Site icon

કૌભાંડકારી મેહુલ ચોક્સી હવે ફસાશે, સરકારે નવું આરોપ પત્ર દાખલ કર્યું. પ્રત્યાર્પણને વેગ મળશે. જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

20 જુલાઈ 2020

ડિરેક્ટોરેટ ઓફ રિકવરી (ED) એ પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી સામે નવી ચાર્જશીટ ફાઇલ કરી છે. આનાથી પ્રત્યાર્પણ પ્રક્રિયા ઝડપી બનશે. નવી ચાર્જશીટમાં ખુલાસો કરાયો છે કે ચોકસીએ કેવી રીતે ભારત, દુબઇ અને યુએસમાં નાણાકીય સંસ્થાઓ, ગ્રાહકો અને લેનારાઓને હીરા અને સંપત્તિ વેચવા માટે આખા રેકેટનો ઉપયોગ કર્યો હતો. નવા આરોપથી ચોક્સીના પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપી બનશે, ઉલ્લેખનીય છે કે 13,500 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં ભાણેજ નીરવ મોદીની સાથે મામા મેહુલ ચોક્સી મુખ્ય આરોપી છે. પીએનબી કૌભાંડનો પર્દાફાશ થતાં પહેલા બંને દેશ છોડીને ભાગી ગયા છે. ચોક્સીએ એન્ટિગુઆનું નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે ત્યાં ભારે રોકાણ કર્યું છે. જ્યારે નીરવ મોદીએ લંડનમાં વૈભવી ઘર લઈને ત્યાં રહેતો હતો. આ કૌભાંડમાં ધરપકડ ટાળવા માટે જ  તે દેશમાંથી ભાગી ગયો હતો. 

જોકે ચોક્સીએ કહ્યું છે કે તે "બાયપાસ સર્જરી અને હ્રદયરોગની સારવાર માટે વિદેશમાં છે." નોંધનીય છે કે  ખરાબ આરોગ્ય અને સારવારના કારણોસર તેણે ઘણી વાર ભારત પાછા આવવાનો ઇનકાર પણ કર્યો છે. અગાઉ ઇડીએ 2018 માં પીએનબી કૌભાંડ કેસમાં ચોક્સી વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી. હવે નવી ચાર્જશીટ દાયર થતાં તેની પ્રત્યાર્પણ પ્રક્રિયા ઝડપી બનાવશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/30tqQ91 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Red Fort Blast: દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા: ઉપરાજ્યપાલે પોલીસ કમિશનરને એમોનિયમ નાઇટ્રેટના વેચાણ પર નિયંત્રણ માટે આપ્યા ખાસ નિર્દેશો.
Coal mining: કોલસા ખનન કેસમાં EDનો મોટો ઍક્શન: બંગાળમાં આટલા સ્થળોએ દરોડા, મની લોન્ડરિંગની તપાસ
Red Fort Blast: આતંકીઓની મોડસ ઓપરેન્ડી: બોમ્બ બનાવવા માટે કઈ એપ્સનો ઉપયોગ થતો હતો? જાણો લાલ કિલ્લા ધમાકાની તપાસની વિગતો
Kolkata Earthquake: કોલકાતા સહિત પશ્ચિમ બંગાળમાં ભૂકંપના તીવ્ર આંચકા, ગભરાટમાં લોકો ઘર છોડીને ભાગ્યા
Exit mobile version