લો કરો વાત- દર વર્ષે દેશમાં આટલા કરોડ લોકોને કૂતરા-બિલાડા ભરે છે બચકાં- જાણો ચોંકાવનારો આંકડો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આજે 28 સપ્ટેમ્બરનો દિવસ, દુનિયાભરમાં વર્લ્ડ રેબીઝ ડે(World Rabies Day) તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે શું તમે જાણો છે કે ભારતમાં દર વર્ષે લગભગ દોઢ કરોડ લોકોને કૂતરા-બિલાડા(Dogs and cats) જેવા પ્રાણીઓ(Animals) કરડે છે. 

કૂતરા-બિલાડા જેવા પ્રાણીઓના કરડવાને(Animal bites) કારણે રેબીઝ(હડકવા) થાય છે. રેબીઝને કારણે દર વર્ષે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ છે, જેમાં ૯૦ ટકા કરતા વધુ લોકો રખડતા કૂતરા(Stray dogs) કરડવાથી મૃત્યુ પામે છે. લોકોમાં આ રોગનું ફેલાવાનું પ્રમાણ ૧.૭ ટકા હોવાનો આરોગ્ય ખાતાનું (Health Department) કહેવું છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર – દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા PFI ને કેન્દ્ર સરકારે જાહેર કર્યું ગેરકાયદેસર સંગઠન- લગાવ્યો આટલા વર્ષ માટે પ્રતિબંધ

મુંબઈ મહાનગરપાલિકાના(BMC) આરોગ્ય ખાતાના જણાવ્યા  પ્રમાણે દેશમાં દર ૩૦ મિનિટે રેબીઝ ચેપથી એકનું મોત થાય છે. રખડતા શ્ર્વાન અને માનવીને ફક્ત આંશિક વૅક્સિનેશન(Partial vaccination) બચાવી શકે છે. તેથી દેશમાં શ્ર્વાનની સંખ્યા નિયંત્રણમાં લાવવાની અને  તેમના ફરજિયાત વૅક્સિનેશન પર ભાર આપવામાં આવી રહ્યો છે. 
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment