446
Join Our WhatsApp Community
બેન્કિંગ કૌભાંડના ભાગેડુ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની જપ્ત કરેલી સંપત્તિ સરકારી બેન્કોને ટ્રાન્સફર કરવામાં આવી છે.
ઇડી અનુસાર, ભાગેડુ આરોપી વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની 9,371 કરોડ રૂપિયાની સંપત્તિ સરકારી બેન્કોને ટ્રાન્સફર કરવામાં આવી છે.
ઇડીએ આ ત્રણેય પાસેથી લગભગ 18,000 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાંથી 9,371 કરોડ જાહેર ક્ષેત્રની બેંકોને આપવામાં આવી છે જેમને આ ત્રણના કારણે આર્થિક નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ જાહેર ક્ષેત્રની બેંકોમાંથી લોન પરત ન કરી અને વિદેશ ભાગી ગયા હતા. આ છેતરપિંડીમાં બેંકોને લગભગ 22,585 કરોડનું નુકસાન થયું છે.
You Might Be Interested In