ઈડીની મોટી કાર્યવાહી, વિજય માલ્યા – નિરવ મોદી પાસેથી વસુલ કરેલા અધધ આટલા કરોડ રૂપિયા બેંકોને ટ્રાન્સફર કર્યા ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

 બેન્કિંગ કૌભાંડના ભાગેડુ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની જપ્ત કરેલી સંપત્તિ સરકારી બેન્કોને ટ્રાન્સફર કરવામાં આવી છે.

ઇડી અનુસાર, ભાગેડુ આરોપી વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની 9,371 કરોડ રૂપિયાની સંપત્તિ સરકારી બેન્કોને ટ્રાન્સફર કરવામાં આવી છે. 

ઇડીએ આ ત્રણેય પાસેથી લગભગ 18,000 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાંથી 9,371 કરોડ જાહેર ક્ષેત્રની બેંકોને આપવામાં આવી છે જેમને આ ત્રણના કારણે આર્થિક નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ જાહેર ક્ષેત્રની બેંકોમાંથી લોન પરત ન કરી અને વિદેશ ભાગી ગયા હતા. આ છેતરપિંડીમાં બેંકોને લગભગ 22,585 કરોડનું નુકસાન થયું છે. 

ભારતમાં કોરોના વિરુદ્ધની જંગ; રસીકરણના 158માં દિવસે 29 કરોડથી વધુ લોકોને અપાઈ વેક્સીન ; જાણો 18 થી 44 વર્ષની વય જૂથના કેટલા લોકોએ લીધી રસી
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More