News Continuous Bureau | Mumbai
Election 2023: દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ( Assembly Election ) યોજાવા જઈ રહી છે. ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે. આ દરમિયાન ચૂંટણી પંચે કોંગ્રેસ (Congress) નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા ( Priyanka Gandhi ) , આસામના મુખ્યમંત્રી ( Assam CM ) હિમંતા બિસ્વા સરમા ( himanta biswa sarma ) અને કેન્દ્ર સરકારને ( Central Govt ) નોટિસ ( Notice ) મોકલી છે. ચૂંટણી પંચે ( Election Commission ) 26 ઓક્ટોબરે પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલીને 30 ઓક્ટોબરની સાંજ સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું. રાજસ્થાનની રેલીમાં પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી દ્વારા મંદિરમાં આપેલ દાન વિષે ટિપ્પણી કરવામાં આવી હતી. જેમાં પરબિડીયું ખોલતા માત્ર 21 રૂપિયા જ મળ્યા હતા. આ અંગે ભારતીય જનતા પાર્ટીએ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.
20 ઓક્ટોબરે દૌસામાં એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મેં તાજેતરમાં જ ટીવી પર જોયું … મને ખબર નથી કે તે સાચું છે કે નહીં. પીએમ મોદીએ દેવનારાયણ મંદિરમાં જઈને દાનપેટીમાં એક પરબીડિયું જમા કરાવ્યું હતું. લોકો વિચારી રહ્યા હતા કે તેમાં શું છે, પરંતુ જ્યારે તેને ખોલવામાં આવ્યું તો તેમાંથી 21 રૂપિયા નીકળ્યા.
આ સમાચાર પણ વાંચો : Malad : મલાડમાં બનશે નોયડા જેવો થીમ પાર્ક, પાલિકાએ માર્વેમાં 63 દુકાનો અને ઝૂંપડાંઓ પર ચલાવ્યું બુલડોઝર..
હિમંતા બિસ્વા સરમાને પણ નોટિસ ફટકારવામાં આવી છે…
ભાજપે બુધવારે પ્રિયંકા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચને એક મેમોરેન્ડમ સોંપ્યું હતું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડે કહ્યું કે પ્રિયંકા ગાંધી રાજસ્થાનની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને પણ ચૂંટણી પંચે નોટીસ આપી છે. હિમંત બિસ્વા સરમાએ છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ સરકાર પર સનાતન ધર્મને નબળો પાડવાનો અને રાજ્યમાં ધર્મ પરિવર્તનનું બજાર ખોલવાનો આરોપ લગાવ્યો હતો. રેલીને સંબોધિત કરતા હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, “જો કોઈ અકબર એક જગ્યાએ આવે છે, તો તે 100 અકબરને બોલાવે છે, આ વાત ભૂલશો નહીં. તેથી તે અકબરને વહેલી તકે દૂર મોકલી દો, નહીં તો માતા કૌશલ્યાની આ ભૂમિ અપવિત્ર બની જશે.
ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને 5 ડિસેમ્બર સુધી ચૂંટણીલક્ષી રાજ્યોમાં પ્રસ્તાવિત વિકાસ ભારત સંકલ્પ યાત્રા ન યોજવા જણાવ્યું છે.