ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 જુન 2020
ભારતની બેંકો પાસેથી લીધેલી લોન ચૂકવવાને બદલે એ પૈસા લઈને વિદેશ ભાગી ચૂકેલા મામા ભાણેજ મેહુલ ચોકસી અને નીરવ મોદી પર ED એ મોટી કાર્યવાહી કરી છે. હોંગકોંગ માં આવેલ તેઓના સ્થળેથી હીરા, મોતી અને મોટી સંખ્યામાં દાગીના જપ્ત કર્યા છે. જેની કિંમત આશરે 1500 કરોડ રૂપિયા કહેવામાં આવે છે. આ કીમતી જ્વેલરી હોંગકોંગની એક કંપનીના ગોડાઉનમાં રાખવામાં આવી હતી.
નોંધનીય છે કે નીરવ મોદી અને મેહુલ ચોકસીની કંપનીઓ સામે 108 પાર્સલ હોંગકોંગથી મુંબઈ મંગાવવામાં આવ્યા છે. જેનું વજન લગભગ 2340 કિલોગ્રામ છે. EDની માહિતી મુજબ 2018માં આ પાર્સલો દુબઈથી હોંગકોંગ મોકલાયા હતા, તે વખતે ઈડી ને 2018 માં જ ગુપ્તચર વિભાગ દ્વારા આની માહિતી મળી ચુકી હતી.
મળતી માહિતી મુજબ 108 કન્સાઇનમેન્ટમાંથી 32 કન્સાઇનમેન્ટ નીરવ મોદીની કંપનીઓના છે. જ્યારે બાકીના મેહુલ ચોકસી સાથે જોડાયેલી કંપનીના છે. ઉલ્લેખનીય છે કે હોંગકોંગની તમામ ઓથોરિટીના સંપર્કમાં આવ્યા બાદ, લાંબી કાયદાકીય પ્રોસેસ બાદ ઈડીને આ કન્સાઇનમેન્ટ ભારત લાવવામાં સફળતા મળી છે…