News Continuous Bureau | Mumbai
દેશમાં મતદાન(Voting) માટે 18 વર્ષની વય નિર્ધારિત કરવામાં આવી છે પરંતુ હવે 17 વર્ષના યુવાનો(youngsters) પણ મતદાર યાદી(Voting list)માં પોતાનું નામ નોંધાવી શકશે.
દેશના ચૂંટણી પંચે(Election Commission of India)જાહેરાત કરી છે કે 17 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો(Indian citizens) હવે મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે અગાઉથી અરજી (advance for voters' list enrolment)કરી શકશે. હવે યુવાનોએ યાદીમાં નામ નોંધાવવા માટે પૂર્વ-જરૂરી માપદંડોની રાહ જોવી પડશે નહીં. જોકે, મતદાન સમયે તેમની ઉમર 18 વર્ષ કે તેથી વધુની હોવી ફરજિયાત રહેશે.
આ સમાચાર પણ વાંચો : હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર(Chief Election Commissioner Rajeev Kumar) અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે(Election Commissioner Anup Chandra Pandey)ના નેતૃત્વ હેઠળ ભારતના ચૂંટણી પંચે આ સંદર્ભે તમામ રાજ્યોના (states)મુખ્ય કાર્યકારી અધિકારીઓને ટેકનીકલ ઉકેલો ઘડવા માટે નિર્દેશ આપ્યો છે જેથી કરીને યુવાનોને વર્ષમાં ત્રણ વખત એડવાન્સ અરજી દાખલ કરવામાં સુવિધા મળી શકે.
આયોગ(Election commission of India)નું કહ્યું છે કે, હવે યુવાનો વર્ષમાં ત્રણ વખત એટલે કે 1લી એપ્રિલ, 1લી જુલાઈ અને 1લી ઓક્ટોબરથી અરજી કરી શકશે. આ માટે હવે 1 જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે નહીં. ત્યારબાદ મતદાર યાદી દર ક્વાર્ટરમાં અપડેટ કરવામાં આવશે અને પાત્રતા ધરાવતા યુવાનો જે વર્ષના આગામી ક્વાર્ટરમાં 18 વર્ષ પૂરા કર્યા હોય તેની નોંધણી કરી શકાશે.