El Nino Effect Milk Prices મોંઘવારીનો મોટો ઝટકો દૂધ અને ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં ફરી થશે ધરખમ વધારો? જાણો શું છે અસલી કારણ

El Nino Effect Milk Prices ઘાસચારો અને પાણીની અછતના કારણે પશુપાલન ખર્ચ વધવાની આશંકા, ડેરી પ્રોડક્ટ્સ પણ થઈ શકે છે મોંઘી

by kalpana Verat
El Nino Effect Milk Prices  મોંઘવારીનો મોટો ઝટકો દૂધ અને ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં ફરી થશે ધરખમ વધારો? જાણો શું છે અસલી કારણ

 

News Continuous Bureau | Mumbai

El Nino Effect Milk Prices મોંઘવારીનો સામનો કરી રહેલી સામાન્ય જનતાને આગામી દિવસોમાં વધુ એક મોટો ફટકો પડી શકે છે. અલ નિનો (El Nino) ની અસરો અને દેશના કેટલાક ભાગોમાં નબળા ચોમાસાની આશંકા વચ્ચે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં દૂધના ભાવમાં ૩ થી ૪ ટકા સુધીનો વધારો થવાની સંભાવના ડેરી ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

El Nino Effect Milk Prices – અલ નિનોના કારણે પશુઓના ઘાસચારાની અછત વર્તાશે

અલ નિનો એ હવામાન સંબંધિત એવી વૈશ્વિક ઘટના છે, જેના કારણે સામાન્ય રીતે સરેરાશ કરતાં ઓછો વરસાદ પડે છે. જ્યારે ચોમાસું નબળું રહે છે, ત્યારે લીલા ઘાસચારાનું ઉત્પાદન ઘટી જાય છે અને પશુઓ માટે પીવાના પૂરતા પાણીની ઉપલબ્ધતા પણ પ્રભાવિત થાય છે. આના કારણે દૂધ આપતા પશુઓની ઉત્પાદકતા ઘટે છે. ઘાસચારાની અછત અને મોંઘા પશુ આહારના કારણે પશુપાલકોનો ખર્ચ વધી જાય છે, જેની સીધી અસર બજારમાં દૂધના પુરવઠા (Supply) પર પડે છે.

El Nino Effect Milk Prices – દૂધની સાથે દહીં, પનીર અને ઘી પણ મોંઘા થવાના સંકેત

ડેરી સેક્ટરના નિષ્ણાતોના મતે, જો દેશના મુખ્ય દૂધ ઉત્પાદક રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે, તો આગામી થોડા મહિનામાં દૂધ મોંઘું થશે. દૂધના ભાવ વધવાની સાથે જ દહીં, પનીર, ઘી અને અન્ય ડેરી ઉત્પાદનો ના ભાવમાં પણ આપોઆપ વધારો ઝીંકાશે. જો કે, હાલના તબક્કે બજારમાં દૂધની ઉપલબ્ધતા સામાન્ય છે, પરંતુ ડેરી ઉદ્યોગ હવામાન વિભાગ (IMD) ની અગાહીઓ અને વરસાદની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે.

El Nino Effect Milk Prices – ડેરી કંપનીઓએ શરૂ કરી આગોતરી તૈયારીઓ

દેશની અગ્રણી ડેરી કંપનીઓ આ સંભવિત કટોકટીનો સામનો કરવા માટે પશુપાલકો સાથે મળીને વૈકલ્પિક ઘાસચારાના વ્યવસ્થાપન પર કામ કરી રહી છે. કંપનીઓનું કહેવું છે કે અત્યાર સુધી સપ્લાય પર અલ નિનોની કોઈ સીધી અસર જોવા મળી નથી, પરંતુ ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને સપ્લાય ચેઈન જાળવી રાખવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મે મહિનામાં પણ દેશની અગ્રણી ડેરી બ્રાન્ડ્સ દ્વારા ઇંધણ, પેકેજિંગ અને પ્રોક્યોરમેન્ટ કોસ્ટ વધવાના કારણે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

👉 આ સમાચાર વાચો:
NTA NEET UG Paper Leak Video Fake પુનઃપરીક્ષા બાદ પેપર લીકનો વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ, જાણો NTA એ શું આપી સ્પષ્ટતા?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More