Site icon News Continuous Bureau | Mumbai

અનાજની તંગીનો સામનો કરી રહેલા આ દેશે ભારતને નુકસાનીથી બચાવી લીધુ- તુર્કીએ રિજેક્ટ કરેલા ઘઉં હોંશે હોંશે ખરીદી લીધા- જાણો વિગતે

India to supply 10000 tons of wheat to Afghanistan

ભારત અફઘાનિસ્તાનને 10,000 ટન ઘઉંની સપ્લાય કરશે

 News Continuous Bureau | Mumbai 

અનાજની કારમી તંગીનો(Grain shortage) સામનો કરી રહેલા ઈજિપ્તે(Egypt) ભારતે(india) લાખો રૂપિયાના આર્થિક નુકસાનીથી(Economic losses) બચાવી લીધું છે. રૂબેલ વાયરસનો(Rubella virus) હવાલો આપી તુર્કીએ ભારતના જે ઘઉંને(Wheat) પાછા મોકલ્યા હતા, તે ઘઉં હવે ઈજિપ્તે હાથોહાથ ખરીદી લીધા છે.

Join Our WhatsApp Channel

રશિયા અને યુક્રેન(Russia ukaine war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઈજિપ્ત હાલ અનાજની કારમી અછતનો સામનો કરી રહ્યું છે. ઈજિપ્ત વિશ્ર્વમાં ઘઉંની આયાત કરનારો સૌથી મોટો દેશ છે. એક અહેવાલ મુજબ તુર્કીએ(Turkey) જે ઘઉંની ગુણવત્તા ખરાબ હોવાનું કહીને માલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, તે ઘઉંને ઈજિપ્તએ ખરીદી લીધા છે.

ભારતે 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે તે પહેલા જ ભારતે તુર્કીને 56,000 ટન ઘઉંની નિકાસની(Wheat exports) મંજૂરી આપી હતી. ઘઉંની ખેપ(Consignment of wheat) ભારતથી રવાના કરતા પહેલા ક્વોરન્ટાઈનથી(quarantine) લઈને તમામ પ્રક્રિયાઓ પૂરી કરવામાં આવી હતી. છતાં તુર્કીએ ભારતના ઘઉંમાં રૂબેલા વાયરસ મળ્યા હોવાનુ કહીને ઘઉંનો માલ સ્વીકાર કરવાનો ઈનકાર કર્યો હતો અને ઘઉં પરત કરી દીધા હતા.

આ સમાચાર પણ વાંચો :  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ED એ જારી કર્યું નવું સમન્સ- હવે આ તારીખે પૂછપરછ માટે કોંગ્રેસ નેતાને બોલાવ્યા-જાણો શું છે કારણ 

ભારતના ખાદ્ય સચિવ(Food Secretary of India) સુધાંશુ પાંડેના(Sudhanshu Pandey) કહેવા મુજબ ઘઉંની જે ખેપ તુર્કી રવાના થઈ હતી તે ભારતીય કંપની(Indian company) આઈટીસી લિમિટેડની(ITC Ltd.) હતી. તે કરાર માટેની નાણાકીય લેવડ-દેવડ પણ કરી ચૂકી હતી. ભારતીય કંપનીએ આ ઘઉં નેધરલેન્ડની(Netherlands) વિદેશી કંપનીને(Foreign company) વેચ્યા હતા. ત્યાંથી તે તુર્કી ગયા હતા. ધઉંની તપાસ અને તમામ પ્રકારની મંજૂરી બાદ જ ઘઉં મોકલવામાં આવ્યા હતા. છતાં તુર્કીએ તેનો સ્વીકારવાનો જ ઈનકાર કરી દીધો હતો. જોકે હવે ઈજિપ્તએ આ ઘઉં હાથો-હાથ ખરીદી લીધા છે.
 

Women’s Reservation Bill Defeated અંતરાત્માનો અવાજ કે રાજકીય રમત? મહિલા અનામત બિલ પડતા જ મચ્યો હંગામો, જાણો સરકારની હારના મુખ્ય કારણો
India China Delhi Meeting ભારતચીન મિત્રતા કે નવો ખેલ? પહેલીવાર સીધી વાતચીતથી વિશ્વભરમાં હલચલ, અમેરિકા કેમ છે પરેશાન?
TCS Nashik Case Update ‘TCS નું નિવેદન કે બચાવ? નાસિક કાંડમાં ફસાયેલી નિદા ખાન મુદ્દે કંપનીએ કર્યો મોટો દાવો!
Women’s Reservation Bill Parliament અમિત શાહનો વિપક્ષ પર મોટો હુમલો! મહિલા અનામત બિલની ચર્ચા વચ્ચે સંસદમાં શું થયું? જાણો અંદરની વાત.
Exit mobile version