Site icon

Election 2023: ચૂંટણી સિઝનમાં એક્શનમાં ચૂંટણી પંચ.. હિમંતા બિસ્વા, પ્રિયંકા ગાંધી અને કેન્દ્ર સરકારને ચુંટણી પંચની નોટિસ… જાણો શું છે આ મામલો..વાંચો વિગતે અહીં..

Election 2023: દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે. આ દરમિયાન ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે…

Election 2023 Election Commission in Action in Election Season.. Election Commission Notice to Himanta Biswa, Priyanka Gandhi and Central Govt.. Know What Is This Case..

News Continuous Bureau | Mumbai 

Election 2023: દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ( Assembly Election ) યોજાવા જઈ રહી છે. ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે. આ દરમિયાન ચૂંટણી પંચે કોંગ્રેસ (Congress) નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા ( Priyanka Gandhi ) , આસામના મુખ્યમંત્રી ( Assam CM ) હિમંતા બિસ્વા  સરમા ( himanta biswa sarma ) અને કેન્દ્ર સરકારને ( Central Govt ) નોટિસ ( Notice ) મોકલી છે. ચૂંટણી પંચે ( Election Commission ) 26 ઓક્ટોબરે પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલીને 30 ઓક્ટોબરની સાંજ સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું. રાજસ્થાનની રેલીમાં પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી દ્વારા મંદિરમાં આપેલ દાન વિષે ટિપ્પણી કરવામાં આવી હતી. જેમાં પરબિડીયું ખોલતા માત્ર 21 રૂપિયા જ મળ્યા હતા. આ અંગે ભારતીય જનતા પાર્ટીએ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.

Join Our WhatsApp Community

20 ઓક્ટોબરે દૌસામાં એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મેં તાજેતરમાં જ ટીવી પર જોયું … મને ખબર નથી કે તે સાચું છે કે નહીં. પીએમ મોદીએ દેવનારાયણ મંદિરમાં જઈને દાનપેટીમાં એક પરબીડિયું જમા કરાવ્યું હતું. લોકો વિચારી રહ્યા હતા કે તેમાં શું છે, પરંતુ જ્યારે તેને ખોલવામાં આવ્યું તો તેમાંથી 21 રૂપિયા નીકળ્યા.

આ સમાચાર પણ વાંચો : Malad : મલાડમાં બનશે નોયડા જેવો થીમ પાર્ક, પાલિકાએ માર્વેમાં 63 દુકાનો અને ઝૂંપડાંઓ પર ચલાવ્યું બુલડોઝર..

 હિમંતા બિસ્વા સરમાને પણ નોટિસ ફટકારવામાં આવી છે…

ભાજપે બુધવારે પ્રિયંકા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચને એક મેમોરેન્ડમ સોંપ્યું હતું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડે કહ્યું કે પ્રિયંકા ગાંધી રાજસ્થાનની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને પણ ચૂંટણી પંચે નોટીસ આપી છે. હિમંત બિસ્વા સરમાએ છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ સરકાર પર સનાતન ધર્મને નબળો પાડવાનો અને રાજ્યમાં ધર્મ પરિવર્તનનું બજાર ખોલવાનો આરોપ લગાવ્યો હતો. રેલીને સંબોધિત કરતા હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, “જો કોઈ અકબર એક જગ્યાએ આવે છે, તો તે 100 અકબરને બોલાવે છે, આ વાત ભૂલશો નહીં. તેથી તે અકબરને વહેલી તકે દૂર મોકલી દો, નહીં તો માતા કૌશલ્યાની આ ભૂમિ અપવિત્ર બની જશે.

ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને 5 ડિસેમ્બર સુધી ચૂંટણીલક્ષી રાજ્યોમાં પ્રસ્તાવિત વિકાસ ભારત સંકલ્પ યાત્રા ન યોજવા જણાવ્યું છે.

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version