News Continuous Bureau | Mumbai
ED Raid: રાજસ્થાન ( Rajasthan ) માં વિધાનસભા ચૂંટણી ( Assembly Election ) ના પડઘમ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાન કોંગ્રેસ ( Congress ) અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા ( govind singh dotasra ) ના ઘરે EDની ટીમ પહોંચી છે. PCC ચીફના ઘરે આ કાર્યવાહી કરવા પાછળનું કારણ રાજસ્થાનનો પેપર લીક ( Paper leak ) મામલો હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં દિલ્હી અને રાજસ્થાનની EDની ટીમ ગોવિંદ સિંહ દોતાસરા અને તેના પરિવાર વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.
The Enforcement Directorate is conducting search operations at nearly a dozen locations in Rajasthan in connection with the paper leak case. The raids are also under at the premises of some Congress leaders, including Rajasthan Congress President Govind Singh Dotasra https://t.co/LmpKtaKuwf
— ANI (@ANI) October 26, 2023
રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા અને તેમના સંબંધીઓના ઘરે પણ EDની ટીમ પહોંચી ગઈ છે. RPSC પેપર લીક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે પહેલીવાર PCC ચીફના ( PCC Chief ) ઘરે દરોડા પાડ્યા હતા. દિલ્હી અને જયપુરની EDની ટીમો સાથે કેન્દ્રીય સુરક્ષા દળના અધિકારીઓ પણ સ્થળ પર હાજર હતા. EDની ટીમ દોતાસરાના જયપુર નિવાસસ્થાન અને સીકર સ્થિત તેમના અંગત નિવાસસ્થાને પણ પહોંચી છે.
રાજ્યમાં 7 સ્થળો પર કાર્યવાહી..
એવું કહેવામાં આવી રહ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહુઆથી અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ઓમ પ્રકાશ હુડલાના સાત સ્થળો પર પણ દરોડા પાડ્યા છે. આ બાબત પેપર લીક કેસ સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. નોંધનીય છે કે, કોંગ્રેસે સીકર જિલ્લાની લક્ષ્મણગઢ સીટ પરથી પોતાના ઉમેદવારોની યાદીમાં ગોવિંદ સિંહ દોતાસરાને મેદાનમાં ઉતાર્યા છે.
આ સમાચાર પણ વાંચો : Reliance Jio: જિયો ભારતમાં ગ્રાહકોને શ્રેષ્ઠ ઇન-હોમ-એક્સપિરિયન્સ આપવા માટે પ્લમના ક્લાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે
EDએ રાજસ્થાનના પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસ નેતા ગોવિંદ સિંહના જયપુર અને સીકરના ઘરે ED એ દરોડા પડ્યા છે. રાજ્યમાં 7 સ્થળો પર કાર્યવાહીની પણ માહિતી મળી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાજસ્થાનમાં પેપર લીક કેસમાં ભૂપેન્દ્ર સરનની મની લોન્ડરિંગના આરોપસર ધરપકડ કરી હતી. રાજસ્થાન પોલીસની FIRના આધારે EDએ ભૂપેન્દ્ર સરન અને અન્ય લોકો સામે પણ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. EDની તપાસમાં બહાર આવ્યું છે કે ભૂપેન્દ્ર સરને અન્ય આરોપીઓ સાથે મળીને શિક્ષક ગ્રેડ II સ્પર્ધાત્મક પરીક્ષા 2022નું જનરલ નોલેજ પેપર લીક કર્યું હતું.