News Continuous Bureau | Mumbai
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે બીબીસી-ઇન્ડિયા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. EDએ BBC વિરુદ્ધ ફોરેન મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. બીબીસી ઇન્ડિયા સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
બીબીસીમાં વિદેશી ફંડિંગમાં અનિયમિતતા જોવા મળી છે. જે બાદ EDએ FEMA હેઠળ કેસ નોંધ્યો છે. થોડા દિવસો પહેલા ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી વિવાદમાં આવી હતી. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટ્રીના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો હતો. ગયા વર્ષે આવકવેરા વિભાગે બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા. તે પછી મીડિયાની સ્વતંત્રતા અકબંધ રાખવાના નામે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, EDના સૂત્રોએ માહિતી આપી હતી કે ભારતીય સંગઠને તેના અધિકારોને અકબંધ રાખીને નિયમો અનુસાર કાર્યવાહી શરૂ કરી છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈગરાઓ પાણી જરા સાચવીને વાપરો, શહેરમાં પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં માત્ર આટલા ટકા જથ્થો બાકી..