ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
26 જાન્યુઆરી 2021
આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ ડિજિટલ ફૉર્મેટમાં ઉપલબ્ધ છે. તેમ હવે વોટર આઈડી કાર્ડ પણ ડિજિટલ ફૉર્મેટમાં મળશે. જે રીતે તમે UIDAIની વેબસાઈટ પરથી આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો, તે જ રીતે ચૂંટણી પંચની વેબસાઈટ પરથી ડિજિટલ વોટર આઈડી ડાઉનલોડ કરી શકશો. આ ઇ-ઇલેક્ટર ફોટો આઈડેન્ટિટી કાર્ડ એ ઇલેક્ટર ફોટો આઇડેન્ટિટી કાર્ડનું ડિજિટલ સંસ્કરણ છે અને ડિજિટલ લોકર દ્વારા તેને સુરક્ષિત કરી શકાશે. ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ 2021’ નિમિત્તે લોંચ કરાયેલા આ ડિજિટલ મતદાર કાર્ડને પોર્ટેબલ દસ્તાવેજ ફોર્મેટમાં (pdf) સાચવી શકાશે. ડિજિટલ વોટર આઈડી કાર્ડ્સ પર એક સિક્ટોરિટી QR કોડ હશે જેમાં તસવીરો અને ડેમોગ્રાફિક્સ હશે જેથી તેની નકલ ના થઈ શકે.
ચૂંટણી પંચ આ સુવિધા બે તબક્કામાં શરૂ કરી રહ્યું છે. પ્રથમ તબક્કામાં એટલે કે 25 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન, નવા મતદારો કે જેમણે મતદાર કાર્ડ માટે અરજી કરી છે અને જેમનો મોબાઇલ નંબર ચૂંટણી પંચમાં નોંધાયેલ છે, તેઓ જ ડિજિટલ મતદાર આઈડી ડાઉનલોડ કરી શકશે. 1 ફેબ્રુઆરીથી તમામ વોટર્સ પોતાના આઈડીની ડિજિટલ કોપી ડાઉનલોડ કરી શકશે. શરત એટલી છે કે તેમનો મોબાઈલ નંબર ચૂંટણી પંચ સાથે લિંક હોવો જોઈએ. જેમનો મોબાઈલ નંબર કમિશન સાથે લિંક નથી, તેમણે ચૂંટણી પંચને પોતાની ડિટેલ્સ રી-વેરિફાઈ કરવાની રહેશે અને મોબાઈલ નંબર લિંક કરવો પડશે. ત્યારે જ તેઓ વોટર આઈડી ડાઉનલોડ કરી શકશે. મતદારો મતદાર પોર્ટલ – Votportal.eci.gov.in – અથવા મતદાર હેલ્પલાઇન મોબાઇલ એપ્લિકેશન અથવા એનવીએસપી – nvsp.in પરથી ઇ-ઇપીઆઇસી ડાઉનલોડ કરી શકે છે.
જો તમારું અકાઉન્ટ ના હોય તો મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી દ્વારા તમારું અકાઉન્ટ બનાવી શકો છો. જેના માટે નીચે પ્રમાણેના સ્ટેપ કરવા પડશે.
સ્ટેપ્સ 1: મેનૂમાંથી લોગ ઇન કરો, 'Download e-EPIC' પર ક્લિક કરો.
સ્ટેપ્સ 2: EPIC નંબર કે ફોર્મ રેફરન્સ નંબર નાખો.
સ્ટેપ્સ 3: OTPથી નંબર વેરિફાઈ કરો.
સ્ટેપ્સ 4: 'ડાઉનલોડ EPIC પર ક્લિક કરો.
સ્ટેપ્સ 5: જો મોબાઈલ નંબર કાર્ડ પર બીજો છે તો KYCની પ્રોસેસ પૂરી કરો.
સ્ટેપ્સ 6: 'તેમાં ફેસ લાઈવનેસ વેરિફિકેશન પણ કરી શકો છો.
સ્ટેપ્સ 7: KYCની મદદથી નવો નંબર અપડેટ કરીને e-EPIC ડાઉનલોડ કરી શકાશે.
જો કોઈ મતદાર ઇપીઆઈસી ખોવાઈ ગયો હોય, તો તમે મતદાર યાદીમાં મતદાર યાદીમાં નામ શોધી શકો છો. voterportal.eci.gov.in અથવા electoralsearch.in, EPIC નંબરની નોંધ લેશે અને પછી E- EPIC. ડાઉનલોડ કરી શકશો.
