News Continuous Bureau | Mumbai
નેશનલ હેરાલ્ડ કેસ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની પકડ વધુ મજબૂત થઈ રહી છે.
હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ આ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સવારે 11 વાગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસ પહોંચ્યા હતા, ત્યારથી તેની પૂછપરછ ચાલી રહી છે.
ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને આજે આ કેસમાં પુછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું.
નેશનલ હેરાલ્ડ કેસની તપાસ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર શરૂ થઈ હતી.
તેમણે 2012માં કોર્ટ અરજી દાખલ કરીને કોંગ્રેસ નેતાઓ પર આરોપ લગાવ્યો હતો કે, યંગ ઇન્ડિયા લિમિટેડ કંપની અંતર્ગત એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડનું અધિગ્રણ કરી લીધું હતું.
આ સમાચાર પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી ચેતવણી, કહ્યું-કોરોના ક્યાંય ગયો નથી, બહુરૂપિયો ફરી રૂપ બદલીને આવી શકે; આપી આ ખાસ સલાહ
