Site icon

ESI Scheme: મોદી સરકારની આ યોજનાને મળ્યો બહોળો પ્રતિસાદ, એક જ મહિનામાં આટલા લાખ કર્મચારીઓ જોડાયા

ESI Scheme: ડિસેમ્બર, 2024માં ESI યોજના હેઠળ 17.01 લાખ નવા કામદારો નોંધાયા

ESI Scheme This scheme of Modi government received a huge response, so many lakh employees joined in a single month

ESI Scheme This scheme of Modi government received a huge response, so many lakh employees joined in a single month

News Continuous Bureau | Mumbai

  • 25 વર્ષ સુધીના 8.22 લાખ નવા યુવા કર્મચારીઓ નોંધાયા
  • ESI યોજનામાં 3.46 લાખ મહિલા કર્મચારીઓની નોંધણી
  • ડિસેમ્બર, 2024માં ESI યોજના હેઠળ 20,360 નવી સ્થાપનાઓ નોંધાઈ
  • ડિસેમ્બર, 2024માં ESI યોજના હેઠળ 73 ટ્રાન્સજેન્ડર કર્મચારીઓ નોંધાયા
ESI Scheme: કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના કામચલાઉ પગારપત્રક ડેટા દર્શાવે છે કે ડિસેમ્બર, 2024માં 17.01 લાખ નવા કામદારો ઉમેરાયા હતા. ડિસેમ્બર, 2024માં 20,360 નવી સંસ્થાઓને ESI યોજનાના સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવામાં આવી છે. જેનાથી કામદારોને વધુ સામાજિક સુરક્ષા સુનિશ્ચિત થાય છે. ડેટા દર્શાવે છે કે ડિસેમ્બર મહિના દરમિયાન ઉમેરાયેલા કુલ 17.01 લાખ કર્મચારીઓમાંથી 8.22 લાખ કર્મચારીઓ 25 વર્ષ સુધીની વય જૂથના છે. આ સંખ્યા કુલ નોંધાયેલા કર્મચારીઓના આશરે 48.35 ટકા છે.
 

પગારપત્રક ડેટાના લિંગ વિશ્લેષણ મુજબ, ડિસેમ્બર, 2024માં મહિલા સભ્યોની કુલ નોંધણી 3.46 લાખ હતી. આ ઉપરાંત, ડિસેમ્બર, 2024માં કુલ 73 ટ્રાન્સજેન્ડર કર્મચારીઓએ પણ ESI યોજના હેઠળ નોંધણી કરાવી છે. જે સમાજના દરેક વર્ગ સુધી તેના લાભો પહોંચાડવા માટે ESIC ની પ્રતિબદ્ધતા સાબિત કરે છે. ડેટા જનરેશન એક ચાલુ પ્રક્રિયા હોવાથી પગારપત્રકના આંકડા કામચલાઉ છે.

Join Our WhatsApp Community

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version