ED Raid :આમ આદમી પાર્ટીને મોટો ફટકો: સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના ઠેકાણે EDના દરોડા, કરોડોના વ્યવહારની તપાસ.

ED Raid :પંજાબ અને ગુરુગ્રામ સહિત 8-9 સ્થળોએ સર્ચ ઓપરેશન; રાઘવ ચઢ્ઢાની જગ્યાએ તાજેતરમાં જ રાજ્યસભામાં ડેપ્યુટી લીડર બનાવાયા હતા.

by Janvi Soni
ED Raids AAP MP Ashok Mittal: Searches at 9 locations including Jalandhar’s Lovely Professional University.

News Continuous Bureau | Mumbai

ED Raid : આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલ માટે આજની સવાર મુશ્કેલીભરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમે બુધવારે સવારે સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. નોંધનીય છે કે, મિત્તલને તાજેતરમાં જ રાઘવ ચઢ્ઢાના સ્થાને રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ફંડમાં ગેરરીતિની આશંકા

અશોક મિત્તલ પંજાબની જાણીતી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) ના સ્થાપક અને ચેરમેન છે. ED ના સૂત્રોના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીના ફંડમાં કેટલીક આર્થિક ગેરરીતિઓ જોવા મળી છે, જેના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી છે. ED ની એક ટીમ જાલંધર સ્થિત લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના કેમ્પસમાં પણ પહોંચી છે અને ત્યાં મહત્વના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Metro Accident:મુંબઈ BKCમાં મેટ્રો સાઇટ પર મોટી દુર્ઘટના: ભારેભરખમ બીમ ધરાશાયી થતા ક્રેન પલટી, કામગીરી દરમિયાન સર્જાયો ભયાનક અકસ્માત!

 ગુરુગ્રામ અને પંજાબમાં 9 સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન

તપાસ એજન્સીએ માત્ર અશોક મિત્તલ જ નહીં, પરંતુ તેમના પુત્ર સાથે સંકળાયેલા વ્યવસાયિક ઠેકાણાઓ પર પણ સપાટો બોલાવ્યો છે. ગુરુગ્રામ અને પંજાબ સહિત અંદાજે 8 થી 9 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં સાંસદનું નિવાસસ્થાન, ફાર્મ હાઉસ અને યુનિવર્સિટી કચેરીઓનો સમાવેશ થાય છે. ED ની ટીમ આ રેડ દરમિયાન નાણાકીય વ્યવહારો અને વિદેશી ફંડિંગના સ્ત્રોતોની તપાસ કરી રહી હોવાનું મનાય છે.

રાજકીય વર્તુળોમાં ગરમાવો: AAP એ આપી પ્રતિક્રિયા

રાજ્યસભામાં ડેપ્યુટી લીડર બન્યાના ગણતરીના દિવસોમાં જ ED ની આ કાર્યવાહીને પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટીએ આ કાર્યવાહીને રાજકીય કિન્નાખોરી ગણાવી છે. અશોક મિત્તલ શિક્ષણ ક્ષેત્રે મોટું નામ ધરાવે છે અને પંજાબના રાજકારણમાં પણ તેમનું કદ વધી રહ્યું છે, ત્યારે આ રેડમાં શું બહાર આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. હાલમાં તપાસ ચાલુ હોવાથી સાંસદ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More