News Continuous Bureau | Mumbai
Telangana Assembly Elections 2023: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેલંગાણા, હૈદરાબાદમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પહેલાં, તેલંગાણાના ભાજપના નેતાઓએ રાજ્યમાં મદિગા સમુદાયને અન્યાય અને ઉપેક્ષા વિશે મંચ પર વાત કરી હતી. ત્યારે મોદીની બાજુમાં બેઠેલા સ્થાનિક નેતા મંદા કૃષ્ણા મદિગા ભાવુક થઈ ગયા હતા. તેઓ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. તે સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સ્વસ્થ કર્યા અને શાંત કર્યા હતા.
વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ રહી છે ત્યારે ક્રિષ્ના મદિગાનો ચૂંટણી રેલીમાં ભાવુક થઈ જતા અને પીએમ મોદી દ્વારા સાંત્વના આપતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો જોયા બાદ યુઝર્સને 2019માં ચંદ્રયાન-2 મિશન નિષ્ફળ થયા બાદ ઈસરોના તત્કાલીન ચીફ સિવાન ઈમોશનલ થઈ જવાની ઘટના યાદ આવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સાંત્વના આપી હતી.
કૃષ્ણા મદિગા તેલંગાણા રાજ્યના સૌથી મોટા દલિત નેતા…
મંદા કૃષ્ણ મદિગા તેલંગાણાના દલિત નેતા છે. અને તેઓ મદિગા આરક્ષણ પોરાટા સમિતિના વડા પણ છે. તેલંગાણાની રચનાના ઘણા વર્ષો પહેલા પ્રકાશમ જિલ્લામાં આરક્ષણ પોરાટા સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આ જિલ્લો આંધ્રપ્રદેશમાં હતો. હવે આ જિલ્લો તેલંગાણા રાજ્યનો એક ભાગ છે. મદિગા સમુદાયને તેલંગાણા રાજ્યમાં અનુસૂચિત જાતિનો સૌથી મોટો ઘટક માનવામાં આવે છે.
#WATCH | Telangana: PM Modi consoles MRPS (Madiga Reservation Porata Samiti) chief Manda Krishna Madiga, who got emotional during a public rally in Hyderabad pic.twitter.com/mikvyuR1sW
— ANI (@ANI) November 11, 2023
કૃષ્ણા મદિગા રાજ્યના સૌથી મોટા દલિત નેતાઓમાં સામેલ છે. આથી તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં મોદીની બાજુમાં ખુરશી આપવામાં આવી હતી. તેલંગાણામાં મદિગા સમુદાય ચામડાનો વ્યવસાય કરે છે. તેથી તેને વંચિત જૂથ તરીકે ગણવામાં આવે છે. મડીગા કમિટી છેલ્લા ઘણા સમયથી એસસી કેટેગરીના અનામતમાં અલગ ક્વોટાની માંગ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Telangana Elections: કોંગ્રેસે તેલંગણા ચુંટણીમાં આ ભારતીય ક્રિકેટરને આપી ટિકિટ.. બીજી યાદીમાં 45 ઉમેદવારો કર્યા જાહેર.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..
મદિગા પ્રથમ વખત 2013માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ભાજપે તેના 2014ની વિધાનસભા ચૂંટણી ઢંઢેરામાં મદિગા સમુદાયને અનામત આપવાનું વચન આપ્યું હતું. પરંતુ ભાજપ જીતી શકી નથી. તેથી આ વચન પાળ્યું ન હતું. હૈદરાબાદમાં મોદીની રેલીનું આયોજન ક્રિષ્ના મદિગાના સંગઠન દ્વારા કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.