવામાં આવે. સાથે જ લૂથી પીડિત જરુરિયાતમંદ મતદાતાઓને પણ આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. પંચે આ નિર્દેશોને આગામી ચૂંટણીમાં મતદાન ( voting ) દરમિયાન ફરીથી ઉપયોગ કરવાનું કહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  AFSPA Act: શું જમ્મુ-કાશ્મીરમાંથી AFSPA હટાવવામાં આવશે? અમિત શાહની મોટી જાહેરાત.. જાણો વિગતે..

સુચનામાં એમ પણ કહેવાયું છે કે મતદાતાઓને અપીલ છે કરે રે તેઓ ડિહાઈડ્રેશનથી પોતાને બચાવવા માટે મતદાન કેન્દ્ર પર ભીનું કપડું કે ટુવાલ સાથે લાવે અને મહિલા મતાદાઓને મતદાન કેન્દ્રો પર બાળકોને સાથે ન લાવવાની સલાહ અપાઈ છે. પંચે IMDની ચેતવણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ વર્ષે ગરમીઓ દરમિયાન ભીષણ ગરમી ( heat wave ) પડશે તેવી શક્યતા પ્રબળ છે.

નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાશે. જેના માટે તમામ 543 મતવિસ્તારમાં લગભગ 11 લાખ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

Physiotherapist: આરોગ્ય સેવા મહા નિદેશાલય નો મહત્વનો આદેશ, જાણો કેમ હવે ફિઝિયોથેરાપિસ્ટ પોતાના નામની આગળ ડોક્ટર નહીં લખી શકે
Indian Navy: ભારતીય નૌકાદળની તાકાતમાં થયો વધારો, યુદ્ધ જહાજ પર પહેલું 3D એર સર્વેલન્સ રડાર કાર્યરત, જાણો તેની ખાસિયત
Mohan Bhagwat: વડાપ્રધાન મોદીએ સરસંઘચાલક મોહન ભાગવતના ૭૫મા જન્મદિવસ પર લખ્યો પત્ર, જાણો શું કહે છે રાજકીય વિશ્લેષકો
CP Radhakrishnan: મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો હવાલો આચાર્ય દેવવ્રતને સોંપાયો
Exit mobile version