News Continuous Bureau | Mumbai
શું તમને પણ ટીવી જોવું ગમે છે, પરંતુ સેટ ટોપ બોક્સ રિચાર્જ કરવું મોંઘુ પડે છે, તો તમારા માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં આપને સેટ ટોપ બોક્સથી છુટકારો મળી શકે છે. હાલમાં, ટેલિવિઝન દર્શકોએ વિવિધ પે-આધારિત અને ફ્રી-ટુ-એર ચેનલો જોવા માટે સેટ-ટોપ બોક્સ ખરીદવું પડે છે. હવે સરકારના આ નિર્ણયથી સેટ ટોપ બોક્સ રિચાર્જ કરવાની ઝંઝટ માંથી મુક્તિ મળશે.
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ટીવી ઉત્પાદન દરમિયાન જ ટીવીમાં સેટેલાઇટ ટ્યુનર લગાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય છે કે લોકો 200 થી વધુ ટીવી ચેનલો જોઈ શકે અને આ માટે અમે ટીવી ઉત્પાદન દરમિયાન જ સેટેલાઇટ ટ્યુનર લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જો આમ થશે તો લોકોને ફ્રીમાં ડીશ વિના દૂરદર્શનના કાર્યક્રમો જોવાની સુવિધા મળશે.
આ સમાચાર પણ વાંચો: અમિત શાહે કહ્યું- ત્રિપુરામાં જ નહીં, રાજસ્થાન-કર્ણાટક, છત્તીસગઢ અને એમપીમાં પણ બનશે ભાજપની સરકાર.
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ફ્રી ડિશ પર સામાન્ય મનોરંજન ચેનલનો ખૂબ વિસ્તાર થયો છે. જેનાથી કરોડો દર્શકોને આકર્ષિત કરવામા મદદ મળી છે. તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, મે મારા વિભાગમાં એક નવી શરૂઆત કરી છે. જો તમારા ટીવી સેટમાં ઇનબિલ્ટ સેટેલાઇટ ટ્યુનર છે, તો તમારે અલગથી સેટ ટોપ બોક્સ રાખવાની જરૂર રહેશે નહીં. તમે રિમોટ પર માત્ર એક ક્લિક કરીને તમારા ટીવીમાં 200થી વધુ ટીવી ચેનલો જોઈ શકો છો.
જો કે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આ મામલામાં હજુ નિર્ણય લેવાનો બાકી છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ઠાકુર ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્ર લખ્યો હતો કે, ટેલિવિઝન નિર્માતાઓએ ઔદ્યોગિક માપદંડ બ્યૂરો દ્વારા નિર્મિત ઉપગ્રહ ટ્યૂનર માટે માપદંડો અપનાવવાનો નિર્દેશ જાહેર કર્યો છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં ઠંડી ગાયબ, શહેરીજનોએ ફેબ્રુઆરીમાં જ માર્ચ હિટનો કર્યો અનુભવ.. જાણો ચાલુ સપ્તાહે કેવું રહેશે શહેરનું વાતાવરણ..