કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામણે વર્ષ 2020-21 માટેનો ઈકોનોમીક સર્વે સંસદમાં રજૂ કરી દીધો છે.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આ નાણાકીય વર્ષ 2020-21 માં જીડીપી માઈનસ 7.7 ટકા રહેશે એટલે કે તેમાં 7.7 ટકાનો ઘટાડો આવી શકે છે.
આગામી નાણાકીય વર્ષમાં દેશની ઈકોનોમીમાં 11 ટકા ગ્રોથ રહેવાનું અનુમાન છે.
કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના પગલે દેશની ઈકોનોમીમાં સુસ્તી જોવા મળી છે.