News Continuous Bureau | Mumbai
Election Commission of India : મતદારોના અનુભવને બહેતર બનાવવા અને ચૂંટણી વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવા માટે ભારતીય ચૂંટણી પંચ (ECI) એ છેલ્લા 100 દિવસમાં 21 નવી પહેલ શરૂ કરી છે. આ પગલાંઓમાં પ્રક્રિયાગત સુધારાઓ, તાલીમ કાર્યક્રમો અને ચૂંટણી પ્રક્રિયાના હીતધારકોની ભાગીદારીનો સમાવેશ થાય છે. 26મા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારના કાર્યભાર સંભાળ્યાના પ્રથમ 100 દિવસોમાં હેતુપૂર્ણ, વ્યવહારિક અને સક્રિય પગલાંઓ લેવામાં આવ્યા છે.
Election Commission of India : ભારતના ચૂંટણી પંચ દ્વારા કરાયેલી 21 નવીન પહેલોની યાદી
1. મતદાન મથક પર મતદારોની મહત્તમ સંખ્યા 1200 સુધી મર્યાદિત કરવામાં આવી છે.
2. હાઈ રાઈઝ/ગેટેડ કોલોનીઓમાં વધારાના મતદાન મથકો સ્થાપવામાં આવશે.
3. મતદાર યાદી અપડેટ કરવા માટે, મૃત્યુ નોંધણીનો ડેટા સીધો RGI ડેટાબેઝમાંથી મેળવવામાં આવશે તથા ચકાસણી પછી ડેટા અપડેટ કરવામાં આવશે.
4. મતદાર માહિતી સ્લિપને વધુ મતદાર મૈત્રીપૂર્ણ બનાવવામાં આવશે: મતદારનો સીરીયલ નંબર અને ભાગ નંબર હવે વધુ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે.
5. મતદાનના દિવસે મતદાન મથકોની બહાર મોબાઇલ ડિપોઝિટ સુવિધાની જોગવાઈ6. CEO/DEO/ERO સ્તરે સમગ્ર ભારતમાં સર્વપક્ષીય બેઠકો યોજાઈ. 4,719 બેઠકો યોજાઈ (CEO-40/ DEO-800/ERO-3879); રાજકીય પક્ષોના 28,000 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો
7. રાષ્ટ્રીય અને રાજ્ય રાજકીય પક્ષોના વડાઓ – AAP/BJP/BSP/CPI(M)/NPP સાથે ચૂંટણી પંચની બેઠકો
8. IIIDEM ખાતે (બિહાર, તામિલનાડુ અને પુડુચેરી) રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો
9. ચૂંટણી પ્રચાર માટે અંતરના ધોરણોમાં બદલાવ: ઉમેદવારો/રાજકીય પક્ષોને હવે 200 મીટરની જગ્યાએ 100 મીટરથી વધુ દૂર બૂથ બનાવવાની મંજૂરી
10. નવા ઇન્ટિગ્રેટેડ ડેશબોર્ડ – ECINET ની અમલવારી, જેનો ઉદ્દેશ્ય બધા હિસ્સેદારોને એક જ બિંદુ પર બધી સેવાઓ પૂરી પાડવાનો છે (40+ એપ્સ/વેબસાઇટ્સને બદલે માત્ર એક જ એપ)
11. ડુપ્લિકેટ EPIC નંબરની સમસ્યા ઉકેલાઈ- યુનિક EPIC નંબરો માટે નવી પદ્ધતિ અમલી
12. મતદાર યાદી તૈયાર કરવાની અને ચૂંટણી યોજવાની સમગ્ર પ્રક્રિયામાં 28 હિતધારકોની ઓળખ કરવામાં આવી હતી, જેમાં મતદારો, ચૂંટણી અધિકારીઓ, રાજકીય પક્ષો, ઉમેદવારો અને અન્યનો સમાવેશ થાય છે, જે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950, 1951, મતદારોની નોંધણી નિયમો 1960, ચૂંટણી આચાર નિયમો, 1961 અને ECI દ્વારા સમયાંતરે જારી કરાયેલી સૂચનાઓના આધારે કરવામાં આવ્યા હતા.
13. આ દરેક હિસ્સેદારો માટે કમિશનના કાયદા, નિયમો અને સૂચનાઓના આધારે પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
14. ECI અને CEOનું પ્રતિનિધિત્વ કરતા કાઉન્સેલ્સની રાષ્ટ્રીય પરિષદનું આયોજન સંકલનને મજબૂત બનાવવા અને કાનૂની માળખાને પુનઃઉર્જિત કરવા માટે કરવામાં આવ્યું
15. BLOને સ્ટાન્ડર્ડ ફોટો આઈડી કાર્ડ મળશે16. IIIDEM, નવી દિલ્હી ખાતે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો:
આ સમાચાર પણ વાંચો : June Rain Updates : નિર્ધારિત સમય કરતા પહેલા આવી ગયું ચોમાસુ, જૂન 2025 માં કેટલો વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની આગાહી..
16. IIIDEM ખાતે 3500 થી વધુ બૂથ લેવલ સુપરવાઇઝર તાલીમ મેળવી છે
• આગામી 45 દિવસમાં 20 બેચમાં લગભગ 6000 BLO/BLO સુપરવાઇઝર તાલીમ મેળવશે
• આગામી થોડા વર્ષોમાં 1 લાખથી વધુ BLO સુપરવાઇઝર તાલીમ મેળવશે
17. IIIDEM ખાતે તમામ ૩૬ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના CEO કાર્યાલયોના મીડિયા અધિકારીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો
18. IIIDEM ખાતે બિહારના પોલીસ અધિકારીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું
19. ECI સંકુલમાં બાયોમેટ્રિક હાજરીનો અમલ20. ઈ-ઓફિસનું સંચાલન અને અમલીકરણ
21. તમામ 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના CEO સાથે ECIની નિયમિત બેઠકો અને ECIના વિવિધ વિભાગો સાથે તેમની કચેરીઓના કાર્યનો સુમેળ સાધવો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.