Site icon

વોટર IDને લઈને યુવાનો માટે ખુશખબર- 18 નહીં હવે આટલા વર્ષની ઉંમરે પણ ચૂંટણી કાર્ડ માટે કરી શકાશે એપ્લાય- ચૂંટણી પંચે કરી જાહેરાત  

News Continuous Bureau | Mumbai

દેશમાં મતદાન(Voting) માટે 18 વર્ષની વય નિર્ધારિત કરવામાં આવી છે પરંતુ હવે 17 વર્ષના યુવાનો(youngsters)  પણ મતદાર યાદી(Voting list)માં પોતાનું નામ નોંધાવી શકશે. 

Join Our WhatsApp Community

દેશના ચૂંટણી પંચે(Election Commission of India)જાહેરાત કરી છે કે 17 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો(Indian citizens) હવે મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે અગાઉથી અરજી (advance for voters' list enrolment)કરી શકશે. હવે યુવાનોએ યાદીમાં નામ નોંધાવવા માટે પૂર્વ-જરૂરી માપદંડોની રાહ જોવી પડશે નહીં. જોકે, મતદાન સમયે તેમની ઉમર 18 વર્ષ કે તેથી વધુની હોવી ફરજિયાત રહેશે.

આ સમાચાર પણ વાંચો : હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર(Chief Election Commissioner Rajeev Kumar) અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે(Election Commissioner Anup Chandra Pandey)ના નેતૃત્વ હેઠળ ભારતના ચૂંટણી પંચે આ સંદર્ભે તમામ રાજ્યોના (states)મુખ્ય કાર્યકારી અધિકારીઓને ટેકનીકલ ઉકેલો ઘડવા માટે નિર્દેશ આપ્યો છે જેથી કરીને યુવાનોને વર્ષમાં ત્રણ વખત એડવાન્સ અરજી દાખલ કરવામાં સુવિધા મળી શકે.

આયોગ(Election commission of India)નું કહ્યું છે કે, હવે યુવાનો વર્ષમાં ત્રણ વખત એટલે કે 1લી એપ્રિલ, 1લી જુલાઈ અને 1લી ઓક્ટોબરથી અરજી કરી શકશે. આ માટે હવે 1 જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે નહીં. ત્યારબાદ મતદાર યાદી દર ક્વાર્ટરમાં અપડેટ કરવામાં આવશે અને પાત્રતા ધરાવતા યુવાનો જે વર્ષના આગામી ક્વાર્ટરમાં 18 વર્ષ પૂરા કર્યા હોય તેની નોંધણી કરી શકાશે.

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version