Site icon

Economic Survey 2025: આરોગ્ય ક્ષેત્રે સરકારી ખર્ચમાં મોટો વધારો, આયુષ્માન ભારત યોજના હેઠળ આટલા કરોડ ખાતાઓ બનાવવામાં આવ્યા

Economic Survey 2025: નાણાકીય વર્ષ 2015 થી નાણાકીય વર્ષ 22 વચ્ચે કુલ આરોગ્ય ખર્ચમાં સરકારી આરોગ્ય ખર્ચનો હિસ્સો 29.0 ટકાથી વધીને 48.0 ટકા થયો છે: આર્થિક સર્વે 2024-25

Economic Survey 25 Huge increase in government expenditure in the health sector

Economic Survey 25 Huge increase in government expenditure in the health sector

News Continuous Bureau | Mumbai

  • આયુષ્માન યોજનાના પરિણામે ખિસ્સામાંથી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો, ₹1.25 લાખ કરોડથી વધુની બચત નોંધાઈ
  • આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ 72.81 કરોડ આયુષ્માન ભારત આરોગ્ય ખાતાઓ બનાવવામાં આવ્યા છે
  • ૩૪ ટકા આરોગ્યસંભાળ સંસ્થાઓ AI પ્રોજેક્ટ્સ ચલાવી રહી છે
  • નાણાકીય વર્ષ 2016 થી નાણાકીય વર્ષ 2022 વચ્ચે મૂડી ખર્ચના હિસ્સામાં આરોગ્ય માળખાગત ખર્ચમાં નોંધપાત્ર વધારો
  • પ્રાથમિક આરોગ્ય સંભાળમાં ઇ-સંજીવની વિશ્વની સૌથી મોટી ટેલિમેડિસિન પહેલ તરીકે ઉભરી આવી છે
Economic Survey 2025: ભારતની આર્થિક વિકાસની વ્યુહરચના તેના તમામ નાગરિકો માટે સર્વસમાવેશકતા અને કલ્યાણ પર ભાર મૂકે છે. સરકારનું ધ્યાન શિક્ષણ, આરોગ્ય સેવા, કૌશલ્ય વિકાસ અને સામાજિક માળખાગત વિકાસ દ્વારા નાગરિકોને સશક્ત બનાવવા પર છે. સમાવિષ્ટ આર્થિક વિકાસ વિકસિત ભારત 2047 ની દ્રષ્ટિના કેન્દ્રમાં છે.

નિવારક પગલાં, ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળની સાર્વત્રિક સુલભતા, જાહેર આરોગ્ય માળખાને મજબૂત કરવા અને તબીબી શિક્ષણમાં પ્રગતિ સહિતની સરકારી પહેલોએ સામૂહિક રીતે ભારતમાં આરોગ્યસંભાળને વધુ સુલભ અને તમામ માટે પોસાય તેવા બનાવવામાં ફાળો આપ્યો છે, એમ આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ 2024-25 માં જણાવાયું છે.

Join Our WhatsApp Community

Economic Survey 2025: આરોગ્ય ખર્ચ

આર્થિક સર્વેક્ષણ મુજબ નાણાકીય વર્ષ 22માં કુલ આરોગ્ય ખર્ચ (ધેટ) ₹9,04,461 કરોડ (જીડીપીના 3.8 ટકા અને વર્તમાન ભાવે માથાદીઠ ₹6,602) રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2019 થી માથાદીઠ કુલ આરોગ્ય ખર્ચમાં (સ્થિર ભાવે) વધારો જોવા મળ્યો છે.

નાણાકીય વર્ષ 2015થી નાણાકીય વર્ષ 22 દરમિયાન દેશના કુલ સ્વાસ્થ્ય ખર્ચમાં સરકારી સ્વાસ્થ્ય ખર્ચનો હિસ્સો 29.0 ટકાથી વધીને 48.0 ટકા થઈ ગયો છે.

આમાંથી વર્તમાન આરોગ્ય ખર્ચ (સીએચઇ) ₹7,89,760 કરોડ (ધેટના 87.3 ટકા) અને મૂડીગત ખર્ચ ₹1,14,701 કરોડ (ધેટના 12.7 ટકા) છે. નાણાકીય વર્ષ ૨૦૧૬માં મૂડીખર્ચનો હિસ્સો ૬.૩ ટકાથી વધીને નાણાકીય વર્ષ 2022માં 12.7 ટકા થયો છે, તે સકારાત્મક સંકેત છે, કારણ કે તેનાથી વ્યાપક અને વધુ સારા સ્વાસ્થ્ય માળખાગત સુવિધાઓ પ્રાપ્ત થશે.

આ સમાચાર પણ વાંચો:  Economic Survey: લોકસભામાં રજૂ થયો આર્થિક સર્વે 2024-25, GDP મુદ્દે મોદી સરકારે કર્યો મોટો દાવો, જાણો આર્થિક વિકાસની મહત્ત્વની વાતો..

Economic Survey 2025: આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબીપીએમજેએવાય)

એબી-પીએમજેએવાય (AB-PMJAY) એ ભારતની સૌથી વધુ સંવેદનશીલ વસતિના 40 ટકા લોકોને આરોગ્ય કવચ પ્રદાન કરીને હેલ્થકેરમાં ક્રાંતિ લાવી છે.

આરોગ્ય પરના સરકારી ખર્ચમાં વધારો ઘરો દ્વારા સહન કરવામાં આવતી આર્થિક મુશ્કેલીમાં ઘટાડો કરવા માટે એક મહત્વપૂર્ણ અસર ધરાવે છે

15 જાન્યુઆરી 2025 સુધી આ યોજનામાં 40 લાખથી વધુ વરિષ્ઠ નાગરિકોની નોંધણી કરવામાં આવી છે.

એબી-પીએમજેએવાયએ સામાજિક સુરક્ષા અને પ્રાથમિક આરોગ્ય ખર્ચમાં વધારા મારફતે આઉટ-ઓફ-પોકેટ ખર્ચ (ઓઓપીઇ)માં જોવા મળેલા નોંધપાત્ર ઘટાડામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે, જેમાં બચતમાં ₹1.25 લાખ કરોડથી વધુ નોંધાયો છે.

નિઃશુલ્ક ડાયાલિસિસ યોજના જેવી અન્ય પહેલોએ આશરે 25 લાખ લોકોને લાભ આપ્યો છે. ઓઓપીઇમાં ઘટાડો હેલ્થકેરમાં જાહેર ખર્ચમાં વધારા સાથે ખભેખભો મિલાવીને આગળ વધે છે, જે સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ તરફની પ્રગતિ દર્શાવે છે.

આ યોજના હેઠળ પેટા-આરોગ્ય કેન્દ્રો (એસએચસી) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી)ની કાયાપલટ કરીને આયુષ્માન આરોગ્ય મંદિર (એએએમ) (અગાઉ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ) ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવ્યાં છે, જે સમુદાયોની નજીક નિવારક, પ્રોત્સાહક, ઉપચારાત્મક, ઉપશામક અને પુનર્વસન સેવાઓનું સાર્વત્રિક, મુક્ત અને વિસ્તૃત પેકેજ ઓફર કરે છે.

આ સમાચાર પણ વાંચો:  Youth Mental Health: યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય ભવિષ્યની અર્થવ્યવસ્થાને આગળ વધારશે, યુવાનોની માનસિક તંદુરસ્તી પર સોશિયલ મીડિયા અને કસરતનો અસર

ઈમેજ 1: આયુષ્માન આરોગ્ય મંદિરની ફેક્ટશીટ

Economic Survey 2025: હેલ્થકેરમાં ટેકનોલોજી

આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે આયુષ્માન ભારત ડિજિટલ મિશન (એબીડીએમ) હેઠળ 72.81 કરોડ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યા છે.

તેમાં એ બાબત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે કે ઈ-સંજીવની – નેશનલ ટેલિમેડિસિન સર્વિસ, પ્રાથમિક આરોગ્યસંભાળમાં વિશ્વની સૌથી મોટી ટેલિમેડિસિન અમલીકરણ તરીકે ઉભરી આવી છે. તેણે 1.29 લાખ એએએમ મારફતે 31.19 કરોડથી વધુ દર્દીઓને સ્પોક્સ તરીકે સેવા આપી છે, જે 16,447 હબ અને 676 ઓનલાઇન ઓપીડી દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે.

આર્થિક સર્વેક્ષણમાં વધુમાં જણાવાયું છે કે યુ-વિન પોર્ટલ પર 1.7 કરોડથી વધુ સગર્ભા મહિલાઓ અને 5.4 કરોડ બાળકોએ ડિજિટલ રીતે નોંધણી કરાવી છે અને વાસ્તવિક સમયમાં 26.4 કરોડથી વધુ રસીના ડોઝ શોધી કાઢ્યા છે.

આર્થિક સર્વેક્ષણ દર્શાવે છે કે ડ્રોન જીવન રક્ષક દવાઓની ઝડપથી ડિલિવરી સુનિશ્ચિત કરીને અને અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાંથી નમૂનાઓ એકત્રિત કરીને ભારતમાં આરોગ્યસંભાળમાં પરિવર્તન લાવી રહ્યું છે, જે કટોકટી દરમિયાન અનિવાર્ય સાબિત થાય છે.

આ સમાચાર પણ વાંચો: Budget session: પ્રધાનમંત્રી મોદીએ 2025ના બજેટ સત્રની શરૂઆતમાં વૈશ્વિક વિકાસ પર ભાર મૂક્યો, આ સત્ર દેશના દરેક ક્ષેત્રમાં નવી ઊર્જા અને ગતિ લાવશે

Economic Survey 25: રસી અને તબીબી પુરવઠો પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાની શક્યતાનું મૂલ્યાંકન કરવાના હેતુથી ઓક્ટોબર 2021માં એમઓએચએફડબ્લ્યુના નેજા હેઠળ પ્રોજેક્ટ ‘આઇ-ડ્રોન’  શરૂ કરવામાં આવ્યો હતો.

આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે હેલ્થકેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવવાની ભારતમાં મોટી સંભાવના છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 2023 માં, ભારતમાં 34 ટકા હેલ્થકેર સંસ્થાઓ એઆઈ પ્રોજેક્ટ્સનું સંચાલન કરી રહી હતી, અને 16 ટકાએ તેમની જનરેટિવ એઆઈ પહેલને ઉત્પાદનમાં ખસેડી હતી.

આર્થિક સર્વે 2024-25 માં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 24 માટે સંપૂર્ણ રસીકરણ કવરેજ સાથે રાષ્ટ્રીય સ્તરે 93.5 ટકા છે, યુનિવર્સિટી રસીકરણ કાર્યક્રમ જાહેર આરોગ્યની સુરક્ષા કરવાનું ચાલુ રાખે છે અને આવશ્યક રસીઓની સમાન સુલભતા સુનિશ્ચિત કરે છે. એક બાળક કે જેણે બેસિલે કેમેટ ગ્યુરિન (બીસીજી), ઓરલ પોલિયો વેક્સિન (ઓપીવી)ના ત્રણ ડોઝ, પેન્ટાવેલેન્ટના ત્રણ ડોઝ અને એક ડોઝ મેળવ્યો છે.

ઉમરના પ્રથમ વર્ષ સુધીમાં મીઝલ્સ રૂબેલા (એમઆર)ને સંપૂર્ણ પણે રસીકરણ કરેલું બાળક કહેવામાં આવે છે.

સર્વેક્ષણમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સસ્તી દવાઓ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવેલી જન ઔષધિ યોજનાએ 2024 માં રેકોર્ડ વેચાણ હાંસલ કરતી ઓછી કિંમતની દવાઓની સુલભતામાં સુધારો કર્યો છે અને રાષ્ટ્રવ્યાપી 14,000 થી વધુ કેન્દ્રો સુધી વિસ્તરણ કર્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version