ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 ઓગસ્ટ 2020
ગત પાંચ ઑગસ્ટે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે, જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની જોગવાઈને નાબૂદ કરી હતી. આ પછી એક કાયદો પસાર કરીને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી દીધું હતું. બરાબર એક વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિર નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. આ બંને બાબતો ભારત માટે આ ઐતિહાસિક હતી. પરંતુ, પાડોશી દેશો આ અવસરે પણ વિરોધ કરવાથી બાજ આવ્યા નથી.
રામ મંદિર મુદ્દે પાડોશી દેશો નું વલણ સામે આવ્યું છે. ચીને, કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના એક વર્ષ પછી આનો વિરોધ દર્શાવ્યો છે. ચીને એક નિવેદનમાં જણાવ્યું કે "કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ ગેરકાયદેસર પગલું છે. ભારતે કલમ હટાવવા ને બદલે પાકિસ્તાન સાથે વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવો જોઈતો હતો." આવી સુફિયાણી સલાહ આપનાર ચીન પોતે, હોંગકોંગ અને તાઈવાન સહિતના પ્રદેશોનું દમન કરી રહ્યું છે…
બીજી બાજુ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન બાદ નેપાળે ભારતને અભિનંદન આપ્યા છે. નેપાળના નાયબ વડાપ્રધાને ટ્વિટ કરી કહ્યું કે "અયોધ્યામાં રામ મંદિર નિર્માણ નો ઐતિહાસિક પ્રસંગ છે. ભગવાન રામ સમગ્ર સૃષ્ટિ માટે પ્રેરણાદાયી છે. ભારત સરકારે જે નિર્ણય લીધો છે એ બદલ અભિનંદન. ."
જ્યારે પાકિસ્તાને જૂનો રાગ ફરી આલાપતા કહ્યું, "જ્યાં મસ્જિદ હતી ત્યાં મસ્જિદ જ રહેવા દેવી જોઈતી હતી.. ભારતની સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો એ ખોટો છે." અન્ય એક પાકિસ્તાની નેતાએ કહ્યું હતું કે "ભારત હવે બિનસાંપ્રદાયિક દેશ નથી રહ્યો."
નોંધનીય છે કે મોદી સરકારના એજન્ડામાં વર્ષોથી જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવવી એ પ્રાથમિકતા રહી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com