Loksabha election : ઇસીઆઈએ મની પાવર પર કડક કાર્યવાહી, મતદાન શરૂ થાય તે પહેલાં જ અધધ કરોડ રૂપિયા જપ્ત

Loksabha election : વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીઓની સાથે, ઇસીઆઈ દેશમાં લોકસભાની ચૂંટણીના 75 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીમાં નોંધાયેલા પ્રલોભનોની સૌથી વધુ જપ્તીના ટ્રેક પર છે. ઇસીઆઈએ મની પાવર પર કડક કાર્યવાહી કરી: 1લી માર્ચથી દરરોજ રૂ.100 કરોડની જપ્તી. મતદાન શરૂ થાય તે પહેલાં જ 4650 કરોડ રૂપિયા જપ્ત: 2019ની ચૂંટણીમાં કુલ જપ્તી કરતા વધુ પંચનું કહેવું છે કે કાર્યવાહી કડક અને અવિરત ચાલુ રહેશે.

by Hiral Meria
ECI cracks down on money power, confiscates half a crore of rupees before polling begins

News Continuous Bureau | Mumbai 

Loksabha election : વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીઓની સાથે ઇસીઆઈ દેશમાં લોકસભાની ચૂંટણીનાં 75 વર્ષનાં ઇતિહાસમાં અત્યાર સુધીનાં સૌથી વધુ પ્રલોભનો જપ્તીનાં માર્ગે અગ્રેસર છે. એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ 18મી લોકસભા ચૂંટણી માટે શુક્રવારે પહેલા તબક્કાનું મતદાન શરુ થશે તે પહેલાં જ મનીપાવર વિરુદ્ધ ચૂંટણી પંચની દ્રઢ લડાઈમાં 4650 કરોડ રુપિયા જપ્ત કર્યા છે, જે રેકોર્ડ રુપિયાથી વધુની જપ્તી છે. 2019માં સમગ્ર લોકસભાની ચૂંટણી દરમિયાન 3475 કરોડ રૂપિયાથી વધુની રકમ જપ્ત કરવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે, જપ્તીમાં 45% ડ્રગ્સ અને માદક દ્રવ્યોની છે, જેના પર પંચનું વિશેષ ધ્યાન છે. આ જપ્તી વ્યાપક આયોજન, સહયોગ વધારવા અને એજન્સીઓ પાસેથી એકીકૃત નિવારણ કામગીરી, સક્રિય નાગરિકોની ભાગીદારી અને ટેકનોલોજીના મહત્તમ જોડાણ દ્વારા શક્ય બની છે. 

ECI cracks down on money power, confiscates half a crore of rupees before polling begins 1

ECI cracks down on money power, confiscates half a crore of rupees before polling begins 1

સીઈસી શ્રી રાજીવ કુમારે ગયા મહિને મતદાનની જાહેરાત કરતી વખતે મની પાવરને ‘4એમ’ પડકારોમાંના એક તરીકે રેખાંકિત કર્યું

રાજકીય નાણાકીય મદદ ઉપરાંત કાળાં નાણાંનો ( black money ) ઉપયોગ અને તેનો સચોટ ખુલાસો, ચોક્કસ ભૌગોલિક વિસ્તારોમાં વધુ સાધનસંપન્ન પક્ષ અથવા ઉમેદવારની તરફેણમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડને ખલેલ પહોંચાડી શકે છે. આ જપ્તી ભારતીય ચૂંટણી પંચની ( Election Commission ) લોકસભાની ચૂંટણીઓને પ્રલોભનો અને ચૂંટણીમાં ગેરરીતિઓથી મુક્ત કરાવવાના તથા સમાન તકને સુનિશ્ચિત કરવાના ભારતીય ચૂંટણી પંચના સંકલ્પનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. સીઈસી શ્રી રાજીવ કુમારે ગયા મહિને મતદાનની જાહેરાત કરતી વખતે મની પાવરને ‘4એમ’ પડકારોમાંના એક તરીકે રેખાંકિત કર્યું હતું.  12 એપ્રિલે, સીઈસી શ્રી રાજીવ કુમારની ( Rajiv Kumar ) આગેવાની હેઠળ પંચે ઈસી શ્રી જ્ઞાનેશ કુમાર અને શ્રી સુખબીર સિંહ સંધુ સાથે મળીને 19 એપ્રિલે થનારા પ્રથમ તબક્કાના મતદાનમાં તૈનાત તમામ કેન્દ્રીય નિરીક્ષકોની સમીક્ષા કરી હતી. પ્રલોભન-મુક્ત ચૂંટણી પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે ચુસ્તતા, દેખરેખ અને ચકાસણી માટેના મુદ્દા વિચાર-વિમર્શના કેન્દ્રમાં હતા.

જપ્તીમાં વધારો ઇસીઆઈની ‘લેવલ પ્લેઇંગ ફિલ્ડ’ માટે પ્રલોભનો પર નજર રાખવાની અને ચૂંટણીમાં થતી ગેરરીતિઓને અંકુશમાં લેવાની, ખાસ કરીને નાના અને ઓછા સાધનસંપન્ન પક્ષોની તરફેણમાં અવિરત કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

ECI cracks down on money power, confiscates half a crore of rupees before polling begins

ECI cracks down on money power, confiscates half a crore of rupees before polling begins

તામિલનાડુના નીલગિરિમાં બનેલી એક ઘટનામાં કમિશને ફ્લાઇંગ સ્ક્વોડના ટીમ લીડરને ફરજમાં ઉદાસિનતા અને એક અગ્રણી નેતાના કાફલાની પસંદગીપૂર્વકની ચકાસણી બદલ સસ્પેન્ડ કરી દીધા હતા. એ જ રીતે અધિકારીઓએ એક રાજ્યના સીએમના કાફલામાં વાહનોની તપાસ કરી હતી અને અન્ય રાજ્યમાં ડેપ્યુટી સીએમના વાહનની પણ તપાસ કરી હતી. પંચે આશરે 106 સરકારી કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરી છે, જેઓ રાજકારણીઓને પ્રચારમાં મદદ કરતા જોવા મળ્યા હતા, જેના કારણે આચારસંહિતા અને નિર્દેશોનો ભંગ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Arvind Kejriwal In Jail:અરવિંદ કેજરીવાલને ઝટકે પે ઝટકા, સુપ્રીમ કોર્ટ તરફથી ન મળી રાહત, રાઉઝ એવન્યુ કોર્ટે કસ્ટડી લંબાવી..

સંસદીય ચૂંટણીઓની ( parliamentary elections ) જાહેરાત દરમિયાન પત્રકાર પરિષદમાં સીઈસી શ્રી રાજીવ કુમારે આવકવેરા, એરપોર્ટ સત્તાવાળાઓ અને સંબંધિત જિલ્લાઓના એસપી, સરહદી એજન્સીઓ, સરહદી એજન્સીઓ દ્વારા બિન-અનુસૂચિત વિમાનો અને હેલિકોપ્ટરોની દેખરેખ અને નિરીક્ષણ પર બીસીએએસની સૂચનાઓના કડક પાલન પર ભાર મૂક્યો હતો. ગોડાઉનો ખાસ કરીને મફત વસ્તુઓના ભંડારણ માટે કામચલાઉ ગોડાઉનો પર ચાંપતી નજર રાખવા માટે આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ અને જીએસટી અધિકારીઓ પર બાજ નજર રાખવી. સમીક્ષા દરમિયાન કમિશને હંમેશા એ વાત પર ભાર મૂક્યો હતો કે પરિવહનના તમામ માધ્યમો પર બહુઆયામી દેખરેખ રાખવામાં આવશે – માર્ગ પરિવહન માટે ચેક પોસ્ટ અને નાકા, તટીય માર્ગો માટે તટરક્ષક દળ અને હવાઈ માર્ગો માટે એજન્સીઓની સાથે ડીએમ અને એસપી, જેમાં હેલિકોપ્ટર અને બિન-નિર્ધારિત ઉડાનોની ચકાસણીનો સમાવેશ થાય છે.

ECI cracks down on money power, confiscates half a crore of rupees before polling begins

ECI cracks down on money power, confiscates half a crore of rupees before polling begins

13.04.2024ના રોજ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશવાર અને વર્ગવાર જપ્તીની વિગતો પરિશિષ્ટ એ ખાતે મૂકવામાં આવી છે.

કેવી રીતે શક્ય બન્યું છે?

  1. ચૂંટણી જપ્તી વ્યવસ્થાપન પ્રણાલી (ઇએસએમએસ) – સાઈલોને તોડવું અને તકનીકીના ઉપયોગ દ્વારા તમામ અમલીકરણ એજન્સીઓને એક પ્લેટફોર્મ પર લાવવા એ ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યું છે. મોનિટરિંગ પ્રક્રિયામાં ટેકનોલોજીની શરૂઆત સાથે, ઇએસએમએસ , એક ઇસીઆઈ ઇન-હાઉસ વિકસિત પોર્ટલ ઉત્પ્રેરક સાબિત થઈ રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીના છેલ્લા રાઉન્ડમાં ઇન્ટરસેપ્શન અને જપ્તીના વાસ્તવિક સમયના રિપોર્ટિંગ, જપ્તીના ડુપ્લિકેશનને ટાળવા માટે નવીનતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પોર્ટલ માઉસના એક ક્લિક પર ડિજિટલ ટ્રેઇલ્સ અને જપ્તીની માહિતીની ઉપલબ્ધતાની સુવિધા આપે છે, જે તમામ નિયંત્રક સ્તરે ઝડપી અને સમયસર સમીક્ષાઓને સક્ષમ કરે છે. ડેટા અનુસાર, વિવિધ એજન્સીઓના 6398 જિલ્લા નોડલ અધિકારીઓ, 734 રાજ્ય નોડલ અધિકારીઓ, 59000 ફ્લાઇંગ સ્ક્વોડ (એફએસ) અને સ્ટેટિક્સ સર્વેલન્સ ટીમ (એસએસટી) ને ઇએસએમએસ પ્લેટફોર્મ પર સંપૂર્ણ રિયલ ટાઇમ મોનિટરિંગ અને અપડેટ્સ માટે બોર્ડ પર મૂકવામાં આવ્યા છે. તમામ નોડલ અધિકારીઓને ઇએસએમએસનો ઉપયોગ કરવાના વિવિધ પાસાઓ પર તાલીમ આપવામાં આવી છે. વર્ષ 2023 દરમિયાન વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ સિસ્ટમે મજબૂત વલણ અપનાવ્યું હતું, જ્યારે ગત ચૂંટણીમાં 239.35 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા, જેની સામે 2014.26 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં આ ક્ષેત્રમાંથી સફળ અમલીકરણ અને પ્રતિસાદ સાથે, ચાલુ ચૂંટણીઓમાં અમલીકરણ પહેલાં તેની સમીક્ષા કરવામાં આવી છે અને તેને મજબૂત બનાવવામાં આવી છે.

  1. સાવચેતીભર્યું અને સંપૂર્ણ આયોજન, સૌથી મોટી સંખ્યામાં એન્ફોર્સમેન્ટ એજન્સીઓની સંડોવણીઃ એજન્સીઓ વચ્ચે સહયોગાત્મક પ્રયાસ માટે કેન્દ્ર અને રાજ્યો બંનેમાંથી સૌથી મોટી સંખ્યામાં પ્રવર્તન એજન્સીઓને એકઠાં કરવામાં આવ્યા છે.
ક્રમાંક

 

જથ્થો

 

એજન્સીસ

 

1 રોકડ અને કિંમતી ધાતુઓ

 

આવકવેરા, રાજ્ય પોલીસ, આરબીઆઈ, એસએલબીસી, એએઆઈ, બીસીએએસ, રાજ્ય નાગરિક ઉડ્ડયન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, વિભાગ. પોસ્ટ, CISF
2 દારુ

 

રાજ્ય પોલીસ, રાજ્ય આબકારી, આરપીએફ
3 નાર્કોટિક્સ

 

રાજ્ય પોલીસ, NCB, ICG, DRI
4 Freebies CGST, SGST, રાજ્ય પરિવહન વિભાગ, કસ્ટમ્સ, રાજ્ય પોલીસ
5 બોર્ડર અને અન્ય એજન્સીઓ આસામ રાઇફલ્સ, BSF, SSB, ITBP, CRPF, વન વિભાગ, રાજ્ય પોલીસ
  1. થોડાં મહિનાઓ પહેલા અને જાન્યુઆરી 2024થી વધુ સઘનતાથી, ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓએ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લીધી હતી અને ચૂંટણીમાં પૈસાના પ્રભાવ સામે લડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તદુપરાંત, જિલ્લાઓની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી, અને મુખ્ય સચિવો, પોલીસ મહાનિદેશકો (ડીજીપી) અને અમલીકરણ એજન્સીઓના વડાઓ સાથે તેમની કામગીરીનું મૂલ્યાંકન કરવા અને ચૂંટણી દરમિયાન નાણાકીય સંસાધનોના દુરૂપયોગ સામે વધુ પડતી તકેદારીને પ્રોત્સાહિત કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી અધિકારીઓ (સીઇઓ), નિરીક્ષકો અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ (ડીઇઓ) દ્વારા ફિલ્ડ-લેવલના કર્મચારીઓની ચાલુ સમીક્ષાને પણ આધિન છે. મોટેભાગે, એક એજન્સી દ્વારા કરવામાં આવેલી શોધો અન્યની ક્રિયાઓને ‘માહિતગાર કરે છે અને માર્ગદર્શન’ આપે છે, જે એકીકૃત અને વ્યાપક અવરોધક અસર તરફ દોરી જાય છે. પંચે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની ચૂંટણીલક્ષી મુલાકાતો દરમિયાન માર્ગ, રેલવે, દરિયા અને હવાઈ એમ વિવિધ માધ્યમો મારફતે પ્રલોભનોનું નિરીક્ષણ કરવા માટે પ્રસ્તુત એજન્સીઓની બનેલી સંયુક્ત ટીમોના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો છે. પરિણામે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં, સત્તાવાર જાહેરાતના મહિનાઓ પહેલાં, રોકડ, દારૂ, ડ્રગ્સ, કિંમતી ધાતુઓ અને નિઃશુલ્ક વસ્તુઓના રૂપમાં કુલ રૂ. 7502 કરોડની દેશવ્યાપી જપ્તી નોંધવામાં આવી હતી. આનાથી સમયગાળામાં છ અઠવાડિયા બાકી છે ત્યારે અત્યાર સુધીમાં કુલ જપ્તી રૂ. 12000 કરોડથી વધુ થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો :  Gold Silver Panipuri : લ્યો બોલો.. બજારમાં આવ્યા સોના-ચાંદીના ગોલગપ્પા, લોકો થયા કન્ફ્યુઝ; ખાવી કે પછી સેફમાં રાખવી..?!

  1. સમાજમાં નશીલા દ્રવ્યોના જોખમ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું: નોંધનીય છે કે, ડ્રગની જપ્તી પર નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં કુલ જપ્તીના લગભગ 75% માટે હતું. મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમારે નોડલ એજન્સીઓની મુલાકાત દરમિયાન ડ્રગ્સ અને નશીલા દ્રવ્યો જપ્ત કરવામાં એજન્સીઓના પ્રયાસોના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ગંદા નાણાંનો ઉપયોગ થવાના જોખમ ઉપરાંત, ડ્રગ્સ એક ગંભીર સામાજિક જોખમ ઉભું કરે છે જેમાં સમુદાયો, ખાસ કરીને યુવાનોને નુકસાન પહોંચાડવાની સંભાવના છે. કમિશને નશીલા દ્રવ્યોની દાણચોરી માટેના ચાવીરૂપ માર્ગો અને કોરિડોરની ઓળખ કરવા અને અસરકારક રીતે પગલાં લેવાનું સુનિશ્ચિત કરવા માટે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના ડિરેક્ટોરેટ જનરલ અને તેના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ સહયોગ સાધ્યો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં, રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન નોંધપાત્ર જપ્તી કરવામાં આવી છે, જેમાં ગુજરાત, પંજાબ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા અને મિઝોરમ જેવા રાજ્યોમાં આદર્શ આચારસંહિતાની કામગીરી દરમિયાનનો સમાવેશ થાય છે.
ECI cracks down on money power, confiscates half a crore of rupees before polling begins

ECI cracks down on money power, confiscates half a crore of rupees before polling begins

અરુણાચલ પ્રદેશમાં સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા વાહનોનું ચેકિંગ

ECI cracks down on money power, confiscates half a crore of rupees before polling begins

ECI cracks down on money power, confiscates half a crore of rupees before polling begins

કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાંથી દારૂ ઝડપાયો

  1. ખર્ચ સંવેદનશીલ મતવિસ્તારોની ઓળખઃ 123 સંસદીય મતવિસ્તારોને વધુ કેન્દ્રિત તકેદારી માટે ખર્ચ સંવેદનશીલ મતવિસ્તારો તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. આ મતવિસ્તારો કાં તો અગાઉની ચૂંટણીઓમાં પ્રલોભનોની વહેંચણીનો ઇતિહાસ ધરાવતા હતા અથવા તો આંતર-રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદો ધરાવતા હતા, જેમાં ડ્રગ્સ, રોકડ અને શરાબનો સંભવિત પ્રવાહ હતો.
  2. ખર્ચ નિરીક્ષકોની તૈનાતી: ખર્ચ નિરીક્ષકો તરીકે નિયુક્ત વરિષ્ઠ અધિકારીઓ નિષ્પક્ષ અને પ્રલોભન મુક્ત ચૂંટણીઓ માટે કમિશનની આંખો અને કાન તરીકે સેવા આપે છે. કુલ 656 ખર્ચ નિરીક્ષકોને સંસદીય મતવિસ્તારોમાં નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે 125 લોકોને અરુણાચલ પ્રદેશ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને સિક્કિમની વિધાનસભા બેઠકો પર તૈનાત કરવામાં આવ્યા છે. વિશેષ ખર્ચ નિરીક્ષકો ડોમેન કુશળતાના ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ સાથે અને ચૂંટણી પ્રક્રિયાઓ સાથેના અનુભવને પણ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં તૈનાત કરવામાં આવ્યા છે.
  3. cVigilનો ઉપયોગ: કમિશનની સીવિજિલ એપ્લિકેશન દ્વારા કોઈપણ પ્રકારના પ્રલોભનોના વિતરણ પર નાગરિકોની સીધી ફરિયાદો દ્વારા ખર્ચ દેખરેખ પ્રક્રિયાને પણ મજબુત બનાવવામાં આવી છે. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદથી અત્યાર સુધીમાં રોકડ, દારૂ અને મફત વસ્તુઓના વિતરણને લગતી કુલ 3262 ફરિયાદો મળી છે.
  4. નાગરિકોને કોઈ પરેશાની નહીં: હાલની ચૂંટણીઓના આરંભે જ ગ્રાઉન્ડ લેવલની ટીમો દ્વારા પ્રવાસીઓની બિનજરૂરી ચકાસણી અને પરેશાનીઓ થતી હોવાના અહેવાલો મીડિયામાં વહેતા થયા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને પંચે તમામ મુખ્ય ચૂંટણી અધિકારીઓ (સીઈઓ)ને પ્રવાસીઓ અને નાગરિકોનું નિરીક્ષણ કરતી વખતે સાવચેતીભર્યા અને સૌજન્યશીલ અભિગમની જરૂરિયાત અંગે તાત્કાલિક એક એડવાઈઝરી જારી કરી હતી. વધુમાં, કમિશને રચાયેલી ‘ડિસ્ટ્રિક્ટ ફરિયાદ સમિતિઓ (ડીજીસી)’ને જપ્તીને લગતી ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે નિયત સ્થળોએ દૈનિક સુનાવણી યોજવાના નિર્દેશ આપ્યા હતા. આ સમિતિઓની અસરકારક કામગીરી સુનિશ્ચિત કરવા સીઇઓ અને ડીઇઓને સૂચના આપવામાં આવી હતી.

આ પગલાં વ્યાપક ખર્ચ દેખરેખ પ્રક્રિયાના પાયાના પથ્થર તરીકે કામ કરે છે, જેના પરિણામે લોકોને ઓછામાં ઓછી અસુવિધા સાથે જપ્તીમાં વધારો થાય છે. આગામી દિવસોમાં પ્રચાર-પ્રસાર વધુ તીવ્ર બની રહ્યો છે, ત્યારે પંચ તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રલોભન-મુક્ત ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે તેની તકેદારી વધારવા માટે તૈયાર છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More