ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
27 જુન 2020
અહેમદ પટેલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હોવા છતાં કોરોનાનું બહાનું આગળ ધરી હાજર ન થતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ જ અહેમદ પટેલના ઘરે પહોંચી ગઇ છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેદમ પટેલની મુશ્કેલીઓ વધી છે. સાંડેસરા બંધુઓ દ્વારા કરાયેલા ગોટાળામાં મની લોન્ડરિંગ મામલે ED અહેમદ પટેલના દિલ્હી નિવાસ સ્થાને પહોચી છે.
નિતીન અને ચેતન સાંડેસરા ભાઈઓએ ભારતીય બેન્કો સાથે નીરવ મોદી કરતાં પણ મોટી રકમની ગડબડ કરી છે. અંદાજે કુલ 14500 કરોડ રૂપિયાનો ચૂનો ભારતીય બેન્કોને લગાવ્યો હોવાનું બહાર આવ્યું છે. સીબીઆઈએ વર્ષ 2017 માં 5383 કરોડ રૂપિયાના ગોટાળા સામે પ્રથમવાર સાંડેસરા ભાઈઓ સામે કેસ નોંધ્યો હતો ત્યારબાદ ED એ પણ આ કેસની તપાસ આગળ વધારી હતી.
જેમાં આંધ્ર બેન્ક, યુકો બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, અલાહાબાદ બેંક અને બેન્ક ઓફ ઇન્ડિયા નો સમાવેશ થાય છે. આ બેંકોમાંથી તેમણે વિદેશમાં આવેલી પોતાની બ્રાન્ચના નામે વિદેશી ચલણમાં ડૉલર લોન પેટે લીધા હતા અને કોંગ્રેસી નેતા અહેમદ પટેલનું નામ અહીંથી જ સામેલ થયું છે. કહેવાય છે કે વિદેશમાં આ નાણાં મેળવવા માટે સાંડેસરા ભાઈઓએ અહેમદ પટેલની મદદ લીધી હતી. જેમાંથી કેટલાક નાણાં અહેમદ પટેલ, તેમના પુત્ર અને જમાઈ માટે ખર્ચ્યા હોવાનું કહેવાય છે અને આ જ મુદ્દે કીડી આજે પૂછપરછ કરી રહી છે..
મહત્વનું છે કે સાંડેસરા ભાઈઓ નીતિન અને ચેતન સાંડેસરા નાઈજીરિયામાં છુપાયા હોવાનું મનાય છે અને ભારતીય એજન્સીઓ તેમના પ્રત્યાર્પણ માટે પ્રયત્નો કરી રહી છે. આ બંને ભાઈઓ સામે એવો આરોપ છે કે સ્ટર્લિંગ બાયોટેકે આંધ્ર બેંકના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમ પાસેથી રૂ. 5,000 કરોડથી વધુની લોન લીધી હતી, જે નોન-પરફોર્મિંગ એસેટમાં ફેરવાઈ ગઈ હતી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com