ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
13 મે 2020
નવી દિલ્હીથી એક સારા સમાચાર આવી રહ્યા છે. જે મુજબ વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ 20 લાખ કરોડ રૂપિયાનાનો પહેલો ઇન્સ્ટોલમેન્ટ જાહેર કરે તેની રાહ જોવાઇ રહી છે. આજે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ થશે જેમાં વિવિધ ક્ષેત્રે લાગુ કરાયેલી યોજનાઓની જાહેરાત કરાશે એવી સંભાવના છે. નોંધનીય છે કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ રૃપિયાના આર્થિક પેકેજની જાહેરાત કર્યા બાદ એના જ સંદર્ભમાં આજે વિત્તમંત્રી બુસ્ટર ડોઝ નો પહેલો ઇન્સ્ટોલમેન્ટ જાહેર કરે એવી આશા સેવાઈ રહી છે. આમ પણ કોરોના ને પગલે લોકડાઉન જાહેર થયા બાદ ભારતીય અર્થવ્યવસ્થા કેડે થી વાંકી વળી ગઈ છે, એવા સમયે નિર્મલા સીતારમન કયા કયા ક્ષેત્ર માટે કેટલી રકમ ફાળવે છે! એની વેપારીઓ અને ઉદ્યોગ ધંધા સાથે જોડાયેલા લોકો રાહ જોઈ રહ્યા છે. જોકે આજે સવારથી શેરબજાર ખૂલતાંની સાથે જ આખલો તેજી સાથે દોડી રહ્યો છે અને ભારતીય અર્થવ્યવસ્થાને રીફોર્મ કરવા માટે જે એક ધક્કા ની જરૂર છે તે નાણા મંત્રી પાસેથી સાંજે મળશે તેની કાગડોળે રાહ જોવાઇ રહી છે..