Site icon

Dr. Mansukh Mandaviya: રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના મિશન મોડમાં ઝડપથી લાગુ થશે: ડો. માંડવિયા

Dr. Mansukh Mandaviya: કેન્દ્રીય મંત્રીએ ELI યોજનાના અમલીકરણ અંગે બેઠકની અધ્યક્ષતા કરી. ELI યોજના 2 કરોડથી વધુ રોજગારીનું સર્જન કરશે

Employment Linked Incentive Scheme Will Be Implemented Quickly in Mission Mode Dr. Mansukh Mandaviya

Employment Linked Incentive Scheme Will Be Implemented Quickly in Mission Mode Dr. Mansukh Mandaviya

 News Continuous Bureau | Mumbai  

Dr. Mansukh Mandaviya: રોજગારીનાં સર્જનને પ્રોત્સાહન આપવાનાં ઉદ્દેશ સાથે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કેન્દ્રીય બજેટ 2024-25માં જાહેર કરવામાં આવેલી એમ્પ્લોયમેન્ટ-લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ઇએલઆઇ) યોજનાને ( ELI Scheme ) ઝડપથી અમલમાં મૂકવાની સૂચના આપી હતી. આ વાત ડો.માંડવિયાએ ઈએલઆઈ સ્કીમ અને તેના અમલીકરણ પ્લાનની સમીક્ષા કરતા જણાવ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રીમતી શોભા કરંદલાજે તથા મંત્રાલય અને ઇપીએફઓનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. 

Join Our WhatsApp Community

ડૉ. માંડવિયાએ એ સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત વ્યવસ્થાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો કે, ઇએલઆઇ યોજનાનો ( Employment-Linked Incentive Scheme ) લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચે. તેમણે ઉમેર્યું હતું કે, “એ જરૂરી છે કે આપણા પ્રયાસો એક સ્થાયી અને સર્વસમાવેશક રોજગાર પ્રણાલી ઊભી કરવા તરફ વાળવામાં આવે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, “ઇએલઆઇ યોજના રોજગારીના ( Employment ) સર્જનને સરળ બનાવવા અને નોકરીદાતાઓ અને કર્મચારીઓને પ્રોત્સાહનો પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે.”

ઇએલઆઇ સ્કીમનું લક્ષ્ય 2 વર્ષના ગાળામાં દેશમાં 2 કરોડથી વધુ નોકરીઓનું સર્જન ( Job Opportunities  ) કરવાનું છે. આ રોજગારીની તકો વધારવા અને આજીવિકા વધારવામાં નોંધપાત્ર પ્રદાન કરશે.

આ સમાચાર પણ વાંચો :  Gujarat Young Thinkers Meet: વિકસિત ભારત-૨૦૪૭ અંતર્ગત સુરત ખાતે તા.૯ થી ૧૧ ઓગસ્ટ દરમિયાન ૮મી ‘ગુજરાત યંગ થિંકર્સ મીટ’ યોજાશે

કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું કે, તેઓ લોકોને, ખાસ કરીને ઇચ્છિત લાભાર્થીઓને, ઈએલઆઈ યોજનાનાં લાભો વિશે જાગૃત કરવા વિસ્તૃત પહોંચ અને જાગૃતિ અભિયાન હાથ ધરે.

કેન્દ્રીય બજેટ 2024-25માં ( Union Budget 2024-25 ) ‘રોજગાર સાથે સંબંધિત પ્રોત્સાહન’ માટેની ત્રણ યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી, જે 5 વર્ષનાં ગાળામાં 4.1 કરોડ યુવાનો માટે રોજગારી, કૌશલ્ય અને અન્ય તકોની સુવિધા પ્રદાન કરવા માટે 5 યોજનાઓ અને પહેલોનાં પ્રધાનમંત્રીનાં પેકેજનાં ભાગરૂપે હતી, જેમાં રૂ. 2 લાખ કરોડનો કેન્દ્રીય ખર્ચ થશે.

શ્રમ અને રોજગાર મંત્રાલય તેમની અમલીકરણ યોજના સાથે ઉપરોક્ત યોજનાઓની વિગતોને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Makar Sankranti Weather:શિમલા કરતાં પણ ગુરુગ્રામ ઠંડુ! ઉત્તર ભારતમાં 0.6 ડિગ્રી સાથે રેકોર્ડબ્રેક ઠંડી, જ્યારે મુંબઈ-થાણેના લોકો પરસેવે રેબઝેબ.
Exit mobile version