News Continuous Bureau | Mumbai
Electoral Bonds: ચૂંટણી બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે SBIને ફટકાર લગાવી છે. આ સાથે જ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ( SBI ) ની અરજી પણ ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, SBIએ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડની વિગતો સબમિટ કરવા માટે 30 જૂન સુધી સમય વધારવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે હવે SBIને ફટકાર લગાવી છે અને તેને 12 માર્ચે કામના કલાકો પૂરા થતાં સુધીમાં ચૂંટણી બોન્ડની તમામ વિગતો જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
સુનવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) SBIને પૂછ્યું હતું કે, તમે છેલ્લા 26 દિવસમાં શું પગલાં લીધાં? તમારી અરજીમાં તેના પર મૌન છે? ડેટા શેર કરવામાં સમસ્યા શું છે? બેંક પાસે સીલબંધ પરબિડીયું છે. આવી સ્થિતિમાં બેંકે સીલ ખોલીને ડેટા સુપ્રીમ કોર્ટને આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે SBIએ ( SBI Data ) માત્ર સીલબંધ પરબિડીયું ( Sealed envelope ) ખોલવું પડશે, વિગતો એકત્રિત કરવી પડશે અને ચૂંટણી પંચને માહિતી આપવી પડશે. આમાં સમસ્યા શું છે
પ્રક્રિયા પૂર્ણ કરવામાં થોડો વધુ સમય લાગશેઃ SBI..
જેમાં, SBIએ દલીલ કરી હતી કે, પ્રક્રિયા પૂર્ણ કરવામાં થોડો વધુ સમય લાગશે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી બોન્ડનું ‘ડીકોડિંગ’ અને દાતાઓ સાથેના દાનને મેચ કરવું એ એક જટિલ પ્રક્રિયા છે. અરજીમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, “બોન્ડ જારી કરવા સંબંધિત ડેટા અને બોન્ડને રોકડમાં રૂપાંતરિત કરવા સંબંધિત ડેટા બે અલગ-અલગ જગ્યાએ છે. આ દાતાઓની ગોપનીયતાના રક્ષણ માટે કરવામાં આવ્યું હતું.” અરજીમાં વધુમાં જણાવામાં આવ્યું હતું કે, ”દાતાઓની વિગતો નિયુક્ત શાખાઓ (બેંકની) માં સીલબંધ પરબિડીયાઓમાં રાખવામાં આવે છે. તેમજ આ પરબિડીયાઓ બેંકની મુખ્ય શાખામાં જમા કરવામાં આવી છે, જે મુંબઈમાં છે. તેથી તમામ ડેટા પ્રાપ્ત કરવા માટે અમને થોડો વધુ સમય આપવામાં આવે.
આ સમાચાર પણ વાંચો : Hygiene Tips: જો તમે તમારો મોબાઈલ ફોન ટોયલેટમાં લઈ જાઓ છો તો આજે જ આ આદતને સુધારી લો, આ આદતને કારણે તમે એક વાર નહીં પરંતુ ઘણી વખત ચેપનો શિકાર બની શકો છોઃ અહેવાલ…
જે બાદ આજે સુપ્રીમ કોર્ટે વધારાના સમય માટે SBIની અરજીને ફગાવી દીધી હતી અને વિગતો ફાઇલ કરવા માટે આવતીકાલ એટલે કે 12 માર્ચ સુધીનો સમય આપ્યો છે. એ પણ કહ્યું કે ચૂંટણી પંચ (EC)એ 15 માર્ચ સુધીમાં સંપૂર્ણ ડેટા અપલોડ કરવો જોઈએ. જો આદેશનું પાલન કરવામાં નહીં આવે તો SBI સામે અવમાનનો કેસ દાખલ કરવામાં આવશે.
