ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
9 જુલાઈ 2020
વડોદરાની સ્ટર્લીંગ બાયોટેક ના પ્રમોટર સાંડેસરા બંધુઓના બેંક કૌભાંડ કેસમાં કથિત મની લોન્ડરિંગ કેસ સંદર્ભે કોંગ્રેસી નેતા અહેમદ પટેલની ED દ્વારા ચોથી વખત તેમના દિલ્હીના નિવાસ્થાને પુછપરછ કરવામાં આવી છે. આ અગાઉ બે જુલાઈના રોજ પણ અહેમદ પટેલની 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ અગાઉની ત્રણ વખતની પૂછપરછ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 27 કલાક અને 128 પ્રશ્નો પુછાયા છે.. આટલી બધી ઊલટ તપાસ થયા બાદ અહેમદ જ પટેલે પ્રેસમાં બયાન આપ્યું હતું કે 'આ બધું રાજકીય દુશ્મનાવટ અને મારા પરિવારને હેરાન કરવા માટે થઈ રહ્યું છે'.
નોંધનીય છે કે અગાઉ ED કચેરીએ હાજર થવાના નિર્દેશો તેમને અપાયા હતા ત્યારે હાજર ન રહેવા માટે કોવિડ-19 ની પ્રતિકૂળ સ્થિતિ નું બહાનું આગળ ધરી આવ્યા ન હતા. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મની લોન્ડરિંગ મામલે ઈડી એ કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલના દિકરા અને જમાઈની પણ આ કેસમાં પૂછપરછ કરી ચૂકી છે. મળતી માહિતી મુજબ સાંડેસરા ગ્રૂપ ના કર્મચારી એ આપેલી માહિતીને આધારે અહેમદ પટેલ અને તેમના પરિવાર સુધી ઈડીની તપાસનું પગેરું પહોંચ્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com