News Continuous Bureau | Mumbai
Election Commission Bows To Outrage Over SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર (Special Intensive Revision SIR) પ્રક્રિયા હેઠળ લાખોકરોડો મતદારોના નામ કપાવા અને દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો તેમજ સુપ્રીમ કોર્ટની (Supreme Court) કડક નોટિસ બાદ ભારતીય ચૂંટણી પંચે (Election Commission of India ECI) નમતું જોખ્યું છે; ચૂંટણી પંચે માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં બે ઐતિહાસિક મોટા નિર્ણયો લઈને વિપક્ષની મુખ્ય માંગણીઓ સ્વીકારી લીધી છે.
Election Commission Bows To Outrage Over SIR – નિર્ણય ૧: ગુજરાત સહિત ૧૭ રાજ્યોમાં ‘સ્પેશિયલ સમરી રિવિઝન’ શરૂ
ચૂંટણી પંચે લીધેલા પ્રથમ મોટા નિર્ણય હેઠળ, દેશના ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા માટે પરંપરાગત ‘વિશેષ સંક્ષિપ્ત પુનરીક્ષણ’ એટલે કે એસએસઆર (Special Summary Revision – SSR) ઝુંબેશ પુનઃ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. એસઆઈઆર પ્રક્રિયાના કારણે આ વાર્ષિક ઝુંબેશ અટકી ગઈ હતી, જેના લીધે ૧૮ વર્ષ પૂર્ણ કરનારા નવા યુવા મતદારો (First Time Voters) નોંધણીથી વંચિત રહી ગયા હતા. હવે ૧ જાન્યુઆરી ૨૦૨૭ને પાત્રતા તારીખ ગણીને ગુજરાત, યુપી, બિહાર અને પંજાબ જેવા રાજ્યોમાં મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
Election Commission Bows To Outrage Over SIR – નિર્ણય ૨: રાજકીય પક્ષોને મળશે મતદાર યાદીની રીડેબલ સોફ્ટ કોપી
ચૂંટણી પંચે બીજો મોટો ઐતિહાસિક યુ-ટર્ન લેતાં તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને મતદાર યાદીની વાંચી શકાય તેવી ડિજિટલ સોફ્ટ કોપી (Readable Soft Copy / Searchable PDF) આપવાની ખાતરી આપી છે. અગાઉ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ પંચે તેનો સતત વિરોધ કર્યો હતો. હવે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા અને મતદારોના નામ ગેરકાયદેસર રીતે રદ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પંચે રાજકીય પક્ષોની આ લાંબા સમયની માંગણી સત્તાવાર રીતે સ્વીકારી લીધી છે.
Election Commission Bows To Outrage Over SIR – સુપ્રીમ કોર્ટનો ગાળિયો અને વિપક્ષના વિરોધનું પરિણામ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને એસઆઈઆર પ્રક્રિયા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાયા બાદ અને દેશભરમાં ‘તિરંગા માર્ચ’ સહિતના વિરોધ પ્રદર્શનો તેજ બનતાં પંચ પર ભારે દબાણ સર્જાયું હતું. વિપક્ષી નેતાઓએ આ પગલાંને લોકશાહી અને જનઆંદોલનની જીત ગણાવી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ અને અન્ય નેતાઓએ આક્ષેપ કર્યો કે કરોડો નામો મનસ્વી રીતે કાપ્યા બાદ આખરે પંચને પોતાની ભૂલ સમજાઈ છે. જોકે, અગાઉ યાદીમાંથી બાકાત રહી ગયેલા લોકોને કઈ રીતે પુનઃ સમાવવામાં આવશે તે અંગે હજુ પણ રાજકીય ચર્ચા ગરમાયેલી છે.