News Continuous Bureau | Mumbai
ED Raid: આપ (AAP) ના સાંસદ સંજય સિંહ (Sanjay Singh) ના આવાસ પર બુધવારે સવારે ઈડી દરોડા (ED Raid) ની કાર્યવાહી કરવા પહોંચી હતી. માહિતી અનુસાર આ દરોડાની કાર્યવાહી દિલ્હીની ( Delhi ) વિવાદિત લીકર પોલિસી ( liquor policy ) ની તપાસ માટે કરવામાં આવી રહી છે.
આ અગાઉ પણ આમ આદમી પાર્ટીના ( Aam Aadmi Party ) તમામ નેતા તપાસ એજન્સીઓની ( investigating agencies ) રડાર પર આવી ચૂક્યા છે. EDએ મની લોન્ડ્રિંગ કેસમાં ( money laundering cases ) ગયા વર્ષે મે મહિનામાં કેજરીવાલ સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનની ( Satyendra Jain ) ધરપકડ કરી હતી. જો કે, અત્યારે તેઓ બીમારીના કારણે સુપ્રીમ કોર્ટ (SC)થી મધ્યસ્થ જામીન પર બહાર છે. એ સિવાય EDએ દિલ્હીની આબકારી નીતિમાં કૌભાંડના આરોપમાં મની લોન્ડ્રિંગની તપાસ કરી રહેલી EDએ તેમની ધરપકડ કરી હતી. સિસોદિયા અત્યારે જેલમાં બંધ છે. જો કે, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પોતાના નેતાઓને કટ્ટર ઈમાનદાર બતાવી રહ્યા છે.
#WATCH | Visuals from outside AAP Rajya Sabha MP Sanjay Singh’s residence
ED raids underway at the residence of AAP Rajya Sabha MP Sanjay Singh pic.twitter.com/k6FRDjY12S
— ANI (@ANI) October 4, 2023
શું છે સમગ્ર મામલો..
કેસ દિલ્હી સરકારની નવી આબકારી નીતિ 2021-22 સાથે જોડાયેલો છે. દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021થી દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલિસી લાગૂ કરી હતી. નવી આબકારી નીતિ હેઠળ દારૂનનો બિઝનેસ પૂરી રીતે ખાનગી હાથોમાં સોંપી દેવામાં આવ્યો અને દિલ્હી સરકાર તેનાથી પૂરી રીતે બહાર આવી ગઈ. દિલ્હી સરકારે નવી એક્સાઈઝ પોલિસી લાવવાને લઈને માફિયા રાજ સમાપ્ત કરવાનો તર્ક આપ્યો છે. એવો પણ દાવો કર્યો હતો કે તેનાથી સરકારના કરવેરામાં પણ વધારો થશે. દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલિસી લાગૂ થઈ તો પરિણામ સરકારના દાવાઓની એકદમ વિરુદ્ધ આવ્યા. કહ્યું સરકારે કરવેરો વધવાનો દાવો કર્યો હતો અને નુકસાન ઉઠાવવું પડ્યું.
આ સમાચાર પણ વાંચો : Ban on export of non-basmati rice: નરેન્દ્ર મોદી સરકારના એક નિર્ણયથી મલેશિયામાં મચી ગયો દેકારો.. જાણો શું છે આ પ્રકરણ..વાંચો વિગતે અહીં..
31 જુલાઇ 2022ના રોજ કેબિનેટમાં નોટમાં સરકારે માન્યું કે ભારે વેચાણ છતા આવકમાં ભારે નુકસાન થયું છે. નવી એક્સાઈઝ પોલિસી લાગૂ થયા બાદ આવકને નુકસાનને લઈને દિલ્હી સરકાર નિંદાના ઘેરામાં આવી ગઈ, પરંતુ આ નીતિમાં ગરબડીનો આરોપ સૌથી પગેલા લગાવ્યો કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિન નરેશ કુમારે. તેમણે ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને રિપોર્ટ આપ્યો. આ રિપોર્ટમાં મુખ્ય સચિવે એક્સાઈઝ પોલિસીમાં ગરબડ સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા પર દારૂના વેપારીઓને અનુચિત લાભ પહોંચાડવાનો પણ આરોપ લગાવ્યો.
દિલ્હીના LGએ મુખ્ય સચિવના રિપોર્ટના આધાર પર 22 જુલાઇ 2022ના રોજ CBI તપાસની ભલામણ કરી હતી. LGની ભલામણ બાદ CBIએ કેસ નોંધીને કેસની તપાસ શરૂ કરી અને કેન્દ્રીય એજન્સીઓએ હવે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની આ કેસમાં ધરપકડ કરી લીધી. તમામ વિવાદ, આરોપ-પ્રત્યારોપ, આવકના નુકસાન અને CBI તપાસ બાદ દિલ્હી સરકારે પોતાના પગલાં પાછળ ખેચી લીધા હતા અને 1 સપ્ટેમ્બર 2022થી જૂની આબકારી નીતિને પાછી લાગૂ કરવામાં આવી હતી.