News Continuous Bureau | Mumbai
Electoral Bonds: સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ અંગે SBI પાસેથી ફરી જવાબ માંગ્યો છે. SBIએ ચૂંટણી પંચને સંપૂર્ણ માહિતી આપી નથી. તેથી હવે સુપ્રીમ કોર્ટે SBIને નોટિસ જારી કરીને પૂછ્યું છે કે તેમણે ચૂંટણી પંચને ( Election Commission ) બોન્ડના ડેટામાં યુનિક નંબરો કેમ આપ્યા નથી. નોટિસ જારી કરતી વખતે કોર્ટે SBI પાસેથી સોમવાર સુધીમાં જવાબ માંગ્યો છે. ઉલ્લેખની છે કે, સુપ્રીમ કોર્ટના ( Supreme Court ) કડક આદેશ બાદ એસબીઆઈએ બુધવારે ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા ( Electoral Bonds data ) ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાને સોંપ્યા હતા. આદેશ અનુસાર ચૂંટણી પંચે ગુરુવારે જ પોતાની વેબસાઇટ પર આ ડેટા અપલોડ પણ કર્યા હતા. જો કે, તેમાં કોઈપણ બોન્ડનો યુનિક નંબર આપવામાં આવ્યો નથી.
CJI ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બંધારણીય બેન્ચે SBIને કહ્યું, અમારા નિર્દેશો ખૂબ જ સ્પષ્ટ હતા.અમે સંપૂર્ણ વિગતો આપવાનું કહ્યું હતું પરંતુ તેઓએ યુનિક નંબર ( Unique number ) આપ્યો ન હતો. SBIએ આ માહિતી આપવી પડશે. કોર્ટે SBIને 18 માર્ચ સુધીનો સમય આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Sanjay Raut on MVA Seat Sharing: મહાવિકાસ આઘાડીમાં સીટ ફાળવણી પર આજે થશે બેઠક, પ્રકાશ આંબેડકરને આમંત્રણ નહીં..
ચૂંટણી પંચે બે યાદી જાહેર કરી છે..
ઉલ્લેખની છે કે, ચૂંટણી પંચે બે યાદી જાહેર કરી છે. એકમાં, બોન્ડ ખરીદનારાઓની માહિતી છે, જ્યારે બીજામાં, રાજકીય પક્ષોને મળેલા ચૂંટણી બોન્ડની વિગતો આપવામાં આવી છે. જો કે કોણે કઇ પાર્ટીને કેટલું દાન આપ્યું છે તેની માહિતી મળી નથી. જો કે યુનિક નંબર પરથી જાણી શકાય છે કે કોણે કયા રાજકીય પક્ષને કેટલું દાન આપ્યું છે. તેથી ADR વતી વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.
તેથી બેંકને નોટિસ જારી કર્યા બાદ ખંડપીઠે કેસની આગામી સુનાવણી હવે 18મી માર્ચે નક્કી કરી છે.